Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેસ્ટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર 13 જૂનથી મંગળવાર 19 જૂન સુધી

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વોન્ડસ, સ્કવોર્ડસ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાની જોડીમાં ૧થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં વધારાનું એ નાઇટ ઓફ વોન્ડસ, સ્વોર્ડસ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ કૂલ, ધ મેજીશીયન્સ, ધ હાઇપ્રિસ્ટ, ધ એમ્પરર, ધ એરોફ્રન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરસન, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય ઝીરો આપવામાં આવેલ છે બાકીના એકથી વીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે. જે આપની જન્મરાશિ- ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

મેષ (અ. લ. ઈ.) : Six of Swords - સિક્સ ઓફ સ્વોર્ડસનું ઉલટું આવેલું કાર્ડ તમારી સમસ્યાઓના ઉકેલ માટે હાલ પૂરતું રાહ જોવા સૂચવી જાય છે. તમારી ધારણા પ્રમાણેના કાર્યો થવામાં વિલંબ થશે. સંતાનો માટે નોંધપાત્ર નિર્ણય લઈ શકશે. તા. ૧૪, ૧૫ શુભ.

વૃષભ (બ. વ. ઉ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધોમાં મિશ્ર ફળ સૂચવી જાય છે. ન જેવી બાબતમાં મનદુ:ખ ઉદ્ભવી શકે. સ્થાન પરિવર્તનના સંજોગો ઉભા થાય. દૂરની મુસાફરી માટે આયોજન કરી શકશો. તા. ૧૩, ૧૬, ૧૭ શુભ.

મિથુન (ક. છ. ઘ.) : Eight of Swords - એઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ તમારા પોતાના મંતવ્ય અને નિર્ણયો દ્વારા ચાલુ સપ્તાહ દરમ્યાન કરવામાં આવતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. શુભ સમાચાર મળશે તા. ૧૪, ૧૫, ૧૮, ૧૯ શુભ.

કર્ક (ડ. હ.) : Three of Swords - થ્રી ઓફ સ્વોર્ડસ્નું કાર્ડ તમે ખૂબ જ લાગણીશીલ બની જઈ શકો તેવા સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ સાથે વાદ-વિવાદ ઉદ્ભવે ત્યારે આવેશને કાબૂમાં રાખજો સ્વજનો સાથે મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા- વિચારણા થશે મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૧૩, ૧૬, ૧૭ શુભ.

સિંહ (મ. ટ.) : King of Coins - કિંગ ઓફ કોઇન્સનું કાર્ડ તમારા આયોજનપૂર્વકના કાર્યોમાં યશ- સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. ધંધાકીય બાબતોમાં લાભદાયક ફેરફારો આવશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવી શકશો તા. ૧૩, ૧૪, ૧૫, ૧૮, ૧૯ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) : Queen of Cups - ક્વીન ઓફ કપ્સનું કાર્ડ કોઈ કારણસર મુંઝાઈ રહ્યા હો તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થવા સૂચવી જાય છે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. આવકમાં વધારો થશે. સ્વજનો સાથે ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

તુલા (ર. ત.) : Eight of Swords - એઇટ ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નવા કાર્યોની શરૃઆત કરી શકશો. વડીલો સાથે કોઈ બાબતમાં મતભેદ સર્જાયેલા હોય તેનું સુખદ નિરાકરણ આવશે. વારસાગત બાબતોમાં લાભ મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

વૃશ્ચિક (ન. ય.) : The Devil - ધ ડેવિલનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવા સૂચવી જાય છે. કોઈ કાર્યમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચિંતા કરવાની જરૃર નથી. ટૂંક સમયમાં તે કાર્ય માટે સફળતા મેળવી શકાશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં રહેશે. તા. ૧૩, ૧૮, ૧૯ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ કોઈ કાર્યની શરુઆત માટે દ્વિધા અનુભવશે અને તમારો આત્મવિશ્વાસ ન રહેવા સૂચવી જાય છે. પરંતુ દ્રઢ સંકલ્પ રાખી નવા કાર્યોની શરુઆત કરવી લાભદાયક નીવડશે. ધંધાકીય કારણોસર ટૂંકો પ્રવાસ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તા. ૧૩, ૧૪, ૧૫ શુભ.

મકર (ખ. જ.) : The Highpriestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું સૂચવી જાય છે. તમારી સુખ સગવડતાઓ વધશે. નવું વાહન કે મકાન, ખરીદવાનું આયોજન સફળતાપૂર્વક થઈ શકશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.) King of Cups - કીંગ ઓફ કપ્સનું કાર્ડ તમારી મહેનત- પુરુષાર્થનું શુભ ફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જે કાર્ય અંગેની તમે સફળતા ઇચ્છી રહ્યા હો તે થઈ શકશે. તમારા માન- સન્માનમાં વધારો થશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) : Ace of Coins - એસ ઓફ કોઇન્સનું કાર્ડ તમારા રોજિંદા કાર્યો સફળતાપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. આગામી સમય માટે વ્યક્તિગત રીતે નવું આયોજન કરવા માંગતા હો તે થઈ શકશે. સંતાનોનો સહકાર મળશે અને તેઓના માટે મહત્ત્વના નિર્ણયો લઈ શકાશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. તા. ૧૩, ૧૮, ૧૯ શુભ.

Keywords TEROT,CARD,13,JUNE,2018,

Post Comments