Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 સપ્ટેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૃવાર

મેષ : દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. સંયુક્ત ધંધામાં ભાઇભાંડુનો સાથ-સહકાર મળે.

વૃષભ :
આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ કરવી પડે. ધંધામાં સાનુકૂળતા જણાય. આવક થાય.

મિથુન :
જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને ધીરે ધીરે રાહત-શાંતિ થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.

કર્ક :
માનસિક પરિતાપ, વિચારોની દ્વિધાના લીધે અસમંજસની સ્થિતિમાં મૂકાઇ જાવ. શું કરવું - શું ન કરવું તે અંગે મુંઝવણ અનુભવો.

સિંહ :
આપને કામમાં સાનુકૂળતા - પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય. ધંધામાં આવક થતાં આનંદ થાય.

કન્યા :
આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને થોડી મુંઝવણ રહે. તેમ છતાં કંઇક ઉકેલ દેખાતા રાહત થાય.

તુલા :
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આપના સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળતા કામનો જલ્દી ઉકેલ આવે.

વૃશ્ચિક :
આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરો પરંતુ કોઇને કોઇ કારણસર કામમાં મન લગાવી શકો નહીં કે કામમાં રૃકાવટ જણાય.

ધન :
જાહેર-સંસ્થાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. પત્ની સાથે વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી અનુભવાય.

મકર :
રાજકીય-સરકારી કામમાં દોડધામ જણાય પરંતુ કંઇક ઉકેલ દેખાતા કામ કરવાનો ઉત્સાહ વધે. આકસ્મિક ખર્ચ કરવો પડે.

કુંભ :
આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કાર્ય કરવામાં સાનુકૂળતા જણાય. ધંધામાં પુત્રપૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

મીન :
નોકરી-ધંધાના કામ અગે દ્વિધા-ચિંતા-દોડધામ જણાય. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને કોઇ નિર્ણય કરવા નહીં.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ સાનુકૂળતા થતી જાય.

નોકરી-ધંધો :
નોકરી-ધંધાની દ્રષ્ટિએ વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું રહે. આપના રૃકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપના યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી કાર્યરચના થાય.

નાણાંકીય :
નાણાંકીય રીતે વર્ષ મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન સાવધાનીપૂર્વક કરવું. આવક થાય. પરંતુ ખોટા ખર્ચા, આકસ્મિક ખર્ચાને લીધે  નાણાંભીડ જેવું અનુભવાય.

વિદ્યાર્થીબંધુ :
વિદ્યાર્થીબંધુ માટે વર્ષ સાનુકૂળ રહેશે. આપની મહેનતનું ફળ આપને મળી રહે. કારકિર્દીનું વર્ષ હોય તેમણે વધુ ધ્યાન આપી વર્ષારંભથી મહેનત ચાલુ કરી દેવી જેથી યોગ્ય પરિણામ મેળવી શકો.

Post Comments