Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

10 ઓક્ટોબર 2017: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 10 ઓક્ટોબર 2017, મંગળવાર

મેષ :
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામમાં, નોકરી ધંધાના કામમાં અન્યના કામમાં સાનુકૂળતા થતી જાય.

વૃષભ :
આજે માનસિક પરિતાપ-ચિંતા-વિચારોની દ્વિધા રહે. તેમ છતાં કામનો ઉકેલ લાવવા માટેની મહેનત-પ્રયત્નો સાર્થક થાય.

મિથુન :
સરકારી-ખાતાકીય-કાનૂની કાર્યવાહીમાં, મકાન-જમીન- વાહન-મીલ્કતના પ્રશ્નમાં, આડોશ-પાડોશના પ્રશ્નમાં ઉચાટ-ઉદ્વેગ રહે.

કર્ક :
વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખીને સંતાનનું કામ, પરિવારનું કામ ઉકેલવું પડે. નોકરી-ધંધામાં પ્રગતિ-લાભ જણાય.

સિંહ :
હૃદય-મનની પ્રસન્નતા કાર્યસફળતા-પ્રગતિથી અનુભવો. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. તમારા કામની કદર થાય.

કન્યા :
નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાવાથી હળવાશ-રાહત અનુભવતા જાવ.

તુલા :
આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો. વિવાદ-ચર્ચાથી દૂર રહેવું. વાહન શાંતિથી ચલાવવું. પડવા વાગવાથી સંભાળવું.

વૃશ્ચિક :
માનસિક પરિતાપ છતાં કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ધંધો-આવક થાય.

ધન :
શરીરમાં દર્દપીડા-કળતર-અસ્વસ્થતા- બેચેનીના કારણે તેમજ નોકરી-ધંધામાં કંટાળો-નિરાશાના કારણે કંઈ ગમે નહીં.

મકર :
તમારી મહેનત-દોડધામ સાર્થક થાય. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. પરંતુ લાંબેગાળે ફાયદો-લાભ થાય.

કુંભ :
હરો-ફરો-કામકાજ કરો પરંતુ ચિંતા-ઉચાટ- બેચેની- વિચારોમાં અટવાયેલા રહો. નોકરી-ધંધામાં ઉત્સાહ જણાય નહીં.

મીન :
નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સાચવવા કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. સંતાનના કામ અંગે ચર્ચા થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતા જન્મવર્ષમાં ફેરફારી થાય. કુટુંબ-પરિવારમાં, નોકરી-ધંધામાં ફેરફારી થવાના કારણે આપને મુશ્કેલી પડે. ચિંતા-ઉચાટ- વ્યગ્રતામાં સમય પસાર થાય. વડીલ વર્ગને બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.

યાત્રા પ્રવાસ
યાત્રા પ્રવાસમાં, લાંબા અંતરની મુસાફરીમાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે. અજાણ્યા સ્થળે વિવાદ કરવો નહીં.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં રૃકાવટ-ચિંતા-સંઘર્ષ- મુશ્કેલી- વિવાદમાં અટવાયેલા રહો. સરકારી-ખાતાકીય- રાજકીય- કાનૂની પ્રશ્નમાં આપે સંભાળવું પડે. આક્ષેપ-અપયશ-વિવાદમાં નુકસાન થાય. ઉચ્ચ સ્થાને હોવ પરંતુ સંજોગો એવા સર્જાય કે રાજીનામુ આપવું પડે.

હરિફવર્ગ-ખટપટ
હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનાર સહકાર્યકર, ઉપરીવર્ગ તેમજ સગા સંબંધી-મિત્રવર્ગ- ભાગીધારના કારણે વર્ષ દરમ્યાન નાની-મોટી પરેશાનીનો સામનો કરવો પડે.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ અભ્યાસમાં મહેનત વદારવી પડે. તેમજ પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે. વાહનથી સંભાળવું પડે.

Post Comments