Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર
 
મેષ : 
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ છતાં કામમાં વ્યસ્ત રહો. જાહેર-સંસ્થાકીય કામમાં આપે સાવધાની રાખવી. વાણીની સંયમતા રાખવી.
 
વૃષભ : 
નોકરી ધંધાના કામમાં મુશ્કેલી અનુભવાય. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય કરવામાં રૃકાવટ જણાય. દોડધામ-શ્રમમાં વધારો થાય.
 
મિથુન : 
ધીરે ધીરે આપના કાર્યમાં સરળતા-સાનુકૂળતા થતી જાય. પારિવારીક-સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર જણાય.
 
કર્ક : 
આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામમાં પ્રગતિ જણાય. મિત્રવર્ગ - સગાસંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું થાય.
 
સિંહ : 
ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતી જાય. માનસિક- શારીરિક- પરેશાનીઓનો અંત આવે. આપના કાર્યમાં મન પરોવી શકો.
 
કન્યા : 
આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કાર્યનો ઉકેલ ન આવવાથી બેચેની અનુભવો.
 
તુલા : 
આપના કાર્ય અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ઈચ્છિત વ્યક્તિ સાથેની આપની મુલાકાતમાં સાનુકૂળતા જણાય.
 
વૃશ્ચિક : 
સાસરીપક્ષ - મોસાળ પક્ષના કામકાજ અંગે આપે દોડધામ-શ્રમ-ખર્ચ કરવા પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
 
ધન : 
આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. પારિવારીક વ્યવસાયમાં પરિવારનો સાથ-સહકાર મળતા આનંદ થાય.
 
મકર : 
નોકરી-ધંધાના કાર્યમાં વિલંબ-રૃકાવટ જણાય. ધાર્યા પ્રમાણેનું કાર્ય કરવામાં મુશ્કેલી પડે. ધીરજ અને શાંતિ રાખવા.
 
કુંભ : 
આપને યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ-ઉત્સાહ રહે. ઉપરીવર્ગ આપના કાર્યની કદર-પ્રશંસા કરે.
 
મીન : 
આપના કાર્યમાં ધીરે-ધીરે પ્રવૃત્ત થતા જાવ. માનસિક પરિતાપ ઓછો થતો જાય. ઘર-પરિવારના સભ્યોનો સાથ મળી રહે.
 
જન્મતારીખ વર્ષસંકેત
 
આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. વર્ષની શરૃઆતમાં હજુ પણ થોડી રાહત અનુભવો પરંતુ જેમ જેમ વર્ષ આગળ પસાર થતું જાય તેમ તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય.
 
નોકરી-ધંધો: 
નોકરી-ધંધાની દ્રષ્ટિએ વર્ષ ઠીક છે. આપ મહેનત કરો પરંતુ મુશ્કેલીમાં અટવાયા કરો. એક મુશ્કેલીમાંથી બહાર નીકળો ના નીકળો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે. અન્ય કોઈના ભરોસે રહેવામાં આપની મુશ્કેલીમાં વધારો થાય.
 
નાણાંકીય સ્થિતિ: 
નાણાંકીય પરિસ્થિતિ ઠીક રહે. વર્ષના મધ્યભાગ સુધી એક-બે કામ ધીરે ધીરે થતાં રહેતા આવક થાય. પરંતુ ત્યારબાદ નાણાંકીય રીતે વર્ષ મુશ્કેલ રહે. વિશેષ સાવધાની રાખવી પડે.
 
સ્ત્રીવર્ગ: 
સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. માતૃપક્ષે - સાસરી પક્ષે બિમારી ચિંતા-દોડધામનું આવરણ આવી જાય.

Post Comments