Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

17 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 17 એપ્રિલ 2018, મંગળવાર
 
મેષ: 
આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા- સફળતા મળે.
 
વૃષભ: 
રાજકીય- સરકારી કામમાં, કોર્ટ - કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નોકરીમાં ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી.
 
મિથુન: 
પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા- પરેશાનીમાં ઘટાડો થાય. નોકરી-ધંધામાં આપની વાણીની મીઠાશ આપને મદદરૃપ બને.
 
કર્ક: 
દિવસ દરમ્યાન કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
 
સિંહ: 
દેશ- પરદેશના કામમાં પ્રગતિ જણાય. અગત્યના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું ગોઠવાય. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
 
કન્યા: 
આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મન વ્યગ્રતા- બેચેની અનુભવ્યા કરો. નાણાકીય લેવડ દેવડના કામમાં સાવધાની રાખવી.
 
તુલા: 
રાજકીય- સરકારી કામ અંગે, જાહેર સંસ્થાકીય કામ અંગે દોડધામ જણાય. બહાર જવાનું થાય. મિલન- મુલાકાત થઇ શકે.
 
વૃશ્ચિક : 
નોકરી-ધંધાના કામમાં આપને દોડધામ- શ્રમ જણાય. હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.
 
ધન: 
આવેલી રુકાવટ- મુશ્કેલીને આપની બુદ્ધિ- અનુભવ આવડતના આધારે દૂર કરી પ્રગતિ કરી શકો. સંતાનનો સાથ- સહકાર મળતા રાહત અનુભવાય.
 
મકર:
હૃદય-મનની વ્યગ્રતા- બેચેનીના લીધે કામમાં મન લાગે નહીં. કામ કરવાની ઇચ્છા થાય નહીં. અનિચ્છાએ કાર્ય કરવામાં ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું.
 
કુંભ: 
નોકરી-ધંધામાં બઢતી બદલીના પ્રશ્નમાં સાનુકૂળતા- પ્રગતિ જણાય. ભાઈ-ભાંડુવર્ગના સાથ- સહકારથી કામમાં રાહત જણાય.
 
મીન: 
કૌટુંબિક- પારિવારિક- સામાજિક- વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આકસ્મિક  ઘરાકી આવી જવાથી લાભ થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આપે વર્ષ દરમ્યાન ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું. આપે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં તેમજ અન્ય કોઇના ભરોસે પણ રહેવું નહીં. મોટા જોખમો વધારવા નહીં.
 
આરોગ્ય સુખાકારી : આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ ઠીક રહે. વર્ષ દરમ્યાન કોઇને કોઇ તકલીફ અનુભવાય. તેમાં પણ વર્ષના અંતમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. છાતીમાં, પેટમાં, પેઢુમાં, ગુદા ભાગમાં તકલીફ થાય. જૂની તકલીફ ફરિવાર ઉથલો ના મારે તેનું ધ્યાન રાખવું પડે.
 
નોકરી ધંધો : નોકરી ધંધામાં વર્ષના મધ્ય ભાગ સુધી થોડીક રાહત જણાય. જો કે આપે ધ્યાન તો રાખવાનું જ છે. નવા કોઇ જોખમો વધારવા નહીં. વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની મુશ્કેલી પરેશાની રુકાવટમાં વધારો થતો જાય. શું કરવું તેની સૂઝ પડે નહીં.
 
વિદ્યાર્થીવર્ગ :- વિદ્યાર્થીબંધુએ વર્ષારંભથી જ મહેનતનો પ્રારંભ કરવો. વર્ષ નબળું હોવાના લીધે મહેનત વધારી દેવી. ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી પડે.

Post Comments