Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૬ ડિસેમ્બરથી મંગળવાર ૧૨ ડિસેમ્બર સુધી

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે.

સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે.

ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

મેષ (અ.લ.ઈ.) : The High Priestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમે વધુ પડતા સજાગ રહી દૈનિક કાર્યો કરી શકવાનું સચૂવી જાય છે.

વડિલ વ્યક્તિઓનું માર્ગદર્શન તમારા માટે લાભદાયક રહેશે જે મહત્ત્વનાં કાર્યોમાં સફળતા આપવામાં મદદરૃપ રહેશે. તા. ૬. ૧૧. ૧૨. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ ચાલુ સપ્તાહ દરમ્યાન તમારે આત્મવિશ્વાસ દ્રઢ રાખવાની જરૃર રહેવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે નવાં ફેરફારો અંગે અગત્યનાં નિર્ણયો લેવાના આવશે.

સંતાનોના વિવાહ-લગ્ન તથા અભ્યાસ અંગેની બાબતો મહત્ત્વની બનવા પામશે. તા. ૭. ૮. શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા જીવનસાથી સાથે ભવિષ્યના આયોજન બાબત કેટલાંક નિર્ણયો લેવાના આવવાનું પામશે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો ઊદ્ભવશે.

જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા.૮.૯.૧૦ શુભ.

કર્ક (ડ.હ.) : The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. એકાદ પ્રસંગમાં યશ મેળવી શકશો.

કોઈ કાર્યને લઈ મૂંઝવણમાં હશો તેનો યોગ્ય ઊકેલ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. તા. ૭. ૮. ૧૧. ૧૨. શુભ.

સિંહ (મ.ટ.) : The Devil - ધ ડેવિલનું કાર્ડ સાવધાનીપૂર્વક તમારા દૈનિક કાર્યો કરવા સૂચવી જાય છે. એકાદ કાર્યમાં તમારી કસોટી થશે.

નાણાંકીય દ્રષ્ટિએ વધુ પડતા ખર્ચાઓ થાય નહિ તે માટે કાળજી રાખવી. અણધારી મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા. ૬. ૯. ૧૦. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તન માટે વર્તમાન સમય લાભદાયક પૂરવાર થવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકશો. નવાં કાર્યોમાં સફળતા મળશે.

મુસાફરીનો યોગ ઉદ્ભવશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભ પ્રાપ્ત થશે. તા. ૬. ૭. ૮. ૧૧. ૧૨. શુભ.

તુલા (ર.ત.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ અવિવાહિત વ્યક્તિઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી આવેલી હશે તેનો સુખદ ઊકેલ મેળવી શકશો. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. તા. ૭. ૮. ૯. ૧૦. શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ પ્રવાસ-મુસાફરી તમારા માટે લાભદાયક પૂરવાર થવાનું સૂચવી જાય છે. વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવાં ફેરફારો ઊદ્ભવશે.

દૂર વસતા સ્વજનો સાથે મુલાકાત થશે. વારસાગત બાબતોમાં કોઈ મુશ્કેલી ઊદ્ભવેલી હોય તો તેનો ઉકેલ આવશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

ધન (ફ.ધ.ફ.ઢ.) : Justice - જસ્ટીસનું કાર્ડ કોઈ કાર્યમાં તમે અન્યાયના ભોગ બનેલા હો તેનો ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે.

મિત્રો અને સ્વજનોના સહકાર દ્વારા વિલંબમાં પડેલા કાર્યો ઉકેલી શકાશે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો આવશે. તા. ૬. ૧૧. ૧૨. શુભ.

મકર (ખ.જ.) : The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ જન્મનાં ગ્રહોને આધીન શુભાશુભ નવાં ફેરફારો વર્તમાન સમય દરમ્યાન તમારા માટે નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે.

જીવનસાથી સાથે મહત્ત્વનાં પ્રશ્નોની ચર્ચા-વિચારણા થશે. નાણાંકીય દ્રષ્ટિએ નવું આયોજન થઈ શકશે. તા. ૬. ૭. ૮. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમારે કોઈની સાથેના સંબંધોમાં વાદવિવાદ સર્જાયેલો હોય, મતભેદ ઊદ્ભવેલા હોય તેનો સુખદ ઊકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે.

કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકવા ઉપરાંત એકાદ શુભ પ્રસંગની ઊજવણી અંગે કૌટુંબિક નિર્ણય લેવાનો આવશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૭. ૮. ૯. ૧૦. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : The Fool - ધ ફૂલનું કાર્ડ તમારા દાંપત્યજીવનમાં કોઈ તકલીફ આવેલી હોય તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક ઊદ્ભવશે.

સંતાનોના અભ્યાસ અને વિવાહ-લગ્ન જેવી બાબતો માટે નિર્ણય લઈ શકાશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.
 

Keywords terot,card,06,december,2017,

Post Comments