Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 12 જૂન 2018, મંગળવાર

મેષ: આજે અધિક જેઠ વદ ચૌદશનો ક્ષય છે, ભાગિતિથિ છે તેથી કુટુંબ-પરિવારના, નોકરી ધંધાના તેમજ આરોગ્યના પ્રશ્ને ચિંતા રહે.

વૃષભ: આજે ભાગિતિથિએ બજારોની વધઘટમાં આપે વેપારમાં, ધંધામાં ધ્યાન રાખવું પડે. નાણાંકીય હવાલામાં, શેરોના કામમાં સંભાળવું.

મિથુન: નુકસાન-વિવાદ-બગાડ-કલહ થાય તેવા કોઈ કામ, નિર્ણય કરવા નહીં. કાનૂની કાર્યવાહીમાં, છુટાછેડાની કાર્યવાહીમાં તકલીફો પડે.

કર્ક: નોકરી-ધંધાના કામની દોડધામ રહે પરંતુ કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. ભાગિતિથી છે તેથી નવું કામ કરવું નહીં.

સિંહ: ભાગિતિથિએ પુત્ર પૌત્રાદિકના અગત્યના કામમાં ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. તે સિવાય નોકરી-ધંધાનું રોજીંદુ કામકાજ થઈ શકે.

કન્યા: ભાગિતિથિ છતાં તમારા ધંધામાં આવક થાય. વધારાનું કામ ઉકેલાય. નોકરીના કામમાં પ્રતિકૂળતા - અસંતોષમાં કામ કરવું પડે.

તુલા: આજની ભાગિતિથિ આપના માટે આધિ-વ્યાધિ-ઉપાધિની રહે. ઓચિંતા મુશ્કેલી આવી જવાથી તમારા કામ અટકી પડે.

વૃશ્ચિક: નોકરી-ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના, પત્નીના કામમાં ધ્યાન આપી શકો. બહાર જવાનું થાય. સરકારી, રાજકીય કામ થાય.

ધન: આજે શારીરિક અસ્વસ્થતા - શ્રમ-થાક-કંટાળો છતાં કામ કરવું પડે. વાહન શાંતિથી - ધીમેથી ચલાવવું, રસ્તામાં સંભાળવું.

મકર: આપના અંગત કામમાં, સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં ભાગિતિથિએ પણ વ્યસ્ત રહેવું પડે. ધંધો-આવક થાય.

કુંભ: ભાગિતિથિનો આજનો દિવસ હૃદય-મનની વ્યગ્રતાવાળો રહે. ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. વિસ્મૃતિથી કામમાં તકલીફ સર્જાય.

મીન: નોકરી-ધંધાના કામમાં હૃદય-મનને ઉચાટ-ઉદ્વેગ રહે. અન્ય માણસોના કારણે તમને તકલીફ સંઘર્ષ રહે, અસંતોષ રહે.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઈ રહેલું વર્ષ આપના માટે સારું રહે. વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ વધુ રાહત થતી જાય.

કૌટુંબિક-પારિવારીક:
કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે પરંતુ શાંતિથી તેના ઉકેલ આવતાં રાહત અનુભવો. સાસરી પક્ષ- મોસાળપક્ષે બિમારી- ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.

નાણાંકીય સ્થિતિ:
નાણાકીય સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થતો જાય. તેમ છતાં આપે આકસ્મિક ખર્ચ-ખોટા ખર્ચથી સાવધાની રાખવી પડે. વર્ષાન્તે વધુ સાનુકૂળતા થતી જાય.

નોકરી-ધંધો:
નોકરી ધંધામાં ધીરે ધીરે આપને સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવે. રાજકીય - સરકારી કામ અંગે દોડધામ ખર્ચ રહે. ખાતાકીય તપાસમાં સાવધાની રાખવી પડે. હરિફ વર્ગ મુશ્કેલી વધારે.

Post Comments