Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

MahaShivratri 2018 : જેવી મનોકામના હોય તેવા જ શિવલિંગની પૂજા કરો

- જાણો, કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવામાં આવે છે

અમદાવાદ, તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર 
 
ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે, ત્યારે શિવલિંગની પૂજા કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. શું તમે જાણો છો શિવલિંગ કેટલાય પ્રકારના હોય છે અને અલગ-અલગ મનોકામના પૂર્ણ કરવા માટે અલગ-અલગ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જાણો, કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવામાં આવે છે. 
 
- જો કોઇ વ્યક્તિને અકાળ મૃત્યુનો ભય સતાવતો હોય તો તેમણે દુર્વાને શિવલિંગ આકારમાં ગૂંથીને તેની પૂજા કરવી જોઇએ. 
 
- જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે આમળાથી બનેલા શોવલિંગનું રુદ્રાભિષેક કરવું જોઇએ. 
 
- તંત્ર-મંત્ર અથવા તો કોઇ પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો યજ્ઞની ભસ્મથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી જોઇએ. 
 
- જો સંતાન સુખ ઇચ્છતા હોય તો જવ, ઘઉં અને ચોખાને સમાન પ્રમાણમાં મિક્સ કરીને લોટ બાંધી લો અને આ લોટથી શિવલિંગ બનાવીને પૂજા કરો. 
 
- કોઇ વ્યક્તિ ગરીબ છે તો પીપળાની લાકડીથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી જોઇએ. 
 
- જો કોઇ સુખ-સમૃદ્ધિની કામના કરે છે તો તેમણે સોનાનાં શિવલિંગની પૂજા કરવી જોઇએ, સોનાનાં શિવલિંગની પૂજા કરવાથી અપાર ધન-સંપતિની પ્રાપ્તિ થાય છે.  

Post Comments