Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 નવેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 13 નવેમ્બર 2017, સોમવાર
 
મેષ : 
નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. બેંકનું કામ, નાણાંની લેવડદેવડનું કામ-ખર્ચ ખરીદીમાં આયોજન થઈ શકે.
 
વૃષભ : 
મકાન-વાહનના કામમાં, આડોશ પાડોશના કામમાં આપે ધ્યાન રાખવું પડે. નિકટના સગા-સંબંધી-મિત્રવર્ગના આરોગ્યની ચિંતા રહે.
 
મિથુન : 
આપના રોજીંદા કામ આનંદથી કરી શકો. ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગથી સાનુકૂળતા રહે. પરંતુ કફ-દમ-શ્વાસની તકલીફ હોય તેમણે સંભાળવું.
 
કર્ક : 
કાર્યસફળતાથી આનંદ રહે. નાણાંકીય લેવડ દેવડનો પ્રશ્ન હળવો થાય. યાત્રા પ્રવાસ થાય, નોકરી-ધંધાના રૃકાવટવાળા કામ ઉકેલાય.
 
સિંહ : 
કુટુંબ-પરિવારના કામમાં, નોકરી ધંધાના સંબંધ-વ્યવહારમાં આનંદ ઉત્સાહ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ થઈ શકે.
 
કન્યા : 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ અનુભવતા જાવ. ધંધાનું કામ થઈ શકે. નોકરીમાં વ્યસ્તતા રહે.
 
તુલા : 
નોકરી-ધંધાના કામ અંગે, વ્યવહારિક-સામાજીક-કૌટુંબીક કામ અંગે ચિંતા-ખર્ચ-દોડધામ રહે. બેંકના કામમાં આળસ કરવી નહીં.
 
વૃશ્ચિક : 
દેશ-પરદેશના વેપાર-ધંધામાં, કામકાજમાં પ્રગતિ થાય. પાસપોર્ટ-વીઝાની કાર્યવાહી થઈ શકે. સંતાનથી સાનુકૂળતા રહે.
 
ધન : 
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ ભાગીદારીવાળા કામકાજમાં, વડીલવર્ગના કામમાં ચિંતા રહે. સરકારી કામમાં તકલીફ પડે.
 
મકર : 
આજે નોકરી-ધંધાના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. નાણાંકીય-હિસાબી કામમાં, લેવડદેવડમાં સજાગ રહેવું પડે.
 
કુંભ : 
દિવસ દરમ્યાન સ્વસ્થતાથી કામ કરી શકો પરંતુ જેમ જેમ સાંજ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા-બેચેની અનુભવો.
 
મીન :
વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી પડે. નોકરી-ધંધાના તેમજ અન્ય કામ કરવા આરોગ્ય સાચવવું પડે.
 
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મવર્ષમાં નોકરી-ધંધાના કામથી, જવાબદારીથી ચિંતા રહ્યા કરે. ઉપરી અધિકારી, કર્મચારી તેમજ અન્ય પ્રશ્નો અસ્વસ્થતા રખાવે. મહેનતના પ્રમાણમાં જસ મળે નહીં. મહેનત તમે કરો અને લાભ-ફાયદો બીજાને થાય. 
 
વિશેષમાં...
આરોગ્ય
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આરોગ્યની કાળજી રાખવી. શરદી-કફ-શ્વાસ-બી.પીની વધઘટ, કોલેસ્ટ્રોલ-હૃદયમાં લોહી પહોંચાડતી નળીઓમાં રૃકાવટથી સંભાળવું.
 
આર્થિક આયોજન
નાણાંકીય આવક થાય, વ્યવહાર સચવાય પરંતુ આ વર્ષ ખર્ચનું રહેશે. વ્યવહારિક-સામાજીક-પારિવારિક ખર્ચ થાય.
 
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષારંભથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ નાની-મોટી પ્રતિકૂળતાઓ શરૃ થાય. વર્ષના ઉત્તરાર્ધમાં શાંતિ-રાહત જણાય નહીં.
 
પત્ની-સંતાનથી રાહત
આ વર્ષમાં પત્ની-સંતાનથી રાહત રહે. તમારી મુશ્કેલી-ચિંતા હળવી થાય. પરિવારની સંયુક્ત આવક-સહકારથી સાનુકૂળતા રહે.

Post Comments