Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગવાન શિવજીના મંદિરમાં થતા ચમત્કારનું રહસ્ય આજે પણ અકબંધ છે

- ઝારખંડ જિલ્લાના આ શિવ મંદિરમાં આવનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે

- જાણો, શું છે આ ભોલે બાબાના ચમત્કારિક મંદિરનું રહસ્ય?

નવી દિલ્હી, તા. 17 જુલાઇ 2017, સોમવાર 
 
ઝારખંડના રામગઢ જિલ્લામાં આવેલા ભગવાન શિવનું એક રહસ્યમય શિવ મંદિર છે, જેના વિશે જાણ્યા બાદ શિવજીના ભક્ત ત્યાં એકવાર તો ચોક્કસપણે દર્શન માટે જશે.
 
સામાન્ય રીતે ભગવાન શિવને લઇને કેટલીય પૌરાણિક કથાઓ પ્રચલિત છે પરંતુ અહીં આજે પણ ભગવાન શિવજીના ચમત્કાર ક્યારેક ક્યારેક જોવા મળે છે. મંદિરની વિશેષ વાત તો એ છે કે અહીં વર્ષના 12 મહિના અને 24 કલાક જળાભિષેક થતો રહે છે. આ પૂજા વર્ષોથી થઇ રહી છે. માન્યતા અનુસાર આ સ્થળનું વર્ણન પુરાણોમાં પણ છે. ભક્તોને શ્રદ્ધા છે કે આ મંદિરમાં માંગી તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. 
 
સ્વયં અભિષેક કરે છે ગંગા
કહેવામાં આવે છે જ્યારે આ મંદિર વિશે અંગ્રેજોએ જાણ્યું અને તેમણે આ ચમત્કાર પોતાની નજરે જોયો તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આ પ્રકારની ઘટના જોતા લોકોની ભગવાન પ્રત્યેની આસ્થા વધારે મજબૂત બની જાય છે. મંદિરમાં પહોંચતા તેમને આખું શિવલિંગ જોવા મળ્યુ અને શિવલિંગની ઉપર ગંગાની પ્રતિમા મળી જેમની હથેળી પરથી આજે પણ શિવલિંગ પર ગંગાજળનો અભિષેક જોવા મળે છે. આ કારણથી જ આ રહસ્યમય મંદિર આજે પણ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ શિવ મંદિરને પહેલાથી 'તૂટી ઝરણા' મંદિરના નામથી ઓળખાય છે. આ રહસ્ય આજે પણ અકબંધ છે કે છેવટે આ પાણીનો સ્ત્રોત છે ક્યાં? 
 
લોકો દૂર-દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે અને આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. માન્યતા છે જે ભગવાનના આ અદ્દભૂત સ્વરૂપના માત્ર દર્શન કરવાથી જ તમામ મનોકામનાઓ પૂર્ણઁ થઇ જાય છે. શિવલિંગ પર પડતા જળને શ્રદ્ધાળુઓ પ્રસાદ સ્વરૂપ માનીને પોતાના ઘરે લઇ જતા હોય છે. આ જળ પીવાથી મન શાંત થાય છે અને કષ્ટથી લડવાની શક્તિ મળે છે. 

Post Comments