Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ મંદિરમાં ભગવાન શિવના શિવલિંગની જગ્યાએ તેમના પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે

અમદાવાદ, તા. 17 મે 2018 ગુરુવાર

દુનિયામાં ભગવાન શિવનાં કેટલાય મંદિર છે. બધા મંદિરની પોતાની આગવી વિશેષતા છે.

ભગવાન શિવના જેટલા પણ મંદિર છે, તે બધી જગ્યાએ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અથવા મૂર્તિની પૂજા. પરંતુ રાજસ્થાનમાં આવેલા માઉન્ટઆબુમા અચલગઢના અચલેશ્વર મહાદેવ મંદિર બીજા બધા મંદિર કરતા અલગ છે, કેમ કે આ મંદિરમાં ભગવાન શિવના શિવલિંગ કે મૂર્તિની નહીં પરંતુ તેમના પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુને અર્ધકાશીના નામથી પણ ઓળખવામાં આવે છે, કેમ કે અહીં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે.

પુરાણો અનુસાર, વારાણસી ભગવાન શિવની નગરી છે, તો માઉન્ટ આબુ ભગવાન શંકરની ઉપનગરી છે. અચલેશ્વર મહાદેવ મંદિર માઉન્ટઆબુથી લગભગ 11 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં અચલઢના પહાડિયો પર કિલ્લાની પાસે આવેલું છે.

આ મંદિરને લઈને કેટલીક માન્યતા પ્રચલિત છે. અહીંનો પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકેલો છે. જે દિવસે અંહીથી ભગવાન શિવનો અંગૂઠો ગાયબ થઈ જશે, તે દિવસે આ પર્વત નષ્ટ થઈ જશે. અહીં ભગવાનના અંગૂઠા નીચે એક પ્રાકૃતિક ખાડો બનેલો છે.

આ ખાડામાં ગમે તેટલું પાણી નાખો પરંતુ તે ક્યારે ભરાતું નથી. તેમાં ચઢાવવામાં આવતું પાણી ક્યાંથી આવે છે, તે આજે પણ એક રહસ્ય છે.

અચલેશ્વર મહાદેવ મંદિર પરિસરના ચોકમાં ચંપાનું વિશાળ ઝાડ છે. મંદિરમાં જમણી બાજુ કલાત્મક થાંભલા પર ધર્મકાંટા બનાવામાં આવેલું છે, જેની શિલ્પકલા અદભુત છે.

કહેવામાં આવે છે, કે આ ક્ષેત્રના શાસક રાજસિંહાસન પર બેઠતી વખતે અચલેશ્વર મહાદેવથી આર્શીવાદ પ્રાપ્ત કરી ધર્મકાંટેની નીચે પ્રજાની સાથે ન્યાયની શપથ લીધી હતી.

મંદિરના પરિસરમાં દ્વારકાધીશ મંદિર પણ છે. ગર્ભગૃહની બહાર વરાહ, નૃસિંહ, કચ્છપ, મત્સ્ય, કૃષ્ણ, રામ, પરશુરામ, બુદ્ધ અને કંલગી અવતારોના કાળા પત્થરની ભવ્ય મૂર્તિયો છે.

અચલેશ્વર મહાદેલ મંદિર અચલગઢની પહાડિયો પર અચલગઢના કિલ્લાની પાસે છે. અચલગઢનો કિલ્લો હવે ખંડેર થઈ ગયું છે.

કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ પરમાર રાજવંશ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના પછી 1452માં મહારાણા કુમ્ભાએ તેનું પુનનિર્માણ કરવામાં આવ્યુ હતું અને તેને અચલગઢ નામ આપવામાં આવ્યું છે.

Keywords lord,shiva,

Post Comments