Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદામાં સ્નાન કર્યા બાદ અહીં ફરવા આવે છે હનુમાનજી

અમદાવાદ, તા. 17 મે 2018 ગુરુવાર

ભારત એક એવો દેશ છે, જ્યાં આસ્થા અને અંધવિશ્વવાસ સાથે જોડાયેલા કેટલાય કિસ્સા છે. અહીં આસ્તિક, નાસ્તિક અને અંધવિશ્વાસ તમામ પ્રકારના લોકો રહે છે.

દેશમાં એવી ઘણી માન્યતાઓ છે, જેને સુધારવામાં માણસ જાતે જ ગૂંચવાય જાય છે. તેવી જ રીતે કિવદંતિયોમાં એક કિસ્સો જબલપુરમાં જોવા મળ્યો. જ્યાં આસ્થા છે તે હનુમાનજી આજે પણ છે અને સ્નાન કર્યા પછી મંદિરમાં આવે છે.

રામાયણના એક પ્રસંગ છે કે કળયુગમાં હનુમાનજી ભક્તોના દુઃખ કરશે અને ન્યાય દેવતા શનિ દેવને ન્યાય પ્રદાન કરશે.

રામચરિત માનસના લંકા કાંડમાં વાક્ય છે કે, જ્યારે સીતા માતાની શોધમાં હનુમાનજી લંકા ગયા હતા, ત્યારે તેમણે રાવણ દ્વારા બંધક બનાવામાં આવેલા શનિદેવને તેમણે મુક્ત કરાવ્યા હતા.

તેના પછી શનિદેવએ તેમણે વચન આપ્યું હતું કે જે કોઈ હનુમાનજીની પૂજા અર્ચના કરશે, તેને શનિ પ્રકોપથી અથવા દોષ મુક્ત કરી દેશે.

હનુમાન ગઢીમાં મળ્યું જીવંત પ્રમાણ

રામચરિત માનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આજે પણ ગ્વારીઘાટ સ્થિત હનુમાનગઢીમાં બિરાજમાન હનુમાનજીની પ્રતિમા છે. જ્યાં હનુમાનજી પોતાના પગની નીચે શનિદેવને દબાવી રાખ્યા છે.

એવું માનવામાં આવે છે કે, આ પ્રતિમાં લગભગ 600 વર્ષ જૂની છે. આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે, જ્યોતિષથી કમ નથી, માત્ર અહીં આવવાથી લોકોની સમસ્યા દૂર થઈ જાય છે અને તેમની કુડળીમાં ખરાબ ગ્રહોની દશા દૂર થઈ જાય છે.

પ્રતિમામાં જોવા મળે છે હનુમાનજીના ભીના વાળ

આમ તો હનુમાનજીના ઘણા મંદિરો છે, પરંતુ જબલપુર ખારીઘાટ પર સ્થિત પ્રતિમાની કંઈક અલગ ઓળખાણ છે. આ પ્રતિમામાં હનુમાનજીના ભીના વાળ જોવા મળે છે. પ્રતિમામાં બજરંગ બલીએ શનિદેવને પગની નીચે દબાવીને રાખ્યા છે.

સ્નાન કરીને મંદિરમાં દરરોજ આવે છે પવનપુત્ર

મંદિરના સભ્યો અનુસાર, એવી માન્યતા છે કે, હનુમાનજી મંદિરની જગ્યાએ ફરવા માટે આવે છે અને ખારીઘાટ પર પીપળાના ઝાડ નીચે આવીને ઉભા રહે છે.

ખારીઘાટમાં હનુમાનજીની પ્રતિમાં પર વાળને પાણીથી પલડેલા દેખાય છે. તેવું પણ કહેવામાં આવે છે કે અહીંમા લોકોમાં આસ્થા છે કે હનુમાનજી આજે પણ ધરતી પર છે.

જો કે, લોકોની આસ્થા અથવા અંધવિશ્વાસ હોય પરંતુ પ્રતિમાની જીવંતતા લોકોને તેના પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરે છે.

Post Comments