Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુનિયાનો સૌથી ખતરનાક ઠગ, જેણે વેચી નાખ્યો હતો તાજમહેલ

- પ્રેમની નિશાની તાજમહેલ એક બે નહીં પરંતુ 3-3 વાર વેચવામાં આવ્યો

અમદાવાદ, તા. 11 જુલાઈ 2018 બુધવાર

દુનિયાની 8 અજાયબીમાં તાજ મહેલનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે કેમ કે, તે કારીગરીનો એક બેમિસાલ ઉદાહરણ છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રેમની નિશાની તાજમહેલ એક બે નહીં પરંતુ 3-3 વાર વેચવામાં આવ્યો છે.

જે તાજમહેલને મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો તેને એક વ્યક્તિએ ત્રણ-ત્રણ વખત વહેંચી દીધો. તમે વિચારી રહ્યા હશો કે અમે બોલિવૂડ ફિલ્મ બંટી અને બબલીની વાત કરી રહ્યા છીએ પરંતુ એવું નથી. બિહારના સીવાનના રહેતા ઠગ નટવરલાલએ તાજમહેલને ત્રણ વખત વેચ્યો હતો.

તાજમહેલની સાથે સાથે તેમને લાલ કિલ્લાને બે વખત અને રાષ્ટ્રપતિ ભવનને પણ વહેંચી દીધો હતો. તમને જણાવી દઈએ કે, નટરવલાલના નામથી મશહૂર આ વ્યક્તિએ તાજમહેલને વહેંચીને પોતાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.

નટવરલાલનું અસલી નામ મિથલેશ કુમાર શ્રીવાસ્તવ હતું. તેને ઠગનો માસ્ટર કહેવામાં આવે છે. તેના પર છેતરપિંડીમા 100 કરતા પણ વધારે કેસ નોંધાયેલા છે. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી તો કોર્ટે તેને અલગ અલગ મામલામાં 100 વર્ષ કરતા વધારે સજા આપી હતી.

પોલીસને છેતરવામાં પણ તે હોંશિયાર હતો. 1996માં તે છેલ્લે નવી દિલ્હી સ્ટેશન પર જોવા મળ્યો હતો, પરંતુ તે સમયે પોલીસના જાપતામાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. નટવરલાલ વેશ બદલીને લોકોને છેતરતો હતો. તેને સૌથી મોટી છેતરપિંડી તાજમહેલ સાથે કરી હતી.

Keywords taj,mahal,sold,out,three,

Post Comments