Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુરુષોત્તમ માસમાં ભગવાન શાલિગ્રામની પૂજાનું શું છે મહત્વ, જાણો...

અમદાવાદ, તા. 16 મે 2018 બુધવાર

પ્રાચીન ધર્મગ્રંથોમાં પુરુષોતમ માસમાં વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામની સાથે શ્રી મહાલક્ષ્મી સ્વરૂપ શ્રી યંત્રની પૂજા એક સાથે કરવાનું બહુ મહત્વ છે. શાલિગ્રામ ભગવાન શ્રીવિષ્ણુની સાક્ષાત મૂર્તિનું સ્વરૂપ છે.

જે ઘરમાં પૂજાની સામાન્ય પ્રક્રિયા પણ સમ્પન્ન થઈ જાય છે, ત્યાં શાલિગ્રામ અવશ્ય સ્થાપિત કરવા. શારદા તિલક ગ્રંથમાં જણાવામાં આવ્યું છે કે, કોઈ સાધક દરરોજ શાલિગ્રામ પૂજા કરીને ચરણોદય અર્થાત તેના પર ચઢાવવામાં આવેલ જળ ગ્રહન કરે તો તેને કોઈ તીર્થયાત્રાની જરૂર નથી.

સામાન્ય રીતે શાલિગ્રામ મૂર્તિને તુલસી પર સ્થાપિત કરવામાં આવે છે. આ તુલસીનો છોડ લક્ષ્મીનું એક સ્વરૂપ છે. તેના વગર શાલિગ્રામની પૂજા પૂરી નથી થતી. આ પૂજામાં શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવે છે. શાલિગ્રામ અને શ્રી યંત્રના દર્શન માત્રથી તમામ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. કેમ કે, આ દિવસોમાં બધા તીર્થ, દેવતા, સમુદ્ર દેવતા તથા વિષ્ણુની શક્તિઓનો નિવાસ હોય છે.

પુરુષોત્તમ માસના પહેલા દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકાર્ય પતાવીને શ્વેત વસ્ત્ર ધારણ કરવા. તમારી સામે કોઈ તામ્ર પાત્રમાં પુષ્પ પાથરીને તેમાં શાલિગ્રામ સ્થાપિત કરવા. પછી શુદ્ધ જળ અર્પિત કરી તેને બીજા પાત્રમાં લઈ લેવું. તેના પછી આ મંત્રનું ઉચ્ચારણ કરીને આહૃવાન કરવું -‘ऊं अस्य श्री द्वादशाक्षर मंत्रस्य प्रजापति ऋषि: देवी गायत्री छन्द:, शालिग्राम देवता, ऊं बीजं, नम: च शक्ति रस्ति चतुर्विद्या सिद्धये, सर्व मनोरथ पूर्णाय च अस्य त्रस्य विनियोग:करोभ्यहम।' હાથમાં જળને પોતાના માથા, નેત્ર, મુખ, કાન તથા હૃદય પર લગાવવું. શાલિગ્રામ વિગ્રહની નજીક તે પાત્રનાં શ્રીયંત્ર સ્થાપિત કરીને તેમા કુમકુમ, ગુલાબ, ચોખા, કમળ, પુષ્પ, ફળ આદિ અર્પિત કરવા.

આ પૂજામાં સર્વપ્રથમ શ્રી લક્ષ્મીજીની પૂજા કરવાનો નિયમ છે. કમળકાકડીની માળાથી લક્ષ્મી બીજ મંત્રનો 5 વખત માળા જપવી. આ છે લક્ષ્મી બીજ મંત્ર " ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊं महालक्ष्म्यै नम:।” તે સિવાય એક મોટા પાત્રનાં જળ અને તેમાં ચંદન તથા સુંગધિત ગુલાબ જળમાં નાંખવા. હવે એક હાથનાં જળ પાત્ર અને બીજા હાથમાં ઘંટીને લઈને તેને વગાડતા શાલિગ્રામને અભિષેક કરવો.

જળ અભિષેક કરતી વખતે 108 વખત નિંરતર આ મંત્રનો જાપ કરવો ‘ऊं नारायण नम:, ऊं केशवाय नम:, ऊं वासुदेवाय नम:।'. તેના પછી શાલિગ્રામ પર તુલસી પત્ર ચંદન લગાવીને, સુંગધિંત પુષ્પ, ફળ વગેરે અર્પિત કરવા અને આ મંત્રનો 11 વખત જાપ કરવો‘ऊं नमो भगवते वासुदेवाय नम: मनोवांछित फल देहि देहि नम:।' જપ પૂરા થઈ જાય ત્યાર બાદ આરતી કરવી તથા અભિષેક કરવામાં આવેલ જળ પોતાને અને પરિવારના સભ્યોને ગ્રહન કરવા માટે આપવું.

આ પૂજા પુરૂષોત્તમ માસમા પ્રથમ ત્રણ દિવસ તથા અંતિન ત્રણ દિવસમાં અવશ્ય કરવી. તેની સાથે  શ્રીમદભાગવદ કથા, ગીતાનો પાઠ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પુરુષોત્તમ માસમાં કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

Post Comments