Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 ઓગસ્ટ 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

મેષ :
આજે નાગ પંચમીના વ્રત તહેવારે પરિવારના કામની વ્યસ્તતા રહે. શ્રાવણી પર્વથી ખર્ચ થાય. યાત્રા પ્રવાસ થાય.

વૃષભ :
નાગ પંચમીના આજના વ્રત તહેવારે હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્ય કરી શકો. પરિવારનું, નોકરી ધંધાનું કામ થઈ શકે.

મિથુન :
સીઝનલ ધંધો થાય, આવક થાય. આકસ્મિક બહાર કે બહારગામ જવાનું થાય. સ્વજન-સ્નેહીને મળવાનું થતાં આનંદ રહે.

કર્ક :
નાગ પંચમીના વ્રત તહેવારે આજે આપના અંગત કામમાં, સીઝનલ ધંધામાં, નોકરીમાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું.

સિંહ :
આજે નાગ પાંચમીના વ્રત તહેવારે, ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય-મનને શાંતિ-સ્વસ્થતા-હળવાશ અનુભવાય. ગુસ્સો કરવો નહીં.

કન્યા :
આનંદથી શ્રાવણી પર્વના પ્રારંભે-નાગ પંચમીએ ધર્મકાર્ય થાય. બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

તુલા :
નાગ પંચમીના વ્રત પર્વે આનંદ રહે. વધારાના કામની વ્યસ્તતા રહે પરંતુ કામના ઉકેલથી હળવાશ-રાહત થતી જાય.

વૃશ્ચિક :
આજે નાગ પંચમીના વ્રત તહેવારે શ્રાવણી પર્વારંભે આનંદ રહે. નોકરી ધંધામાં-પરિવારના કામમાં ખરીદી થાય.

ધન :
અન્યના કારણે તમને ચિંતા-બેચેની રહે. તમારા રોજીંદા કામમાં વિલંબ થાય. ખાવા પીવામાં સંભાળવું.

મકર :
નાગ પંચમીના વ્રત તહેવારે, શ્રાવણી પર્વના પ્રારંભે ધર્મકાર્ય થાય. પરિવારનું કામ થાય. નોકરી-ધંધામાં રાહત રહે.

કુંભ :
નાગ પંચમીના વ્રત તહેવારે ધર્મકાર્યમાં, નોકરી-ધંધાના કામમાં, પત્ની-સંતાનના કામમાં આનંદ રહે.

મીન :
નાગ પંચમીના વ્રત તહેવારે પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં, નોકરી-ધંધામાં-ઘર્મકાર્યમાં આનંદ રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલા આપના જન્મવર્ષ દરમ્યાન આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસો પસાર કરી લેવા.

કૌટુંબિક :
પારિવારિક-કૌટુંબિક ચિંતામાં વધારો થાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની વધે. વાણીની સંયમતા રાખીને પ્રશ્ને ઉકેલવાની કોશીષ કરવી.

સ્વાસ્થ્ય :
શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે સતત-બેચેની-વ્યગ્રતા-અનુભવ્યા કરો. આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આવેશ-ઉશ્કેરાટ-વ્યગ્રતામાં કોઈપણ પ્રકારના નિર્ણયો લેવા નહીં. વિચારોનું દ્વંદ્વ, અસ્થિરતા અનુભવાય.

સ્ત્રી વર્ગ :
સ્ત્રીવર્ગને વર્ષ ઠીક કહે. ગત વર્ષની સરખામણીએ વર્ષ નબળું રહે. વ્યવસાય તેમજ ઘર-પરિવારની બેવડી જબાવદારી સંભાળવામાં મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારની ચિંતા વધે. ખર્ચ જણાય. વધુ પડતી દોડધામ-ચિંતા-તાણની વિપરીત અસર આપના સ્વાસ્થ્ય પર પડે.

Post Comments