Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 ફેબ્રુઆરી 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૃવાર

મેષ :
કેશલેસના વ્યવહારમાં, કામકાજમાં, ઉઘરાણીમાં આપે ધ્યાન રાખવું. સરકારી-કાનૂની-પોલીસ કાર્યવાહીમાં ચિંતા રહે.

વૃષભ :
વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. અન્યના સહકારથી તમારું કામ સરળ થતું જાય. પરંતુ ગાફેલ રહેવું નહીં.

મિથુન :
પુત્રપૌત્રાદિકના વિદ્યાભ્યાસના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના રૃકાવટવાળા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે.

કર્ક :
આરોગ્યની કાળજી રાખવી. સગા સંબંધી-મિત્રવર્ગ-વડીલવર્ગમાં બિમારી-ચિંતા આવી જાય. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે.

સિંહ :
રસ્તામાં આવતા-જતા, વાહન ચલાવતા અન્યના કારણે એકાગ્રતા ન સચવાતા તકલીફ થાય. સાંસારીક પ્રશ્ને ચિંતા રહે.

કન્યા :
ધંધો-આવક થાય. સીઝનલ નોકરીનું કામ થાય પરંતુ મકાન-જમીન-બાંધકામ-ટ્રાવેલ્સના કામમાં જાતૃતિ-સાવધાની રાખવી.

તુલા :
નોકરી-ધંધાનું કામ કરી શકો. સગા સંબંધી-મિત્રવર્ગથી, સાંસારીક પ્રશ્નથી હળવાશ રહે. શેરોની લે-વેચમાં - ધાતુના ધંધામાં ચિંતા રહે.

વૃશ્ચિક :
છાતીમાં - પીઠમાં - આંખમાં - ફેફસામાં દર્દપીડાથી સંભાળવું. બેંકના, એ.ટી.એમ. પેટીએમ કેશલેસના કામમાં જાગૃતિ રાખવી.

ધન :
ભાઇભાંડુ-નોકરચાકર-કારીગર વર્ગના પ્રશ્ને ચિંતા રહે. તે સિવાય નોકરી-ધંધાના - પરિવારના કામમાં ધ્યાન આપી શકો.

મકર :
શનિની પનોતીની પ્રતિકૂળતામાં નાણાંકીય ચિંતા-ખેંચ-મુંઝવણ રહે. નોકરી-ધંધાના કામમાં માનસિક તણાવ રહે.

કુંભ :
ચિંતા-વ્યથામાં રાહત રહે. તમારા રોજીંદા રૃકાવટવાળા કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. ચર્ચાવિચારણા થઇ શકે.

મીન :
નુકસાન-બંધન થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં. ભાગીદારીવાળા ધંધામાં-કામમાં, નોકરીમાં જાગૃતિ-સાવધાની રાખવી.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થઇ રહેલ જન્મવર્ષ યશ-પ્રતિષ્ઠાનું રહે. તમારી મહેનતનું શુભફળ પ્રાપ્ત કરી શકો. સારી તક પ્રાપ્ત થાય. પરદેશના પાસપોર્ટ - વીઝાની કામગીરી - સહી સીક્કાની કામગીરી થઇ શકે. ધર્મકાર્ય - શુભકાર્યનો, યાત્રા-પ્રવાસનો ખર્ચ થાય.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આ વર્ષ ફેરફારીનું રહે. હતાશા નિરાશા દૂર થાય, આવક થાય પરંતુ દોડધામ વધારે રહે. દૂર જવાનું થાય. આર્થિક ફાયદો થાય.

ખર્ચખરીદી
આ વર્ષ ખર્ચખરીદીનું રહે. પરંતુ આનંદ રહે. ભાઇભાંડુ-મકાન-મીલ્કતના પ્રશ્ન ઉકેલાય. કૌટુંબીક પ્રતિકૂળતા હળવી થાય. સંબંધોમાં હકારાત્મકતા જણાય.

સંતાનને સ્થળાંતર
સંતાનને વિદ્યાભ્યાસ માટે, વ્યવસાય અર્થે બહારગામ કે પરદેશ જવાનું થાય. સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવા જવાનું થાય.

સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને માતૃપક્ષ - પિતૃપક્ષની તેમજ મિત્રવર્ગની ચિંતા રહે. સ્તનમાં દર્દપીડાથી સંભાળવું પડે.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડે.

Post Comments