Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 14 નવેમ્બર 2017, મંગળવાર
 
મેષ : 
ઉત્પત્તિ એકાદશીએ ધર્મકાર્ય થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકે. પરિવારને મદદરૃપ થઇ શકો. ધંધો થાય.
 
વૃષભ : 
પત્ની-સંતાનના સહકારથી તેમના કામ ઉકેલવામાં સાનુકુળતા રહે. નોકરી-ધંધાના-શેરોના કામ થઇ શકો. ધર્મકાર્ય થાય.
 
મિથુન : 
નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. મકાન જમીન-વાહન-મીલ્કત અંગેનું કામ થઇ શકે. આનંદ રહે.
 
કર્ક : 
કામકાજમાં યશ-સફળતા મળે. તમારા કામની કદર થાય. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. સંતાનનું કામ ઉકેલાય.
 
સિંહ : 
ઉત્પત્તિ એકાદશીએ કાર્ય સફળતાથી, ધર્મકાર્યથી આપ આનંદમાં રહો. આપના કાર્યક્ષેત્રમાં માન-સન્માન મેળવી શકો.
 
કન્યા : 
હૃદય-મનની પ્રસન્નતાથી આપ આપના રોજીંદા કામમાં સાનુકુળતા અનુભવો. વિલંબમાં પડેલ કામ ઉકેલાતુ જાય.
 
તુલા : 
નોકરી-ધંધાના નાણાંકીય વ્યવહારમાં-જવાબદારીમાં બેકાળજી રાખવી નહીં. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.
 
વૃશ્ચિક : 
યશ-પદ-ધનમાં વધારો થાય. આકસ્મિક કોઇને મળવાનું થતાં આનંદ અનુભવો. નોકરી-ધંધાના સંબંધ તાજા થાય.
 
ધન : 
નોકરી-ધંધાના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં સાનુકુળતા રહે. રૃકાવટવાળા કામમાં ધ્યાન આપી શકો.
 
મકર : 
ચિંતા-વ્યથા-પીડા હળવી થવાથી સ્વસ્થતાપૂર્વક નોકરી ધંધાનું કામ કરી શકો. ધર્મકાર્યથી હૃદય-મનને આનંદ રહે.
 
કુંભ : 
એકાદશીએ ધર્મકાર્યમાં, નોકરી ધંધાના કામમાં રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા તેમજ ઉઠવા બેસવામાં ધ્યાન રાખવું પડે.
 
મીનઃ
ઉત્પત્તિ એકાદશીએ ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના તેમજ પુત્ર પૌત્રાદિકના ચિંતાવાળા કામ ઉકેલતા હળવાશ અનુભવો.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઇ રહેલ આપનું જન્મવર્ષ પ્રતિકુળતા-ચિંતા-મુશ્કેલી છતાં ફાયદા-લાભનું રહે. વડીલવર્ગના આરોગ્ય અંગે, નોકરી ધંધા અંગે ચિંતા રહે. તે સિવાય પત્ની-પુત્રપૌત્રાદિકથી તમારા નોકરી ધંધામાં આવક જળવાય. 
 
વિશેષમાં -
પ્રતિકુળતામાં સફળતા
જેમનું જન્મવર્ષ ૨૯, ૪૨,૪૪, ૫૬, ૫૭, ૫૮ શરૃ થતુ હોય તેમને સારા નબળા અનુભવ થાય. તકલીફો પડે પરંતુ ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૩ હોય તેમને પ્રગતિની શરૃઆત થાય અન્યને મધ્યમ રહે.
 
સંયુક્ત ધંધામાં-પરિવારમાં ફેરફાર
સંયુક્ત ધંધામાં પરિવારમાં ફેરફારી થાય. મનદુઃખ વિવાદ-ચિંતા-કલહ પછી પ્રશ્ન ઉકેલાય
 
પત્ની-સંતાન
પત્ની-સંતાનના સહયોગથી તમને હળવાશ રહે. આવક થાય. નોકરી-ધંધાનું કામ જળવાઈ રહે.
 
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરીક્ષાના પરિણામ પર અસર થાય.

Post Comments