Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 જુલાઈ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 12 જુલાઈ 2018, ગુરૃવાર

મેષ :
દર્શ અમાવાસ્યાએ કામની વ્યસ્તતા રહે. બહારનું કે બહારગામનું કામ થઇ શકે. નોકરી-ધંધાનું કામ પત્ની, સંતાનનું કામ થાય.

વૃષભ:
નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામકાજ કરી શકો. યશ સફળતા મળે, આવક થાય.

મિથુન:
દર્શ અમાવાસ્યાએ વિચારોમાં-ચિંતામાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. બેંકના કામની ચિંતા રહે.

કર્ક:
દર્શ અમાવાસ્યાએ નોકરી-ધંધાના કે અન્ય કામમાં આપે ગાફેલ રહેવું નહીં. સરકારી-રાજકીય કે બેંકના કામમાં જાગૃતિ રાખવી પડે.

સિંહ:
નોકરી-ધંધાના કામમાં જુના-નવા સબંધ-વ્યવહારમાં, ઓળખાણમાં આપનું કામ સાનુકૂળતાથી કરી શકો. ફાયદો થાય.

કન્યા:
દર્શ અમાવાસ્યાનો આજનો દિવસ નોકરી-ધંધાના કામમાં, આવકમાં ચિંતા-ઉચાટનો રહે. બેચેની અનુભવ્યા કરો.

તુલા:  
નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય, કોઇને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. પરદેશના કામ થઇ શકે.

વૃશ્ચિક:
દર્શ અમાવાસ્યાનો આજનો ગુરૃવાર શારીરિક, માનસિક અસ્વસ્થતાવાળો રહે. અન્યના કારણે આપને શાંતિ જણાય નહીં.
ધન:  
નોકરી-ધંધાના, પત્ની-પરિવારના કામમાં આપે ધ્યાન આપવું પડે. વ્યવહારિક-સામાજીક કામથી  બહાર જવાનું થાય.

મકર:  
વિલંબમાં પડેલ કામ ઉકેલાય. જુના-નવા સંબંધો તાજા થાય. પરંતુ બહારનું ખાવાપીવામાં સંભાળવું પડે.

કુંભ :
તમારા રોજીંદા કામમાં સાનુકૂળતા રહે, અન્યને મદદરૃપ થઇ શકો. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સાચવી શકો.

મીન:  
દર્શ અમાવાસ્યાનો દિવસ ઉચાટ-ઉદ્વેગ-બેચેનીનો રહે. નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં તકલીફ પડે.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ મધ્યમ રહેશે. જોકે વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. આપના કામ ઉકેલાય પરંતુ વર્ષના મધ્યભાગ પછી આપને તકલીફ અનુભવાય.

નોકરી-ધંધા:  
નોકરી-ધંધાકીય રીતે વર્ષનો પ્રારંભ સાનુકૂળ રહેશે. આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે પ્રગતિ કરી શકો. આગળ વધી શકો. ધાર્યા મુજબ કામ થવાથી આનંદ જણાય. કામ કરવાનો ઉત્સાહ વધે પરંતુ વર્ષના અંતમાં આપને બેચેની-વ્યગ્રતા રહે.

નાણાંકીય આયોજન:
નાણાંકીય આયોજન સંભાળીને કરવું. કોઇને નાણાં ધીરવામાં સાવધાની રાખવી. મોટા નાણાંકીય રોકાણો ટાળવા. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંભીડ અનુભવો. વ્યવસ્થિત આયોજન કરેલું હશે તો રાહત રહેશે.

સ્ત્રીવર્ગ:  
સ્ત્રીવર્ગને કામમાં સાનુકૂળતા રહે. સંતાનનો સાથ-સહકાર મળી રહે. વર્ષાન્તે સાસરીપક્ષની ચિંતા જણાય. દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.

Post Comments