Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 મે 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 મે 2017, બુધવાર
 
મેષ : 
નોકરી-ધંધાના રોજીંદા કામમાં, પત્ની, સંતાનના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો - આવક થાય. સંબંધો તાજા થાય.
 
વૃષભ : 
દેશ પરદેશમાં રહેતા સગા સંબંધી- મિત્રવર્ગથી આનંદ રહે. તમારે પ્રવાસનું આયોજન ગોઠવાય, તે સિવાય નોકરી-ધંધામાં સંબંધો તાજા થાય.
 
મિથુન : 
ઓચિંતા બિમાર થઇ જાવ કે શારિરીક કષ્ટપીડા અનુભવાય. નોકરી-ધંધામાં નુકસાન- વિવાદ અશાંતિ ચિંતા ઉચાટ ઉદ્વેગમાં રહો.
 
કર્ક : 
હૃદય-મનની પ્રસન્નતા, આનંદ તમારા કામમાં, અન્યના કામમાં અનુભવી શકો. નોકરી-ધંધામાં ફાયદો લાભ થાય, કામ થાય.
 
સિંહ : 
નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક સામાજીક કુટુંબ પરિવારના પત્ની સંતાનના કામમાં સાનુકુળતા આનંદ હળવાશ રહે.
 
કન્યા : 
પુત્ર પૌત્રાદિકના કામકાજમાં ચિંતા રહે. તમારા પોતાના આરોગ્યની કાળજી રાખવી. મકાન જમીન મીલ્કતના પ્રશ્ને ચિંતા રહે.
 
તુલા : 
કૌટુંબીક- સાંસારીક ચિંતા અનુભવાય. પત્નીના કારણે, સાસરી પક્ષના કારણે ચિંતા ખર્ચ રહે. નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં.
 
વૃશ્ચિક : 
આનંદથી તમારું અંગત કામ કરી શકો. તે ઉપરાંત સંતાનના કામમાં, નોકરી-ધંધાના સંબંધ વ્યવહાર કામકાજમાં સાનુકુળતા રહે.
 
ધન : 
આકસ્મિક કોઇ કામ થાય. કામના અનુસંધાનમાં યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતનું આયોજન ગોઠવાય. વધારાનું કામ થાય.
 
મકર : 
આનંદ રહે. પુત્ર -પૌત્રાદિકથી સાનુકુળતા રહે. તેમના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના અગત્યના કામની ચર્ચા થાય.
 
કુંભ : 
ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત પરિવારમાં, સંયુક્ત ધંધામાં, સંયુક્ત કે સ્વતંત્ર મીલક્તના પ્રશ્નમાં ચિંતા ખર્ચ અનુભવાય.
 
મીન :
આનંદ-ઉત્સાહથી તમારું અંગત કામ સ્વતંત્ર રીતે કરી શકો. કામકાજમાં મોકળાશ અનુભવાય. અન્યનું કામ કરી શકો.
 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મ વર્ષમાં નોકરી-ધંધાના કામમાં માનસિક તણાવ- ચિંતા રહે. વર્ષારંભે ફેરફારી, સ્થળાંતર થાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં બંધન- પરવશતા અનુભવાય. હીરોમાંથી ઝીરો થઇ ગયાનો પરચો અકળામણ રખાવે. વર્ષારંભે ખર્ચ- પ્રવાસ વર્ષારંભે ધર્મકાર્ય થાય. યાત્રા-પ્રવાસ થાય પરંતુ લાંબા અંતરના યાત્રા-પ્રવાસમાં બિમાર થઇ જવાથી કે પડવા વાગવાથી તકલીફ પડે. પરદેશ પ્રવાસ માટેની પાસપોર્ટ, વીઝા કામગીરીમાં રુકાવટ રહે, વિલંબ થાય. 

 
નોકરી-ધંધો 
વર્ષારંભથી જ લોભ- લાલચ- ફેરફારી કર્યા વગર નોકરી-ધંધાના કામમાં, જવાબદારીમાં ધ્યાન રાખવું. અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. 
 
પત્ની- સંતાન- પરિવાર 
પત્ની- સંતાન- પરિવારના પ્રશ્ને અવાર નવાર ચિંતા રહે, આકસ્મિક વધારાનો ખર્ચ આવી જાય. છુટાછેડા, કાનુની કાર્યવાહીમાં તકલીફ પડે. 
 
વિદ્યાર્થીવર્ગ 
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા અપાવે. વર્ષારંભથી મહેનત કરવી.

Post Comments