Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, કેમ દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે?

- શાસ્ત્રોમાં લક્ષ્મીજીની આરાધના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

અમદાવાદ, તા. 12 ઑક્ટોબર 2017, ગુરુવાર 
 
દિવાળી પર્વની શરૂઆત થવામાં બસ હવે થોડાક જ દિવસ બાકી છે, માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ લંકા પર વિજય હાંસલ કરીને પોતાનું 14 વર્ષનું વનવાસ પૂરુ કરીને અયોધ્યા આવ્યા ત્યારે તેમના આગમનની ખુશીમાં રાજ્યભરને દીવડાની રોશનીથી ઝગમાવી દીધુ હતુ. ત્યારથી આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આ મહાપર્વના દિવસોમાં લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ધનની દેવીનું દિવાળી દરમ્યાન ઘરમાં આગમન થાય છે. શું તમે જાણો છો કે દિવાળીમાં લક્ષ્મીજીની આરાધના કેમ કરવામાં આવ્યા છે? 
 
ભારતીઓ અનુસાર 14 મનુઓનો સમય વીતી ગયા બાદ તેમજ પતન થયા બાદ પુન: નિર્માણ તેમજ નવી સૃષ્ટિની શરૂઆત દિવાળીના દિવસે જ થઇ હોવાનું માનવામાં આવે છે. નવારંભના કારણે અમાસને કાલરાત્રી પણ કહેવામાં આવી. 
 
આ દિવસે સૂર્ય પોતાની સાતમી એટલે કે તુલા રાશિમાં પ્રવેશ કરે છે તેમજ ઉત્તરાર્ધની શરૂઆત થાય છે. એટલા માટે કારતક મહિનાની પહેલી અમાસને જ નવી શરૂઆત તેમજ નવ નિર્માણનો સમય હોય છે. 
 
શાસ્ત્રોમાં કાલરાત્રીને શક્તિ રાત્રીની સંજ્ઞા આપવામાં આવી છે. કાલરાત્રીને દુશ્મન વિનાશક માનવામાં આવે છે આ સાથે જ શુભનું પ્રતીક, સુખ-સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. 
 
એવું પણ માનવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથનથી મા લક્ષ્મીનું આગમન થયુ તે દિવસે કૃષ્ણ પક્ષની અમાસ હતી. એક માન્યતા અનુસાર આ દિવસ મા લક્ષ્મીનો જન્મ દિવસ પણ છે. કેટલાક સ્થાનો પર કોજાગરાને દેવી લક્ષ્મીનો જન્મદિવસ મનાવામાં આવે છે. 

Post Comments