Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

19 જૂન 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 19 જૂન 2017, સોમવાર
 
મેષ : 
બજારોની- હવામાનની ફેરફારીમાં આજે આપે ધંધાના કામમાં સંભાળવું પડે. નુકસાન- બગાડ- વિવાદથી ચિંતા રહે- નોકરીમાં ચિંતા રહે.
 
વૃષભ : 
નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા- ચિંતા, શ્રમ- થાક અનુભવો જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા શરૃ થાય.
 
મિથુન : 
તમારા રોજીંદા નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ક્ષણિક કોઈ કામ થાય ફાયદો લાભ થાય છતાં ચિંતા રહે.
 
કર્ક : 
નોકરી- ધંધાના કામમાં બજારોની હવામાનમાં ફેરફારીથી ચિંતા રહે. નુકસાન- બગાડ થાય નહિ તેની અગમચેતી સાવધાની રાખવી.
 
સિંહ : 
આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો. નોકરી- ધંધાનાકે અન્ય કામમાં જોખમ કરવું નહિ. શાંતિ રાખવી.
 
કન્યા :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હૃદય-મનને ચિંતા, અશાંતિ ઉચાટ રહે, અનિદ્રા અનુભવાય, અન્યના કારણે અશાંતિ રહે.
 
તુલા : 
નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ધંધો- આવક થાય, વધારાનું કામ થઈ શકે.
 
વૃશ્ચિક : 
આજે નોકરી- ધંધાન કામમાં, અન્ય કામમાં સાનુકૂળતા રહે, સીઝનલ ધંધો આવક થાય પરંતુ હવામાનની ફેરફારીમાં જાગૃતિ રાખવી.
 
ધન : 
આજે આપે ધીરજ- શાંતિ- સ્વસ્થતા જાળવીને નોકરી- ધંધાનું તેમજ ઘર- પરિવારનું કામ કરવું, સાંજ પછી હળવાશ થતી જાય.
 
મકર : 
કામમાં ઉતાવળ કરવામાં, ગાફેલ રહેવામાં તકલીફ થાય, નુકસાન થાય, વિવાદ- ચર્ચા- ગુસ્સામાં તમે મુશ્કેલીમાં મુકાવ.
 
કુંભ : 
તમારા રોજીંદા કામમાં સાનુકૂળ રહે, નોકરી- ધંધાનું કામ થાય, સરકારી- રાજકીય- ખાતાકીય કામમાં સાનુકૂળતા થતી જાય.
 
મીન : 
જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ આપ હળવાશ રાહત અનુભવતા જાવ, વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે નોકરી- ધંધાના કામમાં, ફેરફારી, કામમાં ફેરફારી કે સ્થળની ફેરફારી થાય. પરદેશ જવા માટેના પાસપોર્ટ- વીઝા મેળવવા અંગેની કાર્યવાહી થઈ શકે પરંતુ વર્ષારંભે સગા- સંબંધી- મિત્રવર્ગથી કડવો અનુભવ થાય. મનદુઃખ થાય, બી.પી.ની વધઘટમાં સંભાળવું પડે.
 
ધર્મકાર્ય - શુભકાર્ય :
વર્ષારંભે ધર્મકાર્ય- શુભકાર્ય, યાત્રા- પ્રવાસનો ખર્ચ થાય છતાં આનંદ રહે.
 
નોકરી- ધંધો :
નોકરી- ધંધામાં વર્ષારંભે ક્ષણિક કોઈ લાભ મળે, તક મળે- આવક થાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તન- મન- ધનથી સંભાળવું પડે. શારીરિક પ્રતિકૂળતાથી ધાર્યું કામ સમયસર થઈ શકે નહિ. ફરજિયાત આરામ કરવો પડે.
 
પત્ની- સંતાન :
અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય પત્ની- સંતાનના સહકારથી સાનુકૂળતા રાહત રહે, પરંતુ વર્ષાન્તે સંતાનના ઘડતર- ભણતર અંગે ચિંતા રહે.
 
વિદ્યાર્થી વર્ગ :
વિદ્યાર્થી વર્ગને મિત્રતાના વિચારોમાં, આકર્ષણમાં, સોબતમાં ભણવામાં એકાગ્રતા ન જળવાય, પરીક્ષાના પરિણામને અસર થાય, કારકિર્દીને પ્રગતિને અસર થાય.

Post Comments