Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

10 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 10 જાન્યુઆરી 2018, બુધવાર
 
મેષ : 
ધંધાનું કામ થાય. ધંધો મળવાથી, આવક વધવાથી આનંદ રહે. નોકરીના કામના ઉકેલથી હળવાશ અનુભવતા જાવ.
 
વૃષભ :
દાંત-દાઢ-પગ-કાનમાં-ગળામાં દર્દપીડાથી સંભાળવું. રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા સંભાળવું પડે. નોકરી-ધંધાનું કામ થઇ શકે.
 
મિથુન : 
શેરોના કામમાં, ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. નોકરીમાં અન્યના સહકારથી  તમારું કામ સરળ થાય.
 
કર્ક : 
ચિંતા-ઉચાટ છતાં તમારે તમારા રોજીંદા કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ કરવી પડે. વડીલ વર્ગના આરોગ્ય અંગે ચિંતા રહે.
 
સિંહ :
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે પરંતુ ધીમે ધીમે કામ ઉકેલાતું જાય. બેંકના કામમાં, નાણાંની લેવડદેવડમાં ધ્યાન આપી શકો.
 
કન્યા : 
ધંધાકીય સંબંધ-વ્યવહારમાં, નોકરીના કામમાં, બેંકના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. કોઇને મળવાનું થાય.
 
તુલા : 
નોકરી-ધંધાનું કામ આનંદથી કરી શકો. સરકારી-રાજકીય-ખાતાકીય કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચાવિચારણા થાય.
 
વૃશ્ચિક : 
બેંકના કામમાં, નાણાંની લેવડ દેવડમાં, પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા રહે. તકલીફ પડે. તેમ છતાં કામ ઉકેલાતા હળવાશ-આનંદ જણાય.
 
ધન : 
શેરોની લે-વેચમાં, બજારોની વધઘટમાં ધ્યાન આપી શકો. ધંધો-આવક થાય પરંતુ નફામાં નુકસાને ધંધો થાય. તેમ છતાં  સાનુકૂળતા રહે.
 
મકર : 
સાંસારીક સાનુકૂળતાથી, નોકરી-ધંધાના કામમાં ઉકેલથી આપને કોઇ તકલીફ પડે નહીં. પુત્રપૌત્રાદિકનું કામ થાય. વડીલવર્ગનું કામ થાય.
 
કુંભ : 
જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધાનું કામ સરળતાથી કરી શકો. બહાર કે બહારગામના આયોજનમાં સાનુકૂળતા રહે.
 
મીન : 
રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા આપે અવશ્ય સંભાળવું. વાદવિવાદથી-ઈજાથી, પડવા વાગવાથી, અકસ્માતથી તકલીફ થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થતા આપના જન્મવર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ-સફળતાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. લાંબા સમયની હતાશા-નિરાશા દૂર થાય.
 
પુત્રપૌત્રાદિક
આ વર્ષ પુત્રપૌત્રાદિકના પ્રશ્નોના ઉકેલનું રહે. સંતાનને બિમારી ઓછી તાય. અભ્યાસમાં સફળતા મળે, સારી તક પ્રાપ્ત થાય. વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. નોકરી-ધંધાની કામગીરી-આવક થઇ શકે.
 
પરિવર્તન-ફેરફારી
આપનું આ વર્ષ પરિવર્તન-ફેરફારીનું રહે. નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. ભાગ્યોદયની શરૃઆત થાય.
 
ધર્મકાર્ય-યાત્રાપ્રવાસ
ધર્મકાર્ય-યાત્રાપ્રવાસ થાય. પરદેશ જવાની કાર્યવાહી થાય. પરદેશમાં રહેતા નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.
 
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવાર તેમજ પિયર પક્ષની પ્રગતિથી, ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે.
 
વિદ્યાર્થીવર્ગ
કારકિર્દીમાં ઘડતર-ભણતર માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે.

Post Comments