Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

આયર્લેન્ડઃ માતાના ગર્ભમાંથી ક્રાંતિનું અવતરણ

સવિતા ભારતીય હોવા છતાં આઇરિશ મહિલાઓએ તેને ક્રાંતિનો ચહેરો બનાવી, જે દેખાડે છે કે તેમનામાં ભેદભાવ કે પ્રાન્તવાદની ભાવના નથી

એકબીજા સાથે અસહમત થઈ શકાય. તેમાં કંઈ ખોટું નથી. જેમ ગુલાબ અને કમળનું જુદા હોવું એક વૈવિધ્ય છે તેમ ભિન્નમત પણ અનેકવિધતાનું સૌંદર્ય છે. તેમાંથી બહુમત જે તરફ ઢળે તે વિચારની સ્વીકૃતિ થતી હોય છે. જો એ વિચાર પ્રગતિશિલ હોય અને હિંસાચાર વિના તેને અપનાવી લેવામાં આવે તે જ તો છે શાંત ક્રાંતિ. આયર્લેન્ડમાં આવી એક ઐતિહાસિક ઘટના સર્જાઈ છે.

બ્રિટનથી અલગ થવા એક સમયે લોહી વહાવનારા આયર્લેન્ડમાં તાજેતરમાં ગર્ભપાતના જૂનવાણી કાનૂન બાબતે જનમત યોજવામાં આવ્યો. બહુમત પ્રજાએ આ કાયદાને તિલાંજલિ આપી દેવાની હિમાયત કરી. ધાર્મિક માન્યતા કરતા વર્તમાન સમસ્યાના સમાધાનને વધુ મહત્ત્વ આપી તેમણે દેખાડયું છે કે તેઓ કેટલા જાગૃત અને પરિપક્વ નાગરિક છે.

ભુ્રણહત્યા અને ગર્ભપાત વચ્ચે ફરક છે. તમે કારણ વગર કરાવો અથવા દીકરાને બદલે દીકરી હોવાના નાતે કરાવો ત્યારે તે ભૂ્રણ હત્યા બની જાય છે. પણ માની લો કે ગર્ભમાં બેબીની સ્થિતિ કોમ્પ્લિકેટેડ હોય, બળાત્કારનો ભોગ બનેલી પીડિતા માતા બની હોય, લગ્ન પહેલા સ્ત્રી માતા બની ગઈ હોય અને તે સંતાન ન ઇચ્છતી હોય, નજીકના સગા સાથે બંધાયેલા અનૈતિક સંબંધોને લીધે બાળક રહી ગયું હોય. આવા બધા કિસ્સામાં ગર્ભપાત અનિવાર્ય બની જાય છે. આ સમયે તે ભુ્રણ હત્યા નથી.

આયર્લેન્ડમાં શાંતિપૂર્વક જનમત થયો અને ૬૬ ટકા જનતાએ મહિલાઓને ગર્ભપાત કરાવવામાં અવરોધરૃપ બનતા આઠમા નંબરના સુધારાને રદ કરવાની તરફેણમાં મત આપ્યો. જનમત એ એક એવું હથિયાર છે કે જે સમજું પ્રજાના હાથમાં જ આપવું જોઈએ. બ્રિટનની જનતા કરતા આયર્લેન્ડની જનતા વધુ સમજદાર પુરવાર થઈ છે. આ પરિપક્વતા વર્ષોની મહેનત પછી આવી હશે. કેમ કે ૧૯૮૩માં આયર્લેન્ડની જનતાએ જ ગર્ભપાતનો કાનૂન કડક બનાવવા વિશેના રેફરેન્ડમને સમર્થન કર્યું હતું. ધીમે-ધીમે તે પરિપક્વ બની. પરિપક્વતા આવી તો આધુનિકતા પણ આવી.

૨૦૧૫માં સજાતિય લગ્નને કાયદેસરની માન્યતા આપવામાં આવી. અને હાલ આયર્લેન્ડના જે વડા પ્રધાન લિયો વરાડકર છે તે સજાતિય છે. ત્યાં ભારતની જેમ લોકોને એકબીજાના બેડરૃમમાં ડોકા કાઢવાની કુટેવ નથી. જાતિયતા (સેક્સ્યુઆલિટી) એ દરેક વ્યક્તિની અંગત બાબત છે એમ ત્યાંની પબ્લિક સમજે છે.

ધર્મ શિરોધાર્ય છે. તે મનુષ્યને સંસ્કારિત રાખવાનું કામ કરે છે. સદાચાર શીખવે છે. અવળે રસ્તે ચડતા અટકાવે છે. શું કરવું-શું ન કરવું તેનું માર્ગદર્શન આપે છે, પણ તેમાં લખેલા દરેક વિચારને અપનાવી શકાય નહીં. તેના દરેક આદેશનું પાલન થઈ શકે નહીં. અમુક વિચારો અત્યારે વ્યવહારુ હોય, કિન્તુ અમુક આઉટ ડેટેડ થઈ ગયા હોય.

હજારો વર્ષ પહેલા લખાયેલા ધર્મગ્રંથો પ્રત્યેક બાબતમાં રેફરન્સ બુક સાબિત થઈ શકે નહીં. વર્તમાન જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી છે જેના સમાધાન વ્યવહારુ જીવનમાંથી જ શોધવા પડે.  હરેક ધર્મમાં રૃઢિચૂસ્તો હોય જ છે. (વાંચો અંધ બનીને રૃઢિઓનું અનુસરણ કરનારાઓ.) કોઈમાં ઓછા, કોઈમાં વધારે. આયર્લેન્ડ પણ એવો જ એક રૃઢિચૂસ્ત કેથલિક દેશ છે. ત્યાંના સમજુ નાગરિકોએ અહિંસક આંદોલન કરીને શાસકોને બિનજરૃરી રૃઢિઓ, સમસ્યા ઉત્પન્ન કરનારી રૃઢિઓ ફગાવવા મજબૂર કર્યા છે.

કર્ણાટકની ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનવાર ડબ્લિનમાં વિજ્ઞાાની પતિ પ્રવીણ હલપ્પનવાર સાથે રહેતી હતી. ૨૦૧૩માં ૩૧ વર્ષની વયે તેને ગર્ભમાં કોમ્પિલકેશન્સ ઊભાં થયાં, પરંતુ આયર્લેન્ડો કાયદો એમ કહેતો હતો કે ગર્ભસ્થ શિશુને પણ તેની માતા જેટલા જ અધિકાર છે. એટલે ડોક્ટર સવિતાનો ગર્ભપાત કરવા તૈયાર નહોતા. ગર્ભપાત ન થયો, સમસ્યા વિકટ બની અને સવિતા મૃત્યુ પામી.

તેનું મૃત્યુ શહાદતમાં પલટાયું. તેનો ચહેરો હજારો મહિલાઓની પીડાનું પ્રતીક બન્યો. ત્યાર બાદ સરકારે ગર્ભવતી મહિલાના જીવને જોખમ હોય એવા કેસમાં ગર્ભપાતની છૂટ આપી. જે અધૂરી હતી. આ વિશે ચર્ચા થતા-થતા પુનઃ જનમત થયો અને પેલો પુરાણકાલીન કાયદો ડસ્ટબિનમાં ફેંકી દેવાનો લોકવિચાર વહ્યો.

શાંત ક્રાંતિ એ શબ્દો વડા પ્રધાન લિયો વરાડકરના જ છે. આયરિશ કૉફી જેવી સરકારે સંકેત આપ્યા છે કે તેઓ એવો કાયદો લાવશે કે પ્રથમ બાર સપ્તાહમાં મહિલા ગર્ભપાત કરાવી શકશે. ૧૨થી ૨૪ સપ્તાહનો ગર્ભ અસામાન્ય હોય અને માતાના સ્વાસ્થ્યને કે જીવને ખતરો હોય તો ગર્ભપાત કરાવી શકાશે. ૨૪ અઠવાડીયા પછી ગર્ભપાત કરવો હોય તો સરકારની પરવાનગી લેવી પડશે. જે જીવલેણ જોખમના કિસ્સામાં જ મળી શકશે.

જોવાની વાત એ છે કે આયર્લેન્ડની જનતા કેટલી શિસ્તબદ્ધ છે. ગર્ભપાત વિરોધી કાયદો ત્યાં અમલમાં રહે ત્યાં સુધી કોઈ પ્રશાસનની નજર ચૂકવી ગેરકાયદે ગર્ભપાત કરાવી શકતું નથી. મહિલાઓને ગર્ભપાત માટે બ્રિટન જવું પડતું. તેના સ્થાને ભારત જુઓ, કે જ્યાં ગેરકાયદે ક્લિનિકો ધમધમે છે.

આ સમગ્ર ઘટમાળમાં બીજી રસપ્રદ વાત એ લાગી કે આપણા દેશની મહિલા ત્યાંના આંદોલનનો ચહેરો બની. તેમને સવિતાની પીડાને પોતાની પીડા ગણી. તેઓએ ભેદભાવ  ન રાખ્યો કે આ મહિલા વિદેશી મૂળની છે. આપણે શું? આને ન રાખીએ. આના કરતા બીજી કોઈ આપણા દેશની પીડિતાને આંદોલનનો ચહેરો બનાવીએ. બાકી ભારતમાં હજુ પ્રાન્તવાદ એટલો હાવી છે કે પરપ્રાન્તથી આવેલા લોકો પર થતા અત્યાચારને ગુજરાતમાં મળવું જોઈએ એટલું વેઇટેજ મળતું નથી.

આયર્લેન્ડની શાંત ક્રાંતિનો અભ્યાસ કરવો જોઈએ. તે ઘણું બધું શીખવી જાય છે. ત્યાંના સમાજની ચેતના ખૂબજ તીવ્ર છે.  આયર્લેન્ડની ક્રાંતિના શાંત જળ ઊડા છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં હિંદુ મહિલાઓને પુનઃવિવાહની મંજૂરી મળી છે. લગ્ન વિચ્છેદ અથવા પૂર્વપતિના મૃત્યુના છ માસ પછી તેઓ ફરીથી લગ્નગ્રંથિથી જોડાઈ શકશે. બહુવિવાહ પર પણ રોક લગાવવામાં આવી છે.

-આઇએસઆઇના પૂર્વ વડા અસદ દુર્નાનીએ રૉના ભૂતપૂર્વ અધ્યક્ષ એ. એસ. દુલત  તેમજ પત્રકાર આદિત્ય સિન્હા સાથે મળીને એક પુસ્તક લખ્યું છે. તેનું શીર્ષક છે, સ્પાઇ ક્રોનિકલ્સઃ રૉ, આઇએસઆઇ એન્ડ ધ ઇલ્યુઝન ઑફ પીસ. પાકિસ્તાનની સેના આ બાબતથી ખૂબ નારાજ થઈ ગઈ છે. તેમણે દુર્રાની પર ગુપ્તતાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો તથા તેને સમન્સ પાઠવી ખુલાસો માગ્યો હતો.

- ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોન્ગ ઉન ૧૨મી જૂને સિંગાપોરમાં મળે ત્યારે મળ્યા કહેવાય. અત્યારે તો રોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પહેલા ડોનલ્ડ ટ્રમ્પે મુલાકાત કેન્સલ કરી નાખી અને હવે ફરીથી મળવા માટે તત્પરતા દર્શાવી છે. કિમ જોન્ગે પણ ધમકી મારી, કાં તો વાતચીતના ટેબલ પર મળો. કાં પરમાણું શસ્ત્રો સાથે રણમેદાનમાં. હવે થાય તે સાચું.

- હાફીઝ સઈદ આતંકવાદી છે એ બધા જ જાણે છે. તે પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય બન્યો છે અને જો ભૂલેચૂકે વડા પ્રધાન બની જાય તો ભારત કરતા પાકિસ્તાન માટે જ વધારે જોખમી છે. ચીન પણ એવું ઇચ્છતું નથી કેમ કે તેના પાકિસ્તાન જોડે આર્થિક હિતો છે. તાજેતરમાં ચાઇનાએ પાકિસ્તાનને એવી સલાહ આપી હતી કે કાં તો હાફીઝ સઈદ દેશવટો આપી દો અથવા સળિયા પાછળ ધકેલી દો. આતંકવાદ સામે પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી રહ્યું છે.
 

Keywords ,around,the,world,01,june,2018,

Post Comments