Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

7 ડિસેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 7 ડિસેમ્બર 2017, ગુરૂવાર
 
મેષ :
આજે માગશર વદ પાંચમનો ક્ષય છે. સાંજના ૭ ક. ૫૪ મિ. સુધી ગુરૃપુષ્યામૃતયોગ છે પરંતુ આજનો દિવસ અશાંતિ-ઉચાટમાં પસાર થાય.
 
વૃષભ :
નોકરચાકર-કારીગરવર્ગ-સ્ટાફના કારણે તમારા કામમાં તમે રૃકાવટ-મુશ્કેલી અનુભવો. સમયસર પોતાની ગણત્રી-ધારણા પ્રમાણે કામ થાય નહીં.
 
મિથુન :
કૌટુંબીક પ્રતિકૂળતા-ચિંતા-વિવાદ, નાણાંકીય કામગીરી-જવાબદારીમાં, રાજકીય-સરકારી કામમાં આપને શાંતિ-રાહત જણાય નહીં.
 
કર્ક :
વાણીની મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. મૌન રાખીને આક્ષેપ-અપયશ-વિવાદથી દૂર રહેવું. ચર્ચા-વિચારણામાં નુકસાન થાય.
 
સિંહ :
નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. નાણાંની લેવડદેવડમાં, જવાબદારીવાળા કામમાં બંધન અનુભવાય. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
 
કન્યા :
પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહે. પોતાના કાર્યક્ષેત્રમાં હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારથી ચિંતા રહ્યા કરે પરંતુ ધીરજથી લાભ થાય.
 
તુલા :
રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં ઉચાટ-ઉશ્કેરાટ અનુભવો. વડીલવર્ગની બિમારી કે અન્ય તકલીફથી ચિંતામાં રહો.
 
વૃશ્ચિક :
આક્ષેપ-અપયશ-વિવાદ થાય તેવું બોલવું નહીં. નુકસાન થાય છતાં હૃદય-મનને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરવો પડે.
 
ધન :
આકસ્મિક ચિંતા-ઉપાધિથી શારીરિક-માનસિક અસ્વસ્થતામાં અટવાયા કરો. ચક્કર, બી.પી., ડાયાબીટીસની વધઘટમાં સંભાળવું.
 
મકર :
જાહેર સંસ્થાકીય કામમાં, રાજકારણમાં, સરકારી કામમાં, નોકરી-ધંધાના કામમાં, સાંસારિક પ્રશ્નમાં આપને ચિંતા રહ્યા કરે.
 
કુંભ :
તમારા કાર્યક્ષેત્રમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ, સંજોગોમાં ધીરજ-શાંતિ-એકાગ્રતા જાળવીને નિર્ણય કરવો પડે.
 
મીન :
નુકસાન-વિવાદ-સંઘર્ષ થાય તેવો કોઇ નિર્ણય કે કામ તમારી ચિંતા-મુશ્કેલી-પરેશાનીમાં વધારો કરે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા આપના જન્મવર્ષમાં અવાર-નવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. હરોફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. પરંતુ જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ ચિંતામુક્ત થતા જાવ. ફેરફારીના સંજોગોમાં તમને ફાયદો-લાભ થાય.
 
સગા સંબંધી-મિત્રવર્ગ
સગા સંબંધી-મિત્રવર્ગથી અવારનવાર ચિંતા-પ્રતિકૂળતા અનુભવાય. સારા સંબંધ-વ્યવહારમાં ગેરસમજ-મનદુઃખ થાય. સંયુક્ત પરિવાર-સંયુક્ત મીલ્કતના પ્રશ્ને ચિંતા રહે.
 
આરોગ્ય
વર્ષારંભથી જ નિયમીત કસરત-વ્યાયામ-યોગ કરી, આહાર વિહારમાં નિયમીતતા-સંયમતા રાખીને શરીર-મનથી સ્વસ્થ રહેવાના પ્રયત્નો કરવા. મસ્તક-ગળામાં, પેટ, કમરમાં દર્દપીડાથી સંભાળવું.
 
ભાગ્ય પરિવર્તન
વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્ય પરિવર્તન થાય તેવા સંજોગો સર્જાય પરંતુ નોકરી-ધંધામાં સંભાળવું પડે.
 
વિદ્યારથીવર્ગ
વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. વિચારોના કારણે યાદશક્તિમાં ઘટાડો થાય.

Post Comments