Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય...

બુધવાર ૧૧ ઓક્ટોબરથી મંગળવાર ૧૭ ઓક્ટોબર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે જે વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સમાં કુલ ૧૪ કાર્ડ હોય છે જેમાં સામાન્ય પત્તાંની જોડીમાં એક થી તેર કાર્ડ છે જ્યારે અહીં એકથી ચૌદ કાર્ડ છે તથા ગુલામ, રાણી અને બાદશાહના કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઑફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

જ્યારે મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ સન, ધ મૂન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય - ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

મેષ (અ.લ.ઈ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમે હાલ પુરતું નિરાશા અનુભવી રહ્યા હોવાનું અને વિચારોમાં દ્વિધા હોઈ નોંધપાત્ર કાર્યો માટે નિર્ણય ન લઈ શકતા હોવાનું સૂચવી જાય છે. સ્વજનો અને કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા સમસ્યાઓને ઊકેલી શકશો. ધીરજનું શુભફળ ચોક્કસ પ્રાપ્ત થશે. તા. ૧૧. ૧૨. ૧૭. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ એકાદ કાર્યમાં તમારી કસોટી થઈ શકવાનું સૂચવી જાય છે જેના કારણે તમે હતાશા અનુભવી શકો પરંતુ આત્મવિશ્વાસ અને દ્રઢસંકલ્પ દ્વારા કસોટીનો સામનો કરી શકાશે. આકસ્મિક ટુંકી મુસાફરી થશે. તા. ૧૩. ૧૪. શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Chariot - ધ શેરીઓટનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત કરવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ સરળતા રહેશે. આવકમાં વધારો થશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૧. ૧૨. ૧૫. ૧૬. શુભ.

કર્ક (ડ.હ.) : The Emperor - ધ એમ્પરરનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તેમાં રાહત જણાશે. દૂર વસતા સ્નેહીજનો સાથે અગત્યની બાબતો માટે ચર્ચા વિચારણા થઈ શકશે. તા. ૧૩. ૧૪. ૧૭ શુભ.

સિંહ (મ.ટ.) : The Fool - ધ ફૂલનું કાર્ડ આયોજનપૂર્વક ખર્ચાઓ કરવા સૂચવી જાય છે. અન્યથા વધુ પડતા ખર્ચાઓ તમારું બજેટ ખોરવી દઈ શકશે. દૂરની મુસાફરી માટે નિર્ણય લેવાનો આવશે. સ્થાન પરિવર્તન લાભદાયક રહેશે. જૂના પરિચિતો સાથે અચાનક મુલાકાત થશે. તા. ૧૧. ૧૨. ૧૫. ૧૬. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા માટે વિશેષ લાભદાયક સમય હોવાનું પૂરવાર થવા સૂચવી જાય છે. સ્વજનો સાથે આકસ્મિક મુસાફરીનો યોગ ઉદ્ભવશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે. નાણાંકીય દ્રષ્ટિએ ઊદ્ભવેલી મુશ્કેલીઓમાં રાહત જણાશે. તા. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૭ શુભ.

તુલા (ર.ત.) : The Moon - ધ મૂનનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત કરવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં અવરોધ આવેલો હોય તે દૂર થઈ શકશે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે તથા આવકમાં વધારો થશે. શુભ સમાચાર મળશે. તા. ૧૩. ૧૪. ૧૫. ૧૬. શુભ.

વૃશ્ચિક (ન.ય.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ વધે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં વિલંબ થઈ રહ્યો હોય તેનો ઊકેલ મેળવી શકશો. કોર્ટ-કચેરી સંબંધિત જો કોઈ કાર્યો હોય તો તેનો ઊકેલ આવે. પરદેશ જવા કાર્યવાહી કરી રહેલાઓને માટે સરળતા જણાશે. તા. ૧૫. ૧૬. ૧૭. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા માટે વર્તમાન સમય સમસ્યાઓના ઊકેલ માટે શુભ ફળદાયક પૂરવાર થવાનું સૂચવી જાય છે. સ્વજનો અને મિત્રોનો સહકાર મેળવી શકશો. વારસાગત પ્રશ્નોમાં કોઈ મુશ્કેલી સર્જાયેલી હશે તેનો ઊકેલ મળશે. તા. ૧૧. ૧૨. ૧૭. શુભ.

મકર (ખ.જ.) : Justice - જસ્ટીસનું કાર્ડ તમે કોઈ અન્યાયના ભોગ બનેલા હો તેનો ઊકેલ તમારી તરફેણમાં આવવાનું સૂચવી જાય છે. દાંપત્યજીવનમાં ઊદ્ભવેલી સમસ્યાઓનું સુખદ સમાધાન થશે. વિદેશ યાત્રા બાબત નિર્ણય લઈ શકાશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં નવાં ફેરફારો આવશે. તા. ૧૧. ૧૨. ૧૩. ૧૪. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારે સ્વજનો સાથે અથવા પ્રિય વ્યક્તિ સાથે મતભેદ સર્જાયેલ હોય - વાદવિવાદ થયેલો હોય તેનું સુખદ સમાધાન થવા સૂચવી જાય છે. સ્વજનો સાથે ટુંકી મુસાફરી થશે. પ્રિય વ્યક્તિ સાથે મહત્ત્વનાં પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકાશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા. ૧૩. ૧૪. ૧૫. ૧૬. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The Highpriestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ તમારા માટે સ્વજનોનો સહકાર અનિવાર્ય બની રહેવાનું સૂચવી જાય છે જે તમારા મહત્ત્વનાં કાર્યોને સરળતાપૂર્વક ઊકેલ શકશે. સ્વઆરોગ્ય અંગે કાળજી રાખવી હિતાવહ જણાવી શકાય. વધુ પડતી દોડાદોડી આરોગ્ય માટે પ્રતિકૂળ જણાશે. તા. ૧૫. ૧૬. ૧૭. શુભ.

- ઈન્દ્રમંત્રી
 

Keywords terot,card,11102017,

Post Comments