Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2018, ગુરુવાર
 
મેષ : 
પરિવાર, પત્ની- સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપને સાનુકુળતા- આનંદ- હળવાશ રાહત રહે. ધંધો-આવક થાય.
 
વૃષભ : 
નોકરી-ધંધાના કામથી દોડધામ- ચિંતા રહે પરંતુ મહેનત- દોડધામના પ્રમાણમાં ધાર્યું કામ થાય નહીં. કામમાં વિલંબ થાય.
 
મિથુન : 
વાણીની મીઠાસ- વ્યવહારની નમ્રતા તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધામાં લાભ આપી જાય. ફાયદો થાય. તમારા કામની કદર થાય.
 
કર્ક : 
હરો ફરો- કામકાજ કરો પરંતુ કામમાં એકાગ્રતા જળવાય નહીં. નોકરી-ધંધામાં માણસોના કારણે, અન્ય મુશ્કેલીના કારણે તકલીફ પડે.
 
સિંહ : 
નોકરી-ધંધાના કામમાં પોતાના અંગત કામ કરતા અન્યના કામથી તમે મુંઝવણ અનુભવો. સમય- શ્રમ- નાણાનો વ્યય થાય.
 
કન્યા : 
કામના ઉકેલથી આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ થાય. બહાર જવાનું થાય. ખર્ચ ખરીદી થાય. ધંધો-આવક થઇ શકે.
 
તુલા : 
વિચારોની સ્થિરતા- એકાગ્રતા રાખીને નોકરી-ધંધાનું તેમજ સંસ્થાકીય કામકાજ કરવું. સાંસારિક જીવનમાં મિત્રવર્ગમાં ચિંતા રહ્યા કરે.
 
વૃશ્ચિક : 
અગત્યના કામની ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. રસ્તામાં આવતા જતા આંખમાં-ગળામાં ઇજાથી સંભાળવું. વાહન ધીમેથી ચલાવવું.
 
ધન : 
વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવવા માટે દોડધામ રહે. મહેનત કરવી પડે, ખર્ચ થાય તેમ છતાં કામના ઉકેલથી હળવાશ રહે.
 
મકર : 
નોકરી-ધંધાના સંબંધ- વ્યવહાર સચવાય. તમે જેમને યાદ કરતા હોવ, જેમનું કામ હોય તેમને મળવાનું થાય. આનંદ રહે.
 
કુંભ : 
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો આવક થાય. દેશ- પરદેશના સંબંધ-વ્યવહારમાં સાનુકુળતા- આનંદ રહે.
 
મીન : 
આજનો દિવસ આપે તન મન ધનથી વાહનથી સંભાળવો પડે. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ચિંતા ઉપાધિથી મુશ્કેલી પડે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આપના નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આ વર્ષ આપના માટે આનંદ-ઉત્સાહનું રહે. જેમને નોકરી ન હોય, ધંધો ન હોય, તેમને આવક પ્રાપ્તિની તક મળે. જેમને પ્રતિકુળતા- રુકાવટથી લાભ ફાયદો અટકેલા હોય તેમને પ્રતિકુળતા- રુકાવટ દૂર થાય. ફાયદો થાય.
 
મહેનતની સાર્થકતા
આપનું આ વર્ષ મહેનતની સાર્થકતાનું રહે. તમારા કામની કદર થાય. લાભ ફાયદો થાય. માન સન્માન મેળવી શકો. નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિની તક પ્રાપ્ત થાય, આનંદ રહે. લાંબા સમયની નોકરી હોય, ધંધો હોય તેમને પ્રગતિ- સફળતાથી આનંદ રહે. પરદેશ જવાનું થાય.
 
પરિવારથી આનંદ
પરિવારથી આનંદ-ઉત્સાહ રહે. પત્ની- સંતાનના સહયોગથી તેમના પ્રશ્નો ઉકેલાતા જાય. પરિવારની સંયુક્ત- આવક સુખસંપત્તિમાં વધારો થાય. મકાન વાહન મીલ્કતના પ્રશ્નના ઉકેલથી આપ હળવાશ- રાહત અનુભવો.

Post Comments