Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

113 વર્ષથી 200 લોકો સાથે મળીને બનાવી રહ્યા છે શ્રીકૃષ્ણ મંદિર

- આગ્રામાં 7મી અજાયબી તાજમહેલને પણ પાછળ કરી મૂકે તેવાં ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે

- મંદિરના નિર્માણમાં મજૂરોની ચોથી પેઢી કામ કરી રહી છે

આગ્રા, તા. 10 જુલાઇ 2017, સોમવાર 
 
તાજમહેલની ધરતી તરીકે જાણીતા આગ્રા શહેરમાં એક એવું મંદિર બની રહ્યુ છે, જે તાજમહેલ કરતા પણ શાનદાર બની રહ્યુ છે. આ મંદિર 113 વર્ષથી બનાવવામાં આવી રહ્યુ છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો એવા છે જે દુનિયાના 7મી અજાયબી તાજમહેલને પણ પાછળ કરી દેશે. 
 
આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર હશે, જેના નિર્માણમાં મજૂરોની ચોથી પેઢી નીકળી ગઇ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 113 વર્ષથી બની રહેલા આ મંદિરમાં અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. 
 
રાધાસ્વામી મતના પ્રથમ ગુરુ પૂરન ધાની મહારાજની સમાધિ અને મંદિર તાજમહેલની સામે દયાલબાગમાં બનાવવામાં આવી રહ્યુ છે. વિશ્વમાં આ વિચારધારાનું પાલન કરનાર લોકોની સંખ્યા 2 કરોડ કરતા પણ વધારે છે.
 
મંદિર અને સમાધિ સ્થળ, તાજની જેમ જ 52 કૂવાઓના પાયા પર બનાવવામાં આવ્યું છે. લગભગ 50થી 60 ફૂટ ઊંડાણ સુધી પથ્થરોને જમીનમાં અંદર નાંખીને તેના ઉપર પિલર બનાવવામાં આવ્યા છે. આ પિલરો ઉપર બની રહેલા ગુંબજને એવી રીતે બનાવવામાં આવી રહ્યુ છે કે ભૂકંપ અથવા તોફાનની કોઇ અસર તેના પર ન પડે. 
 
મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1904માં શરૂ કરવામાં આવ્યું હતુ. તેના નિર્માણ પાછળ 112 વર્ષ વીતી ગયા છે. હજુ તેને સંપૂર્ણ બનવા પાછળ બીજા 9 વર્ષ થઇ શકે છે. મંદિરનો નક્શો 100 વર્ષ પહેલા ઇટલીની એક કંપનીએ બનાવ્યો હતો. નક્શામાં દરેક વસ્તુ નિશ્ચિત કરવામાં આવી છે જેમ કે, કઇ જગ્યાએ કયું વૃક્ષ રોપવામાં આવશે. 112 વર્ષથી લગભગ 200 મજૂરો આ મંદિર બનાવી રહ્યા છે. હાલ મજૂરોની ચોથી પેઢી કામ કરી રહી છે.  
 
અહીં આવનાર શ્રદ્ધાળુઓ પાસેથી કોઇ દાન પણ લેવામાં આવતું નથી. પદાધિકારીઓએ સ્વીકાર્યુ છે કે લગભગ 7કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ખર્ચ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા ખર્ચ થઇ ચૂક્યા છે. મંદિર બનાવવામાં કોઇ પ્રકારની સરકારી અથવા બિનસરકારી મદદ લેવામાં આવી નથી. માત્ર રાધાસ્વામી મતના અનુયાયી પોતાના પૈસાથી આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે. 

Post Comments