Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 સપ્ટેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર 2017, સોમવાર

મેષ :
આપના રોજિંદી કામની સાથે અન્ય કામ અંગેની દોડધામ જણાય. જો કે કામનો ઉકેલ આવતા રાહત અનુભવાય. આનંદ થાય.

વૃષભ :
બપોર સુધીનો સમય ચિંતા-ઉચાટમાં પસાર થશે. કામમાં રૃકાવટ-વિલંબ જણાય. બપોર પછી ધીરે ધીરે રાહત થતી જાય.

મિથુન :
આપને કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.

કર્ક :
આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. પુત્ર પૌત્રાદિકનો સાથ મળી રહે.

સિંહ :
આપના કામમાં વ્યસ્ત રહો. નોકર-ચાકરવર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. મિત્રવર્ગ સાથે મુલાકાત થાય.

કન્યા :
દિવસનો પ્રારંભ અસ્વસ્થતા બેચેનીમાં થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ રાહત થતી જાય.

તુલા :
જાહેર-સંસ્થાકીય કામ અંગે, સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. નાણાંકીય વ્યવહારોમાં સાચવવું પડે.

વૃશ્ચિક :
સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગ સચવાઈ રહે તેની સાવધાની રાખવી. જો કે આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ ફાયદો થાય.

ધન :
વધુ પડતી દોડધામ શ્રમ, કામના લીધે તબિયતની અસ્વસ્થતા જેવું અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

મકર :
નોકરી ધંધાના કામમાં આવેલી રૃકાવટ-મુશ્કેલીને આપની બુધ્ધિ અનુભવ-આવડતના આધારે દૂર કરી શકો. ઉકેલ લાવી શકો.

કુંભ :
દિવસના પ્રારંભે આપને સાનુકૂળ પ્રગતિ જણાય. પરંતુ દિવસાન્તે આપને ચિંતા-ઉચાટ-પરેશાની જણાય.

મીન :
આપના કામમાં પ્રગતિ જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ જણાય. દેશ પરદેશના કામમાં પ્રગતિ જણાય.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ મધ્યમ રહે. વર્ષ દરમ્યાન એક બે મહત્ત્વના કામ ઉકેલાય તો એક બે કામમાં રૃકાવટ-વિલંબ જણાય.

નોકરી-ધંધો :
આત્મવિશ્વાસમાં વર્ષ મધ્યમ રહે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને આપે આંધળુકીયા સાહસ કરવા નહીં. આપના ધાર્યા પ્રમાણેના કામ કરવામાં મુશ્કેલી અનુભવાય. તેમ છતાં કામનો ઉકેલ આવતા થોડીક રાહત અનુભવો.

સ્વાસ્થ્ય :
આરોગ્યની બાબતમાં આપે બેદરકાર રહેવું નહીં. છાતીમાં પીઠમાં દર્દ-પીડા અનુભવાય. ગભરામણ-શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગે તો તરત જ દાક્તરી સારવાર લઈ લેવી.

નાણાંકીય :
નાણાંકીય દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેવાનું. એક-બે મહત્ત્વના કામ થતાં નાણાં છૂટા થાય. પરંતુ કોઈ જગ્યાએ મોટા નાણાં અટવાઈ જવાને લીધે નાણાંભીડ અનુભવો તેથી સમજી વિચારીને આયોજન કરવું.
 

Post Comments