Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

6 ડિસેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર
 
મેષ : 
સંકષ્ટ ચતુર્થી, સૌભાગ્ય સુંદરી વ્રતે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાનું કામ થાય, આવક થાય. સીઝનલ ધંધો થઈ શકે, આનંદ રહે.
 
વૃષભ : 
કામકાજનો ઉકેલ લાવવામાં, નવા કામની ચર્ચા-વિચારણામાં, પત્ની-સંતાન-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના સંબંધ સચવાય.
 
મિથુન : 
સંકષ્ટ ચતુર્થી- સૌભાગ્ય સુંદરી વ્રતે હરો-ફરો- કામ કરો પરંતુ ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-ચિંતા અનુભવો.
 
કર્ક : 
નાણાંની લેવડદેવડમાં, બેંકના કામમાં આજે આપે ધ્યાન રાખવું પડે. પારિવારિક-કૌટુંબીક અશાંતિ-વિવાદમાં શાંતિ જળવાય નહીં.
 
સિંહ : 
સંકષ્ટ ચતુર્થી- સૌબાગ્ય સુંદરી વ્રતે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા સાથે નોકરી-ધંધાનું, પુત્રપૌત્રાદિક, પરિવારનું કામ કરી શકો.
 
કન્યા : 
રોજીંદા કામમાં, જવાબદારીમાં પ્રવૃત્ત રહેવા  છતાં હૃદય-મનને શંતિ જણાય નહીં. આવક છતાં ખર્ચાના કારણે મુંઝવણ રહ્યા કરે.
 
તુલા : 
સંકષ્ટ ચતુર્થી-સૌભાગ્ય સુંદરી વ્રતે નોકરી-ધંધાના કામમાં, દેશ પરદેશના કામમાં, સંબંધ-વ્યવહારમાં સાનુકૂળત થતી જાય.
 
વૃશ્વિક : 
આજે આપે તન-મન-ધનથી-વાહનથી નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં સંભાળવું પડે. શાંતિથી દિવસ પસાર કરવો પડે.
 
ધન :
સાંજ પછી શારીરિક-માનસિક અસ્વસ્થતતાના કારણે આપ બેેચેની અનુભવો. રાત્રે ઊંઘ આવે નહીં. નકરાત્મક વિચારો ચાલ્યા કરે.
 
મકર : 
સંકષ્ટ ચતુર્થી-સૌભાગ્ય સુંદરી વર્તે વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં, નોકરી-ધંધાના કામમાં, સાનુકૂળતા રહે. વધારાનું કામ ઉકેલી શકાય.
 
કુંભ : 
નોકરી-ધંધામાં કામ ઉકેલાય. જુના-નવા સંબંધો-સંસ્મરણો, વ્યવહાર તાજા થાય.  આકસ્મિક કોઈ કામથી ચર્ચા-વિચારણા થાય.
 
મીન : 
બુધવારની બપોર બેચેનીવાળી રહે. ઉતાવળે કામ કરવામાં કે નિર્ણય કરવામાં તકલીફ થાય. અન્યના કારણે તમારું કામ વિલંબમાં પડે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ નોકરી-ધંધામાં લાભદાયી રહે. જેમને નોકરી ન હોય તેમને તેમજ નોકરી છુટી ગઈ હોય તેમને નોકરી મળવાથી રાહત રહે પરંતુ દૂર જવાનું થાય. સંતાનના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન નોકરી-ધંધાનો કે પરદેશના પ્રશ્નમાં સાનુકૂળતાથી તમે આનંદમાં રહો, હળવાશ અનુભવો.
 
વિવાહ-લગ્ન
અવિવાહિતને આ વર્ષમાં વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. પરણિત હોય તેમને પત્ની-સંતાનના નસીબ-ભાગ્યથી આવકમાં-સુખસંપત્તિમાં વધારો થાય.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. માન-સન્માન મેળવી શકો. સ્થળ-સ્થાન-કામની ફેરફારી થાય.
 
કૌટુંબીક પ્રતિકૂળતા
કૌટુંબીક પ્રતિકૂળતા-ચિંતા-વિવાદમાં શાંતિ-ધીરજ રાખીને પ્રશ્ન-કામ ઉકેલવામાં સફળતા મળે.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સારી તક મળે. મહેનત સાર્થક થાય.  પરદેશ કે બહારગામિ વિદ્યાભ્યાસ માટે દ્વિધાના પ્રયત્નોમાં સફળતા મળે.

Post Comments