Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

18 માર્ચ 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 18 માર્ચ 2017, શનિવાર

મેષ :
આજના દિવસે અશાંતિ-ઉચાટ-ઉદ્વેગમાં, આંતરિક મનોવ્યથામાં કોઇ કામમાં ભૂલ કે નુકસાન થાય નહીં તેની કાળજી રાખવી.

વૃષભ :
માનસિક પરિતાપ છતાં કામની સફળતા-પ્રગતિ જણાય. વધારાનું કામકાજ કરી શકો. વ્યવહારિક-પારિવારિક કામ થાય.

મિથુન :
આંખમાં કસ્તર, જીવાત પડવાથી કે અન્ય તકલીફથી પીડા અનુભવાય. ચશ્માનું ધ્યાન રાખવું. વધારાનો ખર્ચ થાય. ચિંતા રહે.

કર્ક :
પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતાથી લાભ-ફાયદો થાય.

સિંહ :
અન્યના કારણે ચિંતા-ખર્ચ-દોડધામ- શ્રમ-થાક જણાય. નોકરી-ધંધાનું, ઘર પરિવારનું કામ શાંતિ-સ્વસ્થતાથી કરવું.

કન્યા :
હરોફરો - કામ કરો પરંતુ સ્વસ્થતા-બેચેની રહે. દાંત-દાઢ-કાનમાં-મોંમાં દર્દપીડાથી સંભાળવું. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું.

તુલા :
આજનો શનિવાર નોકરી-ધંધાના વધારાના કામના ઉકેલ માટે, ઘર પરિવાર, સગા સંબંધી-મિત્રવર્ગના કામના ઉકેલ માટે વ્યસ્તતાવાળો રહે.

વૃશ્ચિક :
માનસિક પરિતાપ-ચિંતા છતાં નોકરી-ધંધાનું કામ કરી શકો. અન્ય વધારાના કામને ઉકેલી શકો. સંતાનનું કામ થઇ શકે.

ધન :
આજે નુકસાન થાય, શારીરિક કષ્ટપીડા થાય તેવા કામ કરવા નહીં. શરીરનું સમતોલન ન જાળવાતા તકલીફ થાય.

મકર :
નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામનો ઉકેલ લાવવા માટે આજના શનિવારે વધારાનું કામ કરવું પડે. સંતાનનું કામ કરવું પડે.

કુંભ :
સગા-સંબંધી-મિત્રવર્ગને મળવા જવાનું થાય. વ્યવહારિક સંબંધ સાચવવો પડે. નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગથી ચિંતા રહે.

મીન :
નિકટના સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. સંતાનના કામ માટે બહાર જવું પડે. વધારાનો ખર્ચ કરવો પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે કાર્યસફળતા-પ્રગતિથી આનંદ ઉત્સાહ રહે પરંતુ જેમ જેમ વર્ષના મધ્યભાગમાં સમય પસાર કરો તેમ તેમ નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાનીપૂર્વકનું આયોજન રાખવું પડે.

વિશેષમાં -
કુટુંબ-પરિવાર
વર્ષારંભે કુટુંબ-પરિવારના પ્રશ્નો ઉકેલાય. સંયુક્ત મીલ્કત-સંયુક્ત પરિવારની ચિંતા-મુંઝવણ-મુશ્કેલી ઉકેલાતા આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. મકાન-ધંધાનો પ્રશ્ન સાનુકૂળ થવાથી આનંદ રહે.

આવકમાં વૃધ્ધિ
આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. કોઇની જામીનગીરીના બંધનમાં હોવ તો તેમાંથી મુક્ત થાવ. ગીરવે મૂકેલ મકાન-દાગીના છોડાવી શકો. તે સિવાય બચત આ વર્ષમાં થઇ શકે.

ધર્મકાર્ય-યાત્રાપ્રવાસ
ધર્મકાર્યમાં - આધ્યાત્મિકમાં - ગૂઢ શક્તિમાં, યોગ વિદ્યામાં, જ્ઞાન પ્રાપ્તિમાં વધારો થાય. તે અંગે યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનો ખર્ચ થાય.

નોકરી-ધંધો
વર્ષના મધ્યભાગમાં નોકરી-ધંધાના કામ થાય. આવક થાય પરંતુ વિશ્વાસઘાત-દગાથી-નુકસાનીથી તકલીફ થાય તેવા કોઇ જોખમો-નિર્ણયો કરવા નહીં.

Post Comments