Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ કારણથી 13 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી મનાવવામાં આવશે

- મહાશિવરાત્રી ભગવાન શિવનો પર્વ માનવામાં આવે છે

- 12 શિવરાત્રીઓમાં મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે

અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી 2018, સોમવાર 
 
મહાશિવરાત્રી હિન્દુઓનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની ઉપાસનાનો મુખ્ય પર્વ. કહેવાય છે કે આ દિવસે શિવજીએ પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. 
 
માનવામાં આવે છે કે સૃષ્ટિનો પ્રારંભ આ દિવસે કરવામાં આવ્યો. વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાંથી મહાશિવરાત્રી સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 13 ફેબ્રુઆરીએ દેશભરમાં મહાશિવરાત્રી પર્વ મનાવવામાં આવશે. આ દિવસના વ્રતને શિવજીનું સૌથી મોટું વ્રત માનવામાં આવે છે. 
 
જ્યોતિષાચર્યો અનુસાર આ વર્ષે 13 ફેબ્રુઆરી સૂર્યોદય સવારે 6.26 કલાકે અને ત્રયોદશી તિથિ રાત્રે 10.22 કલાક સુધી રહેશે. ત્યારબાદ મધરાત્રે કૃષ્ણ ચતુર્દશી તિથિ આવશે. રવિવાર, મંગળવાર શિવ યોગ હોવાથી મહત્ત્વ વધી જાય છે. 
 
આ વર્ષે 13 ફેબ્રુઆરીએ મંગળવાર છે. આ દિવસે મહાશિવરાત્રી વ્રત રાખવાનો એક પક્ષ એ પણ છે કે વ્રતનું પારણ ચતુર્દશીમાં જ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
 
ધર્મ ગ્રંથ અનુસાર મહાશિવરાત્રીના દિવસે તેની પૂજા વિધિ-વિધાનથી કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી ગરીબ પણ અમીર બની જાય છે. 

Post Comments