Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 જાન્યુઆરી 2017 : શું કહે છે તમારી રાશિ

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

મેષ :
પોષ સુદ ચૌદશ-વ્રતની પૂનમે ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના તેમજ પુત્ર-પૌત્રાદિકના કામની વ્યસ્તતા-દોડધામ રહે.

વૃષભ :
વ્રતની પૂનમે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાની સાથે નોકરી-ધંધાનું કામ આનંદ ઉત્સાહથી કરી શકો.

મિથુન :
વિચારોની દ્વિધા-શંકા-અનિશ્ચિતતામાં કોઈ ભૂલ થાય અથવા અગત્યનું કામ ભૂલી જાવ. નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

કર્ક :
બંધનમાં ન હોવા છતા બંધન અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. નોકરી-ધંધાએ ગયા હોવ ત્યારે પરિવારની-સંતાનની ચિંતા રહે.

સિંહ :
વ્રતની પૂનમે ધર્મકાર્ય થાય. પુત્ર-પૌત્રાદિકના-સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. ચર્ચા-વિચારણા થાય.

કન્યા :
નોકરી-ધંધાનું કામ હોય, રોજીંદુ કામ હોય તેમાં ચિંતા-ઉતાવળ-દોડધામમાં તકલીફ-મુશ્કેલી અનુભવાય. સરકારી કામથી ચિંતા રહે.

તુલા :
વ્રતની પૂનમે ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ-હળવાસ-આનંદ અનુભવો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાનું કામ થાય.

વૃશ્ચિક :
શારિરીક-માનસિક અસ્વસ્થતા, ઉશ્કેરાટ-ગુસ્સો, વાણીની કડવાશથી આજના દિવસે તકલીફ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

ધન :
નોકરી-ધંધાનું કામ, પત્નીનું કામ કરવામાં વ્યસ્તતા છતાં ધર્મકાર્ય થાય. સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં સાનુકૂળતા રહે.

મકર :
વ્રતની પૂનમે કર્મસફળતા-પ્રગતિથી-ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં-સબંધ-વ્યવહારમાં સાનુકૂળતા જણાય.

કુંભ :
તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધાના કામમાં અન્યના સહકારથી હળવાશ-રાહત અનુભવાય-ધંધો-આવક થઈ શકે.

મીન :
પોષ સુદ ચૌદશ-વ્રતની પૂનમે ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ-હળવાશ અનુભવો. પરંતુ દેવું-નુકસાન થાય તેવો નિર્ણય કરવો નહીં.

 જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે નવીન ફેરફારીના ચક્રો ગતિમાન થાય. નોકરી ધંધાના કામમાં, પત્નીના નસીબ-ભાગ્યથી ભાગ્યોદય થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશમાં રહેતા પરિવારનું પરસ્પર મિલન થાય, પ્રવાસ થાય.

ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ :
આ વર્ષ ધર્મકાર્યનું રહ. તમારી આધ્યાત્મિકતામાં, આત્મસ્ફૂરણામાં વધારો થાય. શારિરીક-માનસિક સ્વસ્થતા, સ્ફૂર્તિ-તાજગી અનુભવી શકો.

નોકરી-ધંધો :
નોકરી ધંધામાં રૃકાવટ-મુશ્કેલી દૂર થાય. મહેનત દોડધામનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો.

આવક-સુખ-સંપત્તિ
તમારી આવકમાં, સુખ-સંપત્તિમાં - માન, સન્માનમાં વધારો થાય. જેમને આવક ન હોય તેમને આવક આવવાની શરૃઆત થાય.

પત્ની-સંતાન-પરિવાર :
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. પરિવારના કામ ઉકેલાય. સાંસારીક જીવનમાં વિવાદ થયેલો હોય તો ઉકેલાય.

વિદ્યાર્થીવર્ગ :
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભે વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડે. વિદ્યાસંસ્થા, વિદ્યાશાળાની પસંદગીમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.

Post Comments