Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

18 મે 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 18 મે 2017, ગુરુવાર 
 
મેષ : 
આજે રાત્રે ૧૦ ક. ૧૨ મિ.થી પંચક શરૃ થસે. દિવસ દરમ્યાન નોકરી ધંધાના કામમાં સાનુકુળતાથી આનંદરહે.
 
વૃષભ : 
નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં અન્યના સહકારથી આપ હળવાશ-રાહત-આનંદમાં રહી શકો. ખરીદી થાય.
 
મિથુન : 
કાલાષ્ટમીનો આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો. હૃદય-મનની વ્યગ્રતા-અશાંતિમાં ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં.
 
કર્ક : 
દિવસ દરમ્યાન કામની વ્યસ્તતામાં રહો પરંતુ જેમ જેમ રાત્રિ પસાર થાય તેમ તેમ ચિંતા-અનિંદ્રા અનુભવાય.
 
સિંહ : 
જુના-નવા સંબંધ-સંસ્મરણો તાજા થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકુળતા રહે. આકસ્મિક કોઇને મળવાનું થાય.
 
કન્યા : 
પુત્ર પૌત્રાદિકનું પરિવારનું કામ ઉકેલવામાં સાનુકુળતા રહે દેશ-પરદેશના કામ થાય. નોકરી ધંધામાં ફાયદો-લાભ થાય.
 
તુલા : 
કાલાષ્ટમીનો આજનો દિવસ હૃદય-મનની વ્યગ્રતાનો રહે. શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
 
વૃશ્ચિક : 
નોકરી ધંધાની મુલાકાતમાં, કામકાજમાં, ચર્ચા વિચારણામાં આજે વ્યસ્ત રહેવાનું થાય બહાર કે બહારગામ જવાનું થાય.
 
ધન : 
નોકરી ધંધાના કુટુંબ-પરિવાર સાથે સંકળાયેલ પ્રશ્નમાં કામકાજમાં ધ્યાન આપવું પડે. અગત્યના પ્રશ્ને ચર્ચા વિચારણા થાય.
 
મકર : 
નોકરી ધંધાના પત્ની-સંતાન-પરિવારના કામમાં આજનો દિવસ કાર્યસફળતા પ્રગતિનો રહે. આનંદથી કામ કરી શકે.
 
કુંભ : 
બંધનમાં આવી જાવ તેવો કોઈ નિર્ણય કે કામ કરવુ નહીં. સહી સીક્કા કરવામાં વાતચીત કરવામાં, નિર્ણય કરવામાં ધીરજ રાખવી.
 
મીન : 
વિલંબમાં પડેલ કામ ઉકેલાય. વધારાનું કામ થાય. નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો આવક થાય.
 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થતા જન્મવર્ષમાં આરોગ્યની કાળજી રાખવી. વ્યસની વ્યક્તિને ઘાતક બિમારી આવી જાય. યુવાન વર્ગને શસ્ત્ર-અસ્ત્ર-વાહનથી સંભાળવું પડે. બહારનું ખાવાપીવામાં-વ્યસનના સેવનમાં તકલીફ થાય.
 
ખર્ચ-વ્યય
આકસ્મિક ખર્ચ-વ્યય-નાણાંકીય નુકસાન વિશ્વાસઘાત-દગાના કારણે નાણાંકીય ભીંસમાં દેવામાં ફસાઈ જાય. જેમના જન્મના ગ્રહ નબળા હશે તેમણે વધુ મુશ્કેલીમાં મુકાવું પડે. બંધનમાં મુશ્કેલીમાં સમય પસાર કરવો પડે.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં ગાફેલ રહેવું નહીં. વધુ પડતા આત્મ વિશ્વાસમાં તકલીફ થાય. નવા નવી નોકરી કે ધંધો હોય તેમને વર્ષના ઉત્તરાર્ધમાં વધુ તકલીફ પડે. કાયમી કામકાજમાં લોભ કર્યા વગર આવક સાચવવાનું ધ્યાન રાખવું.
 
વડીલવર્ગની ચિંતા
વડીલવર્ગને બિમારી-ચિંતા આવી જાય. કાકા બાપાના સંયુક્ત પરિવારમાં ધંધામાં મતભેદ-વિવાદથી શાંતિ જણાય નહીં. વડીલવર્ગને પણ આક્ષેપ-અપયશ-અપમાનનો અનુભવ થાય.
 
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં, કારકિર્દીના ઘડતરમાં તકલીફ પડે. રૃકાવટ રહે. વિદ્યાશાખા-વિદ્યાસંસ્થા, સ્થળની ફેરફારી-પસંદગી અનિચ્છાએ કરવી પડે.

Post Comments