Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

20 માર્ચ 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 20 માર્ચ 2017, સોમવાર

મેષ :
આજે મારવાડી સાતમે સાયન સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતા ઉત્તર ગોલ-વિષુવદિનના પ્રારંભે નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

વૃષભ :
મારવાડી સાતમના આજના દિવસે નોકરી ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. પત્ની-સંતાન-પરિવારની ચિંતા રહે.

મિથુન :
આજે પત્ની-સંતાન-પરિવારના, નોકરી ધંધાના કામમાં આનંદ ઉત્સાહ રહે. જુના-નવા સંબંધો, સંસ્મરણો તાજા થાય. ધંધો થઈ શકે.

કર્ક :
વિચારોની દ્વિધા-ચિંતા આજે મારવાડી સાતમે અનુભવાય. નોકરી ધંધાના કામમાં, અન્ય કામમાં નુકસાન, ઈજા થાય નહીં તેનું ધ્યાન રાખવું.

સિંહ :
મારવાડી સાતમે આજે સાયન સૂર્ય મેષ રાશિમાં પરિભ્રમણ શરૃ કરતા ઉત્તરગોલ-વિષુવદિન શરૃઆત કામકાજમાં સાનુકૂળતા શરૃ કરાવે. લાભ થાય.

કન્યા :
સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના સબંધ-વ્યવહારમાં આપને ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વધારાનો ખર્ચ થાય, કંટાળો આવે.

તુલા :
આજે મારવાડી સાતમે ધર્મકાર્ય-શુભકાર્ય થાય. નોકરી ધંધાના કામમાં પ્રગતિ થાય. લાભ થાય. પરિવારનું કામ ઉકેલાય.

વૃશ્ચિક :
મારવાડી સાતમનો આજનો દિવસ આનંદ-ઉત્સાહનો રહે. કુટુંબ-પરિવારનું-પુત્રપૌત્રાદિકનું, નોકરી ધંધાનું કામ થઈ શકે.

ધન :
વિચારોની એકાગ્રતા-સ્થિરતા-શાંતિ જળવાય નહીં. પત્નીના, સાંસારીક પ્રશ્નની ચિંતા રહે.

મકર :
મારવાડી સાતમનો આજનો દિવસ ચિંતા-ખર્ચ-દોડધામનો રહે. પત્નીના કામમાં, નોકરી ધંધાના, સંતાનના કામમાં તકલીફ પડે.

કુંભ :
પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. વિચાર નિર્ણયમાં વિરોધાભાસ જણાય. પત્નીના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી ધંધાનું કામ શાંતિથી કરવું.

મીન :
નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. આવક થાય. સંતાનના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ ખરીદી કરવી પડે.
 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચિંતા-બંધનમાંથી મુક્ત થતા જાવ. તમારી શારિરીક-માનસિક સ્વસ્થતા તમારા કાર્યક્ષેત્રમાં સ્ફૂર્તિ, તાજગી, આનંદ ઉત્સાહ રખાવે. નોકરી-ધંધાના રૃકાવટવાળા એક પછી એક પ્રશ્ન ઉકેલાતા જાય. તમારી આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય. વિશેષમાં...

વર્ષારંભે ધર્મકાર્ય
વર્ષારંભે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા, શાંતિ-હળવાશ-પ્રફુલ્લિતતા અનુભવો. આ વર્ષમાં ધર્મકાર્ય વધારે થાય, દાન આપી શકો, અન્યને મદદરૃપ થઈ શકો. ધાર્મિક યાત્રા પ્રવાસ કરો, અન્યને કરાવો.

નોકરી-ધંધો
નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં ઘણા લાંબા સમયના સંઘર્ષમાં આપ ટકી રહ્યા હોવ તેમાં હવે તમારી સફળતા-પ્રગતિની શરૃઆત થાય. તમારી આવક-જાવકના પાસામાં આવકની સધ્ધરતા શરૃ થાય. સંબંધોમાં વધારો થાય. નવી તક પ્રાપ્ત થાય.

પત્ની-સંતાન-પરિવાર
પુત્ર પૌત્રાદિકની પ્રગતિ-સફળતાથી તમે આનંદમાં રહો. પરંતુ પત્નીના આરોગ્યના મુદ્દે ચિંતા-ખર્ચ રહે. બેચેની અનુભવાય. રોજીંદા કામમાં રૃકાવટ રહે. વિલંબ થાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વર્ષ સફળતા-પ્રગતિનું રહે પરંતુ મસ્તક-ગળામાં-ગરદનમાં દર્દપીડાથી અભ્યાસમાં એકાગ્રતા જળવાય નહીં.

Post Comments