Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, રોજા અને રમજાન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો

અમદાવાદ, તા. 17 મે 2018 ગુરુવાર

ઈસ્લામી કેલેન્ડરના નવમાં મહિનાને પાક મહિનો માનવામાં આવે છે અને આ મહિનાને રમજાન કહેવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં આ વર્ષે 17 મે રમજાનની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાને હિજરી પણ કહેવામાં આવે છે, જે પૂરા 30 દિવસનો હોય છે.

માનવામાં આવે છે આ મહિનામાં કુરાન વાંચવાથી પુણ્ય મળે છે. આજે જણાવીશું પાક મહિના સાથે જોડાયેલી 5 વાતો.

- શરૂ થઈ રહ્યો છે પાક મહિનો રમઝાન, આ દિવસે રાખવા રોજા

1. આ વર્ષે રમજાનમાં પાંચ જુમ્મા હશે. રમઝાનનો છેલ્લો જુમ્મા 15 જૂને છે, જેને અલવિદા જુમ્મા કહેવામાં આવે છે.

2. રમજાનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. 10 દિવસના પહેલા ભાગને રહમતો સમય તરીકે કરેવામાં આવે છે. બીજા 10 દિવસના ભાગને માફીનો સમય કહેવામાં આવે છે અને છેલ્લા 10 દિવસના ભાગમે જહન્નૂમથી બચવાના સમય કહેવામાં આવે છે.

3. રમજાનમાં રાખવામાં આવતા રોજાને ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે તાક્વા પ્રાપ્ત કરવામાં આવે છે. તાક્વાનો અર્થ છે અલ્લાહને નાપસંદ કામ ના કરીને તેમની પસંદનું કાર્ય કરવું.

4. આ મહિનામાં શબ-એ-કદ્ર મનાવામાં આવે છે, જે આ વખતે 11 જૂને હોય શકે છે. આ દિવસે મુસ્લિમ સમુદાય રાતે જાગીને ઈબાદત કરે છે.

5. મહિના પછી પહેલી તારીખે ઈદ ઉલ ફિતર મનાવામાં આવે છે. આ મહિનો દાન પુણ્ય કાર્ય કરવા માટેનો છે. એટલા માટે આ મહિનાને નેકિયા અને ઈબાદતનો મહિનો કહેવામાં આવે છે.

Post Comments