Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

ઈરાનનો કાંકરીચાળો કરતું ઈઝરાયલ

વિશ્વશાંતિ હાથવગી દેખાય છે ત્યારે ઈરાન સાથેના પરમાણું કરાર રદ કરવાની મૂર્ખામીથી ટ્રમ્પે બચવું જોઈએ

વિશ્વશાંતિ. આમ આ એક યુટોપિયા જેવી પરિકલ્પના છે. સાવ શાંતિ સંભવ નથી, પરંતુ મોટા-મોટા સંઘર્ષો સમાપ્ત થઈ જાય તો વિશ્વ શાંત થઈ ગયું કહેવાય. ૧૦૦ ટકા શાંતિ સંભવ નથી, પણ એનો અર્થ એવો નથી કે એ દિશામાં પ્રયત્નો મૂકી દેવા. જગત હમણા-હમણા અગાઉ કરતા ટાઢું પડયું છે. આતંકવાદી હુમલા ઘટયા છે, સીરિયા હવે બળવાખોરોના ભરડામાંથી મુક્ત થવાના આરે છે. મોટા ત્રાસવાદી સંગઠનોનાં નામાં નખાઈ ગયાં છે. ઉત્તર કોરિયા ભાઈચારાની ભાષા બોલી રહ્યું છે. એવામાં પરમાણું હોડ ભૂલીને આર્થિક વિકાસની દોડમાં લાગી ગયેલા ઈરાનનો કાંકરીચાળો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયલ શાંત સરોવરમાં કાંકરા નાખી તેને ઘૂઘવતા સમુદ્રમાં ફેરવવા કૂદાકા મારે છે. પણ શામાટે?

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન  રજૂ કર્યું. આ પ્રેઝન્ટેશનનો દાવો એવો હતો કે ઈરાને સુરક્ષા પરિષદ સાથે સમજૂતિ કરીને દુનિયાને ભલે એમ જણાવ્યું કે પરમાણું કાર્યક્રમ પડતો મૂક્યો છે, પણ વાસ્તવમાં એવું નથી. આ કાર્યક્રમ હજું પણ આગળ ધપી રહ્યો છે.

નેતન્યાહુ એવી છટાથી રજૂઆત કરી રહ્યા હતા કે જાણે તેઓ સ્ટીંગ ઓપરેશન કરી આવ્યા છે. પ્રેઝન્ટેશન દરમિયાન નેતન્યાહૂએ સેંકડો ફાઈલો અને સીડીઓ પ્રસ્તુત કરી. તેમણે જણાવ્યું કે આ પુરાવા ઇઝરાયલી ગુપ્તચરોએ ઈરાનમાંથી મેળવ્યા છે. જોકે આમાંથી એક પણ પુરાવો એવું સાબિત કરી શકે તેમ નથી કે હાલ ઈરાનનો પરમાણું કાર્યક્રમ ચાલુ છે. ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી વિશ્વના વિવિધ દેશોના પરમાણું કાર્યક્રમો પર ચાંપતી નજર રાખી રહી છે. તેણે પણ નેતન્યાહુની વાત જૂઠી અને ૧૦ વર્ષ જૂની ગણાવી છે.  ઈરાન પરમાણું કાર્યક્રમ ચલાવતું હતું તેમાં બેમત નથી, પરંતુ ૨૦૧૫થી તેનો અંત આવી ચૂક્યો છે. અત્યારે તે ગુપ્ત રીતે કે જાહેર રીતે કોઈપણ ઢબે પરમાણું કાર્યક્રમ આગળ ધપાવી રહ્યું નથી.

ઈરાનના પરમાણું કાર્યક્રમનું નામ આમદ હતું. તે પાંચ પરમાણું હથિયાર બનાવવાનું હતું એ તો બધી પીટાઈ ગયેલી વાતો છે. તેણે પરમાણું કાર્યક્રમને લગતા દસ્તાવેજ રાજધાની તહેરાન નિકટ સેફ વોલ્ટમાં સાચવેલા છે. એ પણ દુનિયાને ખબર જ છે. સ્વાભાવિક છે. વર્ષોના રીસર્ચ પછી જે જ્ઞાાન પ્રાપ્ત કર્યું હોય તેને કોઈ નષ્ટ તો ન જ કરી નાખે. પરમાણું મથકો બંધ કરીને તેમાં રેતી ભરી દે, પણ કાગળ પરનું જ્ઞાાન ભૂંસવાની મૂર્ખામી કયો દેશ કરે? અને એવી ફરજ પણ કોને પાડી શકાય?

૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાનમાં ધાર્મિક નેતા અયાતોલ્લાહ ખમેની સર્વોચ્ચ પદે છે. ઈરાન એક શિયા રાષ્ટ્ર હોવાથી સાઉદી અરેબિયા તેના પ્રત્યે વેર રાખતું આવ્યું છે. ઈસ્લામિક ક્રાંતિ અમેરિકાના ટેકાવાળા શાસકોની વિરુદ્ધની હોવાથી અમેરિકા પણ ઈરાનના શત્રુના ખાનામાં બેસે છે. પેલેસ્ટિનિયનોને તેમની ભૂમિ પરથી આઘા ખસેડી ત્યાં ઈઝરાયલ વસાવાયું હોવાથી ઈરાન ઈઝરાયલનું ટીકાકાર અને અરિ રહ્યું છે.

સાઉદી અરેબિયાના પાટવી કુંવર સલમાન હમણા અમેરિકા યાત્રા પર ગયા હતા ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે ઈઝરાયલ વિશે સકારાત્મક નિવેદન કર્યું હતું. સાઉદી અરેબિયા અને ઈરાન પરસ્પર શત્રુ હોવા છતાં ઈઝરાયલ મુદ્દે એકસમાન વિરોધી વલણ ધરાવતા હતા. હવે સ્થિતિ પલટાઈ છે. ઈઝરાયલ અને સાઉદી અરેબિયા ઈરાન વિશે એકસરખો વિરોધી અભિગમ દાખવી રહ્યા છે.

બરાક ઑબામાને નોબેલ પ્રાઇઝ ભલે અફઘાનિસ્તાનમાં સૈન્ય ઘટાડવાની જાહેરાતના મુદ્દે મળ્યો, પરંતુ તેમણે વિદેશી બાબતોમાં સૌથી મોટું પગલું જો કોઈ લીધું હોય તો તે ઈરાનને પરમાણું કાર્યક્રમ પડતો મૂકવા માટે મનાવી લેવાનું.

પરમાણું કાર્યક્રમ પડતો મૂક્યા પછી ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટતા ઊઘડેલી બારીઓમાંથી નવી હવા પ્રવેશી છે. અર્થતંત્ર બહેતર બની રહ્યું છે. ઈરાનમાં કોઈ સમસ્યા જ નથી એવું નથી. ઉલટાનું અંદરખાને તે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. વૈચારિક આઝાદી માટેના આંદલનો નિકટવર્તી ભૂતકાળ છે.

આ સમયે ઈરાન પર ખોટા આક્ષેપ મૂકી તેને છંછેડવું વાજબી નથી. જૂના પુરાવાના આધારે નવા આક્ષેપ કરીને નેતન્યાહુએ રસેલ પીટર જેવી બિભત્સ કોમેડી કરી છે. દર ત્રણ મહિને અમેરિકાના પ્રમુખે સહી કરીને ઈરાન સાથેની પરમાણું સમજૂતિને જાળવી રાખવાની હોય છે. આ આર્ટીકલ તમે વાંચી રહ્યા છો ત્યારે ટ્રમ્પે તેના પર સહી કરવાને એક દિવસની મુદત છે.

બેન્જામિન નેતન્યાહૂએ જૂની બોટલમાં નવો દારૃ રજૂ કરીને અમેરિકાને સહી ન કરવા પ્રેરિત કરવાની કોશિશ કરી છે. ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનના ઘોર વિરોધી રહ્યા છે, પણ તેમણે હજુ સુધી સહી ન કરવાની ભૂલ કરી નથી. દર ત્રણ મહિને તેઓ ઈરાન માટે ચેતવણીના શબ્દો ઉચ્ચારી એક્સ્ટેન્શન આપી દે છે.

ઇરાન સાથેનો પરમાણું કરાર રદ થઈ જાય તો ઈઝરાયલને શો ફાયદો એ તો તે જ જાણે, પરંતુ વિશ્વને કોઈ ફાયદો નથી.

ઈરાન પરથી મણ-મણના આર્થિક પ્રતિબંધો ખસેડવામાં આવ્યા પછી યુરોપે ત્યાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. હવે જો ફરીથી ઈરાન પર બંધી નાખવામાં આવે તો યુરોપિયન દેશોને મોટો આર્થિક ફટકો પડે. તેના અર્થતંત્રને માઠી અસર પડે. એટલે ઈરાન સાથેની પરમાણું સંધિ રદ થાય એમાં જરાકેય રાજી નથી.
પરમાણું કરાર રદ થાય એટલે ખીજ ખાધેલું ઈરાન તરત જ પડતો મૂકેલો કાર્યક્રમ બમણા જોરથી શરૃ કરે. ઠંડુ પડેલું પશ્ચિમ એશિયા પાછું ધમધમતું થાય. શાંતિ પાસે પહોંચવા આવેલું જગત પાછા પગલાં ભરે. એમાં ઈઝરાયલનો સ્વાર્થ શું હશે એ તો તેને જ ખબર.

ઈઝરાયલનો ભૂતકાળ ભવ્ય છે. ટેકનોલોજી, ખેતી, જાસૂસી, યુદ્ધ બધી જ બાબતોમાં તેને સલામ કરવાનું મન થઈ જાય, પણ તેનો અર્થ એ નથી કે ઈઝરાયલ જે કરે તે બધું જ સાચું, જે કરે તે બધું જ સારું. ઈઝરાયલે પણ હવે ઠંડા પડવું જોઈએ અને શાંતિપૂર્ણ વિકાસમાં ચિત્ત પરોવવું જોઈએ.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને બ્રિટનના નવા ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યાં વિદેશી મૂળનો વિવાદ પેદા થયો નથી. લાયકાતને ધ્યાનમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લંડનના મેયર પણ પાકિસ્તાની મૂળના છે. સંસદીય સમિતિને ગેરકાયદે વસાહતીઓ વિશે ખોટી માહિતી આપવાનો આરોપ મુકાતા એમ્બર રુડે રાજીનામું આપ્યું હતું.

- ચીને વિવાદાસ્પદ એવા દક્ષિણ ચીન સમુદ્રમાં સૈન્ય ઉપસ્થિતિ વધારવાની કામગીરી ઝડપી બનાવી છે. સમુદ્ર સીમા પર આવેલી ત્રણ ચોકી પર એન્ટી શિપ ક્રૂઝ અને સરફેસ ટુ એર મિસાઇલ તૈનાત કર્યાં છે. આ વિસ્તારમાં દર વર્ષે ૧૦ ટ્રિલિયન ડોલરના માલનું વહન થાય છે. આથી અહીં શાંતિ જળવાય તે આવશ્યક છે.

- સ્વિડિશ અકાદમીએ ૨૦૧૮નો સાહિત્યનો નોબેલ પારિતોષિક રદ કર્યો છે. ૭૫ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે. નોબેલ સમિતિના સભ્યો પર યૌન શોષણ તેમજ નામ જાહેર કરવાના આરોપ લાગતા છ રાજીનામા પડી ગયા છે. આથી ૨૦૧૮નો નોબેલ ૨૦૧૯માં જાહેર કરવામાં આવશે.

- અફઘાનિસ્તાનમાં અજ્ઞાાત બંદૂકધારીઓએ છ ભારતીય સહિત સાતનું અપહરણ કર્યું છે. ટોલો ન્યૂઝમાંથી મળતી વિગતો અનુસાર આ લોકો બાઘલાન પ્રાન્તની રાજધાની પુલ-એ-ખોમરેમાં રખડી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું હતું. અપહ્યુત કેઇસી ઇન્ટરનેશનલના કર્મચારી છે, જે અહીં વીજળીકરણનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.
 

Keywords around,the,world,11,may,2018,

Post Comments