Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 13 જૂન 2018, બુધવાર

મેષ:
આજે અધિક જેઠ-પુરૃષોત્તમ માસ પૂરો થાય છે. દર્શ અમાવાસ્યા છે તેથી ધર્મકાર્ય થાય. બ્રહ્મભોજન કરાવવું તેમજ દાન આપવું ઉત્તમોત્તમ છે.

વૃષભ:
આજે અધિક માસની સમાપ્તિએ યથાશક્તિ દાન-દક્ષિણા આપવી. બ્રાહ્મણોને જમાડવા. ચોખા, ચણા, અડદ, વસ્ત્ર, ગાય વગેરેનું દાન કરવું.

મિથુન:
અધિક જેઠ મહિનાની સમાપ્તિએ આજે ભગવાનની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. ગરીબોને ભોજન કરાવવું. યથાશક્તિ દાન-દક્ષિણા આપવા. શાંતિ રાખવી.

કર્ક:
આજે અધિક જેઠ મહિનાની સમાપ્તિએ ચોળા, ચણા, ઘઉં, અડદનું દાન આપવું. ભૂદેવને જમાડવા. યથાશક્તિ ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો.

સિંહ:
આજે અધિક જેઠ પુરૃષોત્તમ માસની સમાપ્તિએ ભક્તિ-પૂજા-મંત્રજાપથી ધર્મકાર્યથી, બ્રાહ્મણોને જમાડવાથી દાન આપવાથી હૃદય-મનની પ્રસન્નતા રહે.

કન્યા:
અધિક જેઠ મહિનાની સમાપ્તિએ આજે યથાશક્તિ દાન-દક્ષિણા આપવા. ભક્તિપૂજા મંત્રજાપ કરવો. ગરીબોને ભોજન કરાવવું. અડદનું દાન આપવું.

તુલા:
અધિક જેઠ મહિનાની સમાપ્તિએ ધર્મકાર્ય થાય. દાન-દક્ષિણા આપી શકો. બ્રાહ્મણોને જમાડવા. ચોખા-ઘઉં-અડદનું દાન આપવું. ગાયનું દાન આપવું.

વૃશ્ચિક:
અધિક જેઠ-પુરૃષોત્તમ માસની સમાપ્તિએ ધર્મકાર્ય થાય. દાન-દક્ષિણા આપી શકો. ગરીબોને જમાડવાથી હૃદય-મનની પ્રસન્તા રહે.

ધન:
આજે અધિક જેઠ-પુરુષોત્તમ માસની સમાપ્તિએ મગ, અડદનું દાન આપવું. દક્ષિણા આપવી. ગરીબોને જમાડવા. ગૌસેવા કરવી. ઘાસ આપવું.

મકર:
અધિક જેઠ-પુરૃષોત્તમ માસની સમાપ્તિએ ચણા-ચોખા-અડદનું દાન આપવું. દક્ષિણા આપવી. ગરીબોને જમાડવા. ગાયનું દાન આપવું. ગૌસેવા કરવી. ભક્તિપૂજા કરવી.

કુંભ:
અધિક જેઠ-પુરુષોત્તમ માસની સમાપ્તિએ ધર્મકાર્ય કરવું. યથાશક્તિ દાન-દક્ષિણા આપવા. બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવી.

મીન:
અધિક જેઠ-પુરૃષોત્તમ માસની સમાપ્તિએ ચણાનું દાન-દક્ષિણા આપવા. ગાયનું દાન આપવું. ગૌસેવા કરવી. બ્રાહ્મણોને જમાડવા.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની સાનુકૂળતા-સ્વસ્થતામાં વધારો કરતું જાય.

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપને વર્ષારંભે દોડધામ-રૃકાવટ રહે. કામ થાય પરંતુ હરિફવર્ગનો સામનો કરવો પડે. પરંતુ જેમ જેમ સમય જતો જાય આપને રાહત શાંતિ થતી જાય. આપના કામ ઉકેલાતા જાય. ધાર્યા મુજબનું કાર્ય કરી શકો.

આરોગ્ય સુખાકારી:
વર્ષારંભે આપે આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડે. વધુ પડતું કામ-જવાબદારી, તણાવ-દોડધામ-શ્રમના લીધે આરોગ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવું. સીઝનલ બીમારી થઈ જાય. જો કે વર્ષ પસાર થતું જાય તેમ-તેમ આરોગ્યની ચિંતામાં ઘટાડો થતો જાય.

સ્ત્રી વર્ગ:
સ્ત્રીવર્ગને વર્ષારંભે સાસરીપક્ષ-મોસાળ પક્ષની ચિંતા રહે. દોડધામ-ખર્ચ જણાય. ઘર-પરિવાર તેમજ વ્યવસાયિક જીવનને સંભાળવામાં મુશ્કેલી પડે. વર્ષના મધ્યભાગ પછી રાહત થતી જાય. પતિ સંતાનનો સાથ-સહકાર મળી રહે.

Post Comments