Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૫ નવેમ્બરથી મંગળવાર ૨૧ નવેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડસ, સ્વોર્ડસ, કપ્સ અને કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે.

સામાન્ય પત્તાંની જોડીમાં ૧થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી, બાદશાહના કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વૉન્ડસ, સ્વોર્ડસ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રીસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે.

ધ ફૂલને નંબર શૂન્ય - ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ - ચંદ્ર રાશિ પ્રમાણે જોવું.

મેષ (અ.લ.ઈ.) : Justice જસ્ટીસનું કાર્ડ તમારા સંતાનોને લગતા પ્રશ્નો મહત્વનાં બનવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા જણાશે. વધુ પડતી દોડાદોડી આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા ઊભી કરી શકે. તા. ૧૫, ૧૬, ૧૭ શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારા નોંધપાત્ર કાર્યો પરિપૂર્ણ થઇ શકવાની તક ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. સ્થાવર સંપત્તિ માટે અગત્યનાં નિર્ણય લઇ શકાશે. સહકુટુંબ ટુંકી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. વિદેશયાત્રા માટે તૈયારી કરી રહ્યા હોય તેઓને સફળતા મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ દ્રઢ બને તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકાશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

કર્ક (ડ.હ.) : The Heirophant - એરોફન્ટનું કાર્ડ તમારા રોજિંદા કાર્યોમાં નવાં ફેરફારો થઇ શકવાનું સૂચવી જાય છે. કુટુંબમાં વડિલ વ્યક્તિના આરોગ્ય અંગે પ્રતિકૂળતા ઊદ્ભવશે. નાણાંકીય દ્રષ્ટિએ તમારું આયોજન ખોરવાઇ જશે. અણધાર્યા ખર્ચાઓના યોગ બનશે. તા. ૧૫, ૨૧ શુભ.

સિંહ (મ.ટ.) : The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમને વડિલ વ્યક્તિઓના સહકારની જરૃરિયાત ઊભી થઇ શકવાનું સૂચવી જાય છે. સ્વઆરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ જણાવી શકાય. વધુ પડતો આત્મવિશ્વાસ તમારા મહત્વનાં કાર્યોમાં વિલંબ ઊભો કરાવી શકે. જૂના મિત્રોને મળવાનું થશે. તા. ૧૬, ૧૭ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ વર્તમાન સમય તમારા જીવનમાં નવાં ફેરફારો આપનાર પૂરવાર થવાનું સૂચવી જાય છે જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન હશે. કુટુંબમાં એકાદ શુભપ્રસંગની ઊજવણી અંગે નિર્ણય લઇ શકાશે. નાણાંકીય બાબતો નોંધપાત્ર બનવા પામશે. તા. ૧૫, ૧૮, ૧૯. ૨૦ શુભ.

તુલા (ર.ત.) : The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમારા નોંધપાત્ર કાર્યોમાં વિલંબ થઇ રહ્યો હોવાનું સૂચવી જાય છે પરંતુ સપ્તાહના અંત સુધીમાં તેનો યોગ્ય ઊકેલ મેળવી શકાશે. સ્વજનોના સહકાર દ્વારા મહત્ત્વનાં કામો ઊકેલી શકશો. સ્વજનો અને મિત્રો સાથે ટુંકા પ્રવાસનું આયોજન થઇ શકશે.  તા. ૧૬, ૧૭, ૨૧ શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The High Priestress - ધ હાઇપ્રીસ્ટેસનું કાર્ડ તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા અંગેના સંજોગો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. લાંબા સમયથી ન ઊકેલી શકાયેલું એકાદ મહત્વનું કાર્ય સફળ થશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઇ શકશે. સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૧૫, ૧૮, ૧૯, ૨૦ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The Star -  સ્ટારનું કાર્ડ તમારા ભવિષ્યને લઇ કોઇ કાર્ય માટે ચિંતા અનુભવી રહ્યા હો તેનો ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. વ્યવસાયક્ષેત્રે લાભદાયક પરિવર્તન જોવા મળશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓને મનગમતા ફેરફારો ઊદ્ભવશે. આવકમાં વધારો થશે. તા. ૧૫, ૧૬, ૧૭, ૨૧ શુભ.

મકર (ખ.જ.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકશો. જીવનસાથીનો સહકાર મળવા ઉપરાંત દાંપત્યજીવનમાં કોઇ તકલીફ ઊદ્ભવી હોય તો તેનો સુખદ ઊકેલ આવશે. શુભ સમાચાર મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ તમારી વર્તમાન જીવનશૈલીમાં અણધાર્યા નવાં ફેરફારો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. ભાગીદારી સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે લાભદાયક ફેરફારો જોવા મળશે. વિદેશમાં વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : Death - ડેથનું કાર્ડ કુટુંબમાં વડિલ વ્યક્તિના આરોગ્ય અંગે સામાન્ય તકલીફ ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા સંતાનો સાથે મહત્ત્વનાં પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા થઇ શકે. સંતાનોના વિવાહ-લગ્ન જેવી બાબતો માટે નિર્ણય લઇ શકાશે. મિત્રો સહાયક નીવડશે. તા. ૧૫, ૨૧ શુભ.

- ઈન્દ્રમંત્રી
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Keywords terot,card,15,november,2017,

Post Comments