Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, કેમ ખેડૂતો માટે ખાસ હોય છે પોંગલનો તહેવાર?

- પોંગલ મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવી છે

અમદાવાદ, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
પોંગલનો તહેવાર તમિલભાષી લોકોનો પ્રસિદ્ધ તહેવાર છે. જેને તમિલ લોકો તઇ પોંગલ નામથી મનાવે છે. તમિલ લોકો આ તહેવારને પાકનો તહેવાર અને સૂર્ય ભગવાનને આભાર માનવાનો તહેવાર કહે છે. 14 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ચાર દિવસ સુધી અનેક નામથી આ તહેવાર મનાવે છે. આ તહેવાર મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવી રહી છે. 
 
તમિલ કેલેન્ડર અનુસાર માર્ગશીર્ષ મહિનાના છેલ્લા દિવસોમાં બોગી પોંગલ મનાવવામાં આવે છે. આ દિવસે તમામ તામિલ લોકો પોતાના જૂના વિચાર, બેકાર વાતોને અગ્નિદાહ આપીને નવા વિચારોનું સ્વાગત કરે છે. આ દિવસે ઘરને પવિત્ર કરવામાં આવે છે. તઇ મહિનાના પહેલા દિવસે તઇ પોંગલ મનાવવામાં આવે છે. 
 
આ મહિનામાં બધા શુભ કાર્ય કરવામાં આવે છે. આ તહેવાર પર તમિલ લોકો પોતાના ઘરને કોલમથી સુશોભિત કરે છે. જેવી રીતે હિન્દૂ લોકો દિવાળી પર રંગોળી બનાવે છે તેવી જ રીતે તમિલ લોકો આ પર્વ પર લાલ અને સફેદ રંગથી કોલમ બનાવે છે.  
 
સફેદ રંગને વિષ્ણુ અને લાલ રંગને લક્ષ્મીમાતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કોલમ બનાવીને લક્ષ્મી અને વિષ્ણુને આમંત્રિત કરવામાં આવે છે. એવું લાગે છે કે ઘરમાં નારાયણ અને લક્ષ્મી નિવાસ છે. 
 
ભાંકરોટા નિવાસીએ જણાવ્યું કે તઇ પોંગલના દિવસે સવારે માટી અથવા તાંબાના વાસણમાં દૂધ ઉકાળવામાં આવે છે અને દૂધ વાસણમાંથી બહાર આવે તેની રાહ જોવામાં આવે છે. દૂધ ઉભરાઇને બહાર આવે તેને શુભ માનવામાં આવે છે. દૂધ ઉકાળ્યા બાદ ત્રણવાર પોંગલ બોલીને તેમાં ચોખા નાંખવામાં આવે છે. 
 
સીઝનનું પહેલો પાક આવે છે ત્યારે તે જ ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગોળ, ઇલાયચી અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને શર્કરઇ પોંગલ બનાવવામાં આવે છે. તેનાથી ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. સૂર્ય ભગવાનને કેળાના પાંદડાં પર 21 શાકભાજીઓ, શેરડી, આદુ, હળદર અને શર્કરઇ પોંગલનો ભોગ ચઢાવવામાં આવે છે. પોંગલને ખેતી-વાડીનો તહેવાર માનવામાં આવે છે. એટલા માટે તે બધાનો આભાર માનવામાં આવે છે જેના કારણે પાક ઉત્ત્પન્ન થયો છે. 
 
પશુઓ માટે કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે માટ્ટુ પોંગલ મનાવવામાં આવે છે. બળદને સ્નાન કરાવીને તેને સજાવીને પૂજા કરવામાં આવે છે. ખેડૂતના પરિવાર, બાળક અને વૃદ્ધ તમામ લોકો ખુશી મનાવવા માટે કાન્નમ પોંગલ મનાવવામાં આવે છે. આ તહેવાર પર અલગ-અલગ પ્રકારના ચોખા બનાવવામાં આવે છે અને તમામ લોકો સાથે બેસીને ખાય છે. માનવ મનમાં એકતાનો ભાવ પેદા કરવા માટે આ તહેવાર ખાસ છે. વર્ષમાં એકવાર આવતા આ તહેવારની મિઠાસ વર્ષભર રહે છે.

Post Comments