Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 11 જૂન 2018, સોમવાર

મેષ: આજે સોમ પ્રદોષે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપ કરવો. માનસિક પરિતાપ છતાં નોકરી-ધંધાનું કામ થાય, અન્યનો સહકાર મળી રહે.

વૃષભ: નોકરી-ધંધાના નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં, બેંકના કામમાં ધ્યાન રાખવું. આજે મહાદેવજીની ભક્તિપૂજા-ધર્મકાર્ય કરવું.

મિથુન: આપના રોજીંદા કામમાં લાભ-ફાયદો થાય. પુત્રપૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે.  નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતાથી હળવાશ રહે.

કર્ક: નોકરી-ધંધાના કામમાં પ્રગતિ રહે. રૃકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. આનંદમાં રહો.

સિંહ: નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. પુત્રપૌત્રાદિકના વિદ્યાભ્યાસનું કામ પ્રગતિવાળું રહે.

કન્યા: શારીરિક-માનસિક કષ્ટપીડા, ચિંતા શ્રમ થાક તમારા અંગત કામ ઉપરાંત અન્યના કામની  વ્યસ્તતા, જવાબદારીના  કારણે અનુભવાય.

તુલા: નોકરી-ધંધાના, પત્ની-સંતાન-પરિવારના કામમાં ધ્યાન આપી શકો. નવા કામ અંગે, જવાબદારી અંગે ચર્ચા વિચારણા થાય.

વૃશ્ચિક: તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાના કામની વ્યસ્તતા રહે, તેના માટે ખર્ચ કરવો પડે. બહાર જવાનું થાય. સરકારી કામમાં ચિંતા રહે.

ધન: પોતાના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં, સંતાનના કામમાં વ્યસ્ત રહેવું પડે. બહાર જવાનું થાય. ખરીદી-ખર્ચ થાય.

મકર: સોમ પ્રદોષે આજે મહાદેવજીની ભક્તિપૂજા - મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા રહે. તમારા રોજીંદા કામમાં  ધ્યાન આપી શકો.

કુંભ: પુત્રપૌત્રાદિકના કામની ચિંતા રહે. તે સિવાય નોકરી-ધંધાનું કામ થાય.  મહત્વની  કામગીરી-જવાબદારી અંગે ચર્ચાવિચારણા થાય.

મીન: સોમ પ્રદોષે આજે મહાદેવજીની ભક્તિ-પૂજા-મંત્રજાપથી તમારા કામમાં, અન્યના કામમાં હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલા જન્મવર્ષમાં આપની મુશ્કેલી-પરેશાનીમાં વધારો થતો જાય.

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં વર્ષનો પ્રારંભ મધ્યમ રહે. પરંતુ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય થઇ શકે નહીં. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપની મુશ્કેલીઓમાં વધારો થાય.

આરોગ્ય સુખાકારી:
આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ નબળું છે. અત્યારથી જ જો આપ ધ્યાન નહીં રાખો તો વર્ષ જેમ પસાર થતું જાય તેમ આરોગ્યવિષયક પરેશાની-ચિંતામાં વધારો થતો જાય. છાતીમાં-પેટ-પેઢુમાં દર્દ-પીડા જણાય તો તરત જ દાકતરી  સલાહ લઇ લેવી.

નાણાંકીય આયોજન:
નાણાંકીય આયોજન ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો. નવા નાણાંકીય રોકાણ કરવામાં ધ્યાન રાખવું. નાણાં ધીરવામાં સાવધાની રાખવી.

Post Comments