Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 ફેબ્રુઆરી 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી 2017, બુધવાર

મેષ :
આજે પાંચમ વૃધ્ધિતિથિએ વેપાર ધંધામાં, બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે. નોકરીમાં ગાફેલ રહેવું નહીં.

વૃષભ :
નોકરી-ધંધાના કામમાં, ધાતુના વેપાર-ધંધામાં, મકાન-જમીન-બાંધકામના ધંધામાં વૃધ્ધિતિથિએ શાંતિ-ધીરજથી નિર્ણય કરવો.

મિથુન :
નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે પરંતુ કમિશન-દલાલી-એજન્સીના કામમાં, સીઝનલ ધંધામાં સાનુકૂળતા રહે.

કર્ક :
નોકરી-ધંધાનું કામ કરી શકો પરંતુ નાણાંકીય કામમાં-કૌટુંબીક કામમાં ચિંતા-ખર્ચ રહે. નોકર ચાકર વર્ગથી ચિંતા રહે.

સિંહ :
બજારોની વધઘટમાં, નવા ધંધામાં-બેંકના, એટીએમ-પેટીએમના કામમાં-વ્યવહારમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

કન્યા :
લોખંડ-જમીન-બાંધકામના ધંધામાં-ધાતુના ધંધામાં, ઈન્કમટેક્ષ-સેલ્સટેક્ષના કામમાં-નોકરીમાં ચિંતા-વ્યથા રહ્યા કરે.

તુલા :
શેરોની લે-વેચમાં, વધઘટમાં સાવધાની રાખવી. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ-વિવાહ લગ્નના પ્રશ્ને ચિંતા રહે.

વૃશ્ચિક :
આજની વૃધ્ધિ તિથિએ હૃદય-મનને શાંતિ જણાય નહીં. અન્યના કારણે તમારા કામમાં મુશ્કેલી-ચિંતા-ખર્ચ-દોડધામ રહે.

ધન :
નોકરી-ધંધાના કમિશન-દલાલી-એજન્સીના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. ધંધો મળી રહે.

મકર :
આજની વૃધ્ધિતિથિએ બેંકના, એ.ટી.એમ.ના, પેટીએમના કામમાં, નાણાંની લેવડ દેવડમાં ચોકસાઈ-સાવધાની રાખવી.

કુંભ :
સ્વસ્થતા જાળવવી. કામમાં એકાગ્રતા રાખવી. નાણાંકીય જોખમમાં વધારો કરવો નહીં. નોકરી-ધંધામાં શાંતિ રાખવી પડે.

મીન :
સોના-ચાંદી-ધાતુના વેપારમાં લોભ-લાલચ કરવી નહીં. વ્યવહારિક-સામાજિક કામમાં, સંતાનના કામ માટે ખર્ચ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષ દરમ્યાન મકાન-જમીન, સગા સંબંધી-વડીલવર્ગ, માતાપિતા-સાસુ સસરાથી ચિંતા-ખર્ચ અનુભવાય. નોકરી-ધંધાના કામમાં ચિંતા-ખર્ચ અનુભવાય. નોકરી-ધંધાના કામમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે પરંતુ સંતાનના કામમાં પ્રગતિ-સફળતાથી આનંદ અનુભવાય.

આરોગ્ય
જન્મવર્ષના પ્રથમ મહિના દરમ્યાન શારીરિક, માનસિક પ્રતિકૂળતા રહે. છાતીમાં, પીઠમાં, આંખમાં દર્દપીડાથી ધ્યાન રાખવું પડે. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.

આવક-જાવક
આ વર્ષમાં આવક થતી રહે. આકસ્મિક કોઈ લાભ-ફાયદો થાય. પરંતુ મકાન-જમીન-વાહનની ખરીદીમાં, સટ્ટાકીય શેરોના કે અન્ય કામમાં નુકસાન-વિશ્વાસઘાત-દગાથી નાણાંભીડ મુશ્કેલી અનુભવાય.

સાંસારીક જીવન
સાંસારીક જીવનમાં સાનુકૂળતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરંતુ મિત્રવર્ગના આકર્ષણમાં, ઈચ્છિત લગ્નના પ્રશ્નમાં દગો થાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહે પરંતુ મિત્રવર્ગની સોબતમાં સમયના વ્યયમાં ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય નહીં.

Post Comments