Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 15 નવેમ્બર 2017, બુધવાર
 
મેષ : 
વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. પરંતુ જેમ જેમ દિવસ-રાત પસાર થાય તેમ તેમ ચિંતા રહ્યા કરે.
 
વૃષભ : 
આપના અગત્યના કામનો ઉકેલ લાવવામાં વ્યસ્ત રહો. પરંતુ શરદી-કફ-ખાંસી-વાયરલ ઈન્ફેક્શનથી સંભાળવું પડે.
 
મિથુન : 
વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતાથી નોકરી-ધંધાના કામ કરવા પડે. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની ચિંતાથી બેચેની રહે.
 
કર્ક : 
નોકરી-ધંધાની મુલાકાત-ચર્ચા વિચારણા થાય. કૌટુંબીક-પારિવારિક કામ અંગેની ચર્ચા-વિચારણા થઈ શકે.
 
સિંહ : 
ખર્ચ થાય પરંતુ આનંદ રહે. કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. ઉઘરાણીના નાણાં આવવાથી ધંધો-આવક થવાથી હળવાશ રહે.
 
કન્યા : 
નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. જુના નવા સંબંધોમાં ફાયદો-લાભ થઈ શકે.
 
તુલા : 
જાહેર સંસ્થાકીય કામમાં, સંબંધ-વ્યવહારમાં, નોકરી ધંધાના સરકારી-ખાતાકીય-રાજકીય-કાનૂની કામમાં સંભાળવું પડે.
 
વૃશ્ચિક :
કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. યશ-સફળતા મળે. નોકરી-ધંધામાં આવક થાય. બેંકનું કામ થાય. ફસાયેલા નાણાં છુટા થાય.
 
ધન : 
ધીરજ-સ્વસ્થતા જાળવવી. લોભ-લાલચ-ઉતાવળમાં નુકસાન થાય, કામ અટકી પડે. પરદેશના કામમાં જાગૃતિ રાખવી.
 
મકર : 
તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. કામ ઉકેલાય, ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગથી સાનુકૂળતા રહે.
 
કુંભ : 
આકસ્મિક ચિંતા-ઉપાધિ-પીડા-મુશ્કેલીના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવો.
 
મીન : 
આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પરંતુ જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ ચિંતા-વિચારોમાં અટવાયેલા રહો.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. મહેનત-દોડધામના પ્રમાણમાં ફળ ઓછું પ્રાપ્ત થાય. કૌટુંબીક-વ્યવહારિક પ્રશ્નોમાં-પ્રસંગમાં તકલીફ પડે. હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.
 
આરોગ્ય :
આરોગ્યની કાળજી રાખવી. છાતીમાં દર્દ પીડા, બી.પી.ની વધઘટમાં ધ્યાન રાખવું પડે. તે સિવાય તમારા રોજીંદા કામ કરી શકો. સંઘર્ષ છતાં કામ ઉકેલાય, હળવાશ રહે.
 
આવક-જાવક
આવક થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. તેમ છતાં હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. અન્યના કારણે ચિંતામાં રહો, મુશ્કેલી અનુભવો.
 
મીલ્કનતો પ્રશ્ન
સંયુક્ત મીલ્કત કે વ્યક્તિગત મીલ્કતના પ્રશ્નમાં તકલીફ પડે. સબંધ-વ્યવહાર-કામકાજમાં પ્રતિકૂળતા રહે. આડોશ-પાડોશ-મિત્રવર્ગના કારણે ઉચાટ-ઉદ્વેગમાં રહો.
 
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગને સગા સંબંધી-મિત્રવર્ગથી કડવો અનુભવ થાય. સારા સંબંધમાં મનદુઃખ થાય, ગેરસમજથી સંબંધ ઓછા થાય. પ્રેમ-મિત્રતા-લાગણીના-લગ્નના પ્રશ્નમાં વિશ્વાસઘાત-દગો થાય. શરીર-મનની અસ્વસ્થતા અનુભવો.

Post Comments