Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 ફેબ્રુઆરી 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

મેષ :
તમારા રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. તે સિવાય પત્નીના કામમાં ધ્યાન આપવું પડે. જાહેર સંસ્થાકીય કામની ચિંતા રહે.

વૃષભ :
હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારથી ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં તકલીફ પડે તેમ છતાં તમારી મહેનત-દોડધામથી કામ થાય.

મિથુન :
નોકરી-ધંધાનું કામ થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પરંતુ સાસરીપક્ષના-પરદેશમાં રહેતા સગાસંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા રહે.

કર્ક :
આરોગ્યની પ્રતિકૂળતાના કારણે કંઈ ગમે નહીં. હરોફરો કામ કરો પરંતુ સ્ફૂર્તિ-સ્વસ્થતા-આનંદ-ઉત્સાહ જણાય નહીં.

સિંહ :
પત્ની-સંતાનના કારણે ચિંતા રહે. ગુસ્સો કરવામાં તકલીફ થાય. નોકરી-ધંધાનું કામ કરવામાં એકાગ્રતા રાખવી.

કન્યા :
ધંધો-આવક થાય. સીઝનલ કામમાં, નોકરીમાં આપને સાનુકૂળતા રહે. નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાય.

તુલા :
વિચારોની દ્વિધા રહે. ચિંતામાં અટવાયેલા રહો પરંતુ નોકરી-ધંધાનું કામ કરી શકો. આવક થાય. વધારાનું કામ થાય.

વૃશ્ચિક :
સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં, નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં, ઈન્કમટેક્ષ, સેલટેક્ષના કામકાજમાં ચિંતા અનુભવાય.

ધન :
આપના રોજીંદા કામમાં-નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સંતાનનું કામ થાય.

મકર :
નોકરી-ધંધાના કામ અંગે-અન્ય કામ અંગે વ્યસ્તતા રહે. વધારાના કામમાં ધ્યાન આપવું પડે. ચર્ચા વિચારણા થાય.

કુંભ :
નોકરી-ધંધાના સીઝનલ કામમાં સાનુકૂળતા રહે પરંતુ માલનો ભરાવો કરવો નહીં. ઉધારી ધંધો કરવો નહીં.

મીન :
વાણીમાં મીઠાસ-વ્યવહારમાં નમ્રતા રાખવી પડે. શેરોના કામમાં-નોકરી ધંધાના તેમજ સંતાનના કામમાં ચિંતા રહે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ કાર્યસફળતા પ્રગતિનું રહેવાથી તમારી હતાશા-નિરાશા દૂર થાય. ઓળખાણ-સંબંધોમાં વધારો થાય. જુના-નવા સંબંધો નોકરી ધંધાના ક્ષેત્રમાં, સંતાનના પ્રશ્નમાં લાભદાયી રહે.

વિશેષમાં...
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારી એકંદરે સારી રહે. વજનમાં, કોલેસ્ટ્રોલમાં વધારો રોકવા ખાવા પીવામાં કાળજી રાખવી પડે. સંયમતા રાખવી પડે. ડાયાબીટીસની અસરથી સંભાળવું પડે.

ભાગ્યોદય-ફેરફારી
ભાગ્યોદય થાય. ફેરફારી થાય. સ્થળ-સ્થાનની ફેરફારી થાય. પરદેશ જવાના પ્રયત્નોમાં સાનુકૂળતા રહે. પરદેશમાં રહેતા સંતાનને પી.આર. માટેના પ્રયત્નોમાં પ્રગતિ જણાય. કામકાજમાં સારી તક મળી જવાથી પરદેશમાં રહેવા માટેની તક પ્રાપ્ત થાય.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષ સાનુકૂળ થતું જાય. વર્ષના ઉત્તરાર્ધમાં ફાયદો-લાભ થાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને ભણતર-ઘડતર માટે વર્ષ સાનુકૂળ રહે.

Post Comments