Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2018, ગુરૂવાર

મેષ :
કામકાજમાં સાનુકૂળ પ્રગતિ જણાય. આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. આપની ગણત્રી - ધારણા પ્રમાણેનું કામ થઇ શકે.

વૃષભ:
આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય.

મિથુન:
દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગના સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. લાભ-ફાયદો થાય.

કર્ક:
શારીરિક-માનસિક અસ્વસ્થતા-બેચેનીના લીધે કામમાં મન લાગે નહીં. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં ઉતાવળ ન કરવી.

સિંહ:
રાજકીય-સકારી કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. કૌટુંબિક-પારિવારીક સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

કન્યા:
દિવસ દરમ્યાન કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહો. આપના દોડધામ-શ્રમમાં વધારો થાય. ધંધાની હરિફવર્ગ મુશ્કેલી ઊભી કરે.

તુલા:
રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો આપની બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી  આનંદ રહે.

વૃશ્ચિક:
ઉતાવળમાં આવીને કોઇ કાર્ય કરવું નહીં. આપના કાર્યમાં રૃકાવટ-વિલંબ જણાય. માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.

ધન:
યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યવાહી થવાથી આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

મકર:
આપના કામમાં વ્યસ્ત રહો. કૌટુંબિક-પારિવારીક સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ જણાય. ધંધામાં આવક થાય. આકસ્મિક  ઘરાકી આવી જાય.

કુંભ:
ચિંતા-ઉચાટ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. અગત્યના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વિચારોની દ્વિધા  રહે.

મીન:
 કોર્ટ-કચેરીના કામમાં આપને દોડધામ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે  નાણાંભીડ જેવું જણાય. સરકારી કામમાં ધ્યાન આપવું.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલા આપના જન્મવર્ષ દરમ્યાન આપ આનંદ-ઉત્સાહ અનુભવો. વર્ષ દરમ્યાન  મહત્ત્વના  કાર્યો થવાથી હર્ષ-લાભ રહે.

નોકરી-ધંધો:
વ્યવસાયીક દ્રષ્ટિએ વર્ષ સાનુકૂળ છે. નવીન કોઇ કાર્યરચના થાય. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. ધંધામાં નવું કોઇ આયોજન વિચારતા હોવ તો તે થઇ શકે. વાતચીતમાં પ્રગતિ-સફળતા જણાય.

પરદેશ:
વિદેશની કાર્યવાહીમાં આપને સાનુકૂળતા રહે. કાર્યવાહી આગળ વધે. જવાનું આયોજન ગોઠવાય. હકારાત્મક વાતાવરણથી - સંજોગોથી લાભ થાય. પરંતુ દિવાળી બાદ આપે થોડું ધ્યાન રાખવું પડે.

સ્વાસ્થ્ય:
આરોગ્ય માટે વર્ષ સારું રહે. જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ સારું રહે. વજનમાં વધારો થાય. સ્વાસ્થ્યમાં સુધારો જણા.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પતિ-સંતાન-કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહેતા  કામમાં સફળતા અનુભવાય. ઈર્ષ્યા કરનારની પીછેહઠ થાય.

Post Comments