Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 મે 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 મે 2018, ગુરુવાર

મેષ:
આપના કામમાં સાનુકુળતા જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ માટે આપે વ્યસ્ત રહેવાનું બને. નોકરીના કામ અંગે બહાર જવાનું થાય.

વૃષભ:
આપને માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જાહેર સંસ્થાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

મિથુન:
રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય તપાસમાં આપે સાવધાની રાખવી. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ચિંતા-ઉચાટ રહ્યા કરે.

કર્ક:
આપના કાર્યમાં પ્રગતિ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

સિંહ:
આપના રોજિંદા કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન- વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા જણાય.

કન્યા:
આપને અગત્યના કામકાજ અંગે યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

તુલા:
વધુ પડતા કામ-શ્રમના લીધે થાક- કંટાળો અનુભવાય. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.

વૃશ્ચિક:
સંસ્થાકીય કામકાજમાં વ્યસ્ત રહો. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે મહત્વના નિર્ણય લઇ શકાય.

ધન:
સીઝનલ ધંધામાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કામમાં આપે ધીરજ રાખવી. ઉતાવળ ના કરવી.

મકર:
આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. આપના કાર્યનો સરળતાથી ઉકેલ આવે. દેશ- પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ:
હૃદય-મનની વ્યગ્રતા-બેચેનીના લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. નોકરી-ધંધાના કાર્યમાં, અન્ય કાર્યમાં ઉતાવળ કરવી નહીં.

મીન:
આપના કામની પ્રશંસા થાય. ઉપરી વર્ગ સહકાર્કર વર્ગનો સાથ- સહકાર મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઇભાંડુનો સાથ રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ સરળતાવાળું રહે. જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ સરળતામાં વધારો થતો જાય. આનંદ-ઉત્સાહ લાભ ફાયદો જણાય.

નોકરી-ધંધો:
નોકરી-ધંધાકીય રીતે વર્ષ મધ્યમ રહે. જો કે વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપને સાનુકુળતા થતી જાય. દિવાળી બાદ વધુ સારું રહે. આપના વિલંબમાં અટવાયેલા કામ ઉકેલાતા જાય. જાહેર સંસ્થાકીય કાર્યોમાં પણ આપને સાનુકુળતા જણાય.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગ માટે વર્ષારંભ થોડી ચિંતાવાળો રહે. પિયર પક્ષની મોસાળ -સાસરી પક્ષની ચિંતા અનુભવાય પરંતુ વર્ષ પસાર થાય તેમ રાહત થતી જાય. વર્ષારંભે ઘર- પરિવાર અને વ્યવસાયને સાથે સંભાળવામાં મુશ્કેલી જણાય. પરંતુ વર્ષાન્તે આપને સાનુકુળતા થતી જાય. અવિવાહિતને વિવાહ- લગ્નની વાતચીત આવે કે નક્કી થાય.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ સાનુકુળ રહેશે. જો વર્ષારંભથી જ અભ્યાસમાં બરાબર મહેનત કરી હશે તો તેનું પરિણામ તેઓ મેળવી શકશે. પરંતુ લાગણીના સંબંધોમાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી પડે.

Post Comments