Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 ઓક્ટોબર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 11 ઓક્ટોબર 2017, બુધવાર

મેષ :
આજે બહારના કે બહારગામના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાના-સંતાનના કામ અંગે ચર્ચા વિચારણા થાય.

વૃષભ :
આજે કામમાં ફાયદો- લાભ થાય. સીઝનલ ધંધો મળે. કમિશન- દલાલી, એજન્સીના કામમાં આવક થાય. આનંદ રહે.

મિથુન :
વિચારોની દ્વિઘા છતાં કાર્ય સફળતા- પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાનું-સગા સંબંધી મિત્રવર્ગનું કામકાજ કરી શકો.

કર્ક :
બેંકના કામમાં, નાણાંની લેવડ દેવડમાં, ખરીદીમાં આપે ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધાના કામના ઉકેલમાં તકલીફ પડે.

સિંહ :
નોકરી-ધંધાના કામમાં, પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. આનંદ-ઉત્સાહથી તમારા કામ કરી શકો. સબંધ-વ્યવહાર સચવાય.

કન્યા :
નોકરી-ધંધાના કામમાં ચિંતા- ઉચાટ રહે છતાં તમારા કામમાં યશ સફળતા મળે. ધંધો, આવક થાય. સંતાનનું કામ થાય.

તુલા :
લાંબા અંતરના યાત્રા-પ્રવાસના આયોજનમાં ચિંતા- તકલીફ- મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધાની મુલાકાતમાં ચિંતા રહે.

વૃશ્ચિક :
શરીર- મનની અસ્વસ્થતા- કષ્ટ પીડાથી ધાર્યુ કામ થાય નહીં. નોકરી-ધંધાના ઘર પરિવારના કામની ચિંતા રહે.

ધન :
પત્ની-પરિવાર- મિત્રવર્ગના સહકારથી તમારા કામનો ઉકેલ લાવવામાં સાનુકુળતા રહે. વધારાનું કામ થઈ શકે.

મકર :
નોકરી-ધંધાના કામના ઉકેલથી હળવાશ-રાહત અનુભવો. અન્યને મદદરૃપ થઈ શકો. સંબંધ-વ્યવહાર સચવાય.

કુંભ :
નોકરી-ધંધાના કામમાં યશ- સફળતા મળે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ, રાહત, આનંદ અનુભવાય.

મીન :
સગા સંબંધી- મિત્રવર્ગના કારણે, નોકરી-ધંધાના કારણે ચિંતા-ઉચાટ- બેચેની અનુભવો. ગુસ્સો આવી જાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવતા જાવ. પરંતુ વર્ષારંભે સગા- સંબંધી- મિત્રવર્ગથી ચિંતા- ઉચાટ- ઉદ્વેગ અનુભવાય. આડોશ- પાડોશમાં વાણીની મીઠાસ, વ્યવહારની નમ્રતા રાખવી.

શરદી-કફ- છાતીમાં દર્દપીડા:
જન્મ વર્ષના પ્રારંભે શરદી-કફ- છાતીમાં દર્દપીડા, બી.પી. ડાયાબીટીસની અસરમાં સંભાળવું પડે. આંખમાં દર્દપીડાથી સંભાળવું, મોસાળ પક્ષ- સાસરી પક્ષમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.

ભાગ્યોદયની શરૃઆત:
આ વર્ષ ભાગ્યોદયનું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ કાર્ય સફળતા- પ્રગતિ જણાય. રૃકાવટવાળા કામ એક પછી એક ઉકેલાય.

સંતાનની પ્રગતિ:
સંતાનની પ્રગતિ આ વર્ષમાં થાય. સંતાનને જીવન ઘડતર - ભણતર માટે સારી તક પ્રાપ્ત થાય.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને આ વર્ષ ભણવામાં પ્રગતિનું રહે. ઉચ્ચ કારકિર્દીનું વર્ષ હોય તેમને ફાયદો થાય.

Post Comments