Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ રાશિના યુવકો રાણી બનાવીને રાખે છે પોતાની પત્નીને

અમદાવાદ, તા. 17 મે 2018 ગુરુવાર

દરેક છોકરીનું સપનું હોય છે કે તેને એવો પતિ મળે જે જીવનભર તેને પ્રેમ કરે અને હંમેશા સાથ આપે.

જો તમે પણ તમારા લાઈફ પાર્ટનરને રાશિના અનુસાર પસંદ કરશો તો કદાચ તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે.

દરેક રાશિની એક ખાસિયત હોય છે પરંતુ વૃષભ એવી રાશિ છે જે પ્રેમની બાબતમાં બધા કરતા અલગ છે.

વૃષભ રાશિના લોકોને બહુ બધી ગીફ્ટ અને સરપ્રાઈઝ આપીને પ્રેમ વ્યક્ત કરતા સારી રીતે આવડે છે. તે લોકો પોતાના પાર્ટનરને પ્રેમનો અહેસાસ કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે.

તેની સૌથી મોટી ખાસિયત એ છે કે ઉંમરની સાથે તેમનો પ્રેમ પણ વધે છે. વૃદ્ધ થઈ જાય તો પણ તેમના લાઈફ પાર્ટનર માટેની લાગણી અને પ્રેમ નથી બદલાતો.

આ રાશિના લોકો સાચા દિલથી પ્રેમ કરે છે. આ રાશિના લોકો તેવી વ્યક્તિ તરફ વધારે આકર્ષિત થાય છે જે તેમની મદદ કરે તેમને ખુશ રાખતા હોય. એટલા માટે તેઓ પોતાના પાર્ટનર માટે કઈ પણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે.

એવું માનવામાં આવે છે કે, વૃષભ રાશિના લોકો કન્યા રાશિની તરફ વધારે આકર્ષિત થાય છે. રાશિ અનુસાર, જોવા જઈએ તો મીન અને કન્યા રાશિના જાતકોને સારું બને છે.

વૃષભ રાશિના લોકો સાથે રાખવી સાવધાની

તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ રાશિના લોકોને દુઃખ ન પહોંચાડવું, કેમ કે, આવું કરવાથી તેમને પોતાના પાર્ટનર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેમને ગુસ્સો વધારે આવતો હોવાથી તે કંઈ પણ બોલે છે.

તેથી તેમની સાથે પ્રેમથી વાત કરવી. બહુ બધો પ્રેમ કરનાર વૃષભ રાશિના લોકો ક્યારે ક્યારેક ચિપકુ પણ થઈ જાય છે. તે સમયે તેમની સાથે પ્રેમથી વાતચીત કરવામાં મજા છે.

તમે તમારા મિત્રો કરતા તેમને પ્રાયોરિટી આપો છો તે તમારા માટે બેસ્ટ પાર્ટનર સાબિત થઈ શકે છે. તેમનો પ્રેમ એકદમ સરળ અને સાચો હોય છે.

તેઓ હંમેશા પોતાના પ્રેમને વ્યક્ત કરવામાં ક્યારેય પણ ખચકાટ નથી અનુભવતા. તેમજ આ રાશિના લોકો ક્યારે પણ પોતાના પાર્ટનરને પ્રેમમાં દગો નથી આપતા. જેમનો જન્મ 20 એપ્રિલ થી 20 મે ની વચ્ચે થયો હોય તે વૃષભ રાશિના હોય છે.

Post Comments