Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

21 માર્ચ 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 21 માર્ચ 2017, મંગળવાર

મેષ :
વર્ષીતપનો આજથી પ્રારંભ થાય છે. પારસી જમશેદજી નવરોજ પર્વ છે. તેથી ધર્મકાર્ય થાય નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે.

વૃષભ :
આજે આપે શાંતિથી વાહન ચલાવવું. નોકરી-ધંધાના કામમાં, બેંકના, એ.ટી.એમ. પેટીએમના કામમાં જાગૃતિ સાવધાની રાખવી.

મિથુન :
વર્ષીતપના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં આનંદ રહે. પારસી જમશેદજી નવરોજ દિને આજે કામકાજમાં સાનુકુળતા રહે.

કર્ક :
બજારોની વધઘટમાં માનસિક પરિતાપ રહે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. નોકરીમાં ગુસ્સો કરવો નહીં. પગમાં મસ્તકમાં દર્દ પીડા રહે.

સિંહ :
જૈન વર્ષીતપના પ્રારંભે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે.

કન્યા :
નોકરી-ધંધાના કામમાં- ઘર- પરિવાર તેમજ સગા સંબંધી- મિત્રવર્ગ સાથેના સબંધ- વ્યવહારમાં આપને ચિંતા ઉચાટ રહ્યા કરે.

તુલા :
જૈન વર્ષીતપના પ્રારંભે ધર્મ કાર્યમાં, બહારના કે બહારગામના કામકાજમાં, નોકરી-ધંધાની મુલાકાતમાં પ્રગતિ જણાય-ધંધો થાય.

વૃશ્ચિક :
બજારોની- હવામાનની ફેરફારીમાં આપ ચિંતા- તકલીફ- મુશ્કેલી અનુભવો. ઉતાવળ- ઉશ્કેરાટ- ગુસ્સો કરવો નહીં.

ધન :
આજે આપે ધીરજ-શાંતિ- સ્વસ્થતા જાળવીને તમારા રોજીંદા કામમાં ધ્યાન રાખવું. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.

મકર :
બેંકના કામમાં, સરકારી ખાતાકીય કામમાં, કાનૂની કે પોલીસ કાર્યવાહીમાં જાહેર સંસ્થાકીય કે ભાગીદારીવાળા કામમાં આજે સંભાળવું પડે.

કુંભ :
હરિફ વર્ગ- ખટપટ- ઇર્ષા કરનાર નોકરી-ધંધામાં ચિંતા રખાવે. તમારા કામમાં પ્રગતિ- સફળતામાં અવરોધ રૃપ કામ કરે.

  મીન :
જૈન વર્ષીતપના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં તેમજ પુત્ર પૌત્રાદિક પરિવારના કામમાં ચિંતા બેચેની અનુભવ્યા કરો.
 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ આનંદ-ઉત્સાહનું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામકાજમાં તમારી મહેનત સાર્થક થાય. તમારા યશ પદ ધનમાં વધારો થાય. વર્ષારંભે ધર્મકાર્ય થાય, ખર્ચ થાય.

શારિરીક-માનસિક અસ્વસ્થતા
વર્ષારંભે આપને માનસિક અસ્વસ્થતા રહે. મન-હૃદયની વ્યગ્રતા-ચિંતામાં તમારું રોજીંદુ કામ એકાગ્રતાથી કરી શકો નહીં. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં શારિરીક કષ્ટ પીડાથી કામકાજમાં રુકાવટ- મુશ્કેલી અનુભવાય. આકસ્મિક બિમારી આવી જાય. શસ્ત્રક્રિયા થાય.

આવક-જાવક
આવક થાય, સુખસંપત્તિમાં વધારો થાય. ખરીદી થાય પરંતુ અવાર નવાર વધારાના આકસ્મિક ખર્ચા આવી જાય.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષના ઉત્તરાર્ધમાં આપને હળવાશ- રાહત રહે. આપના કામકાજમાં ધ્યાન આપી શકો. આવક થાય. ફસાયેલા નાણાં છુટા થાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિ જણાય પરંતુ આરોગ્યની કાળજી રાખવી પડે.

Post Comments