Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી બાદ વિકાસદર ઘટયો, બેરોજગારી વધી: યશવંતસિંહા

-નરેન્દ્ર મોદી બે કરોડ લોકોને રોજગારી આપી વાયદો પૂર્ણ કરે

-યશવંતના પ્રહારો,જીએસટી્સારી કરપ્રણાલી પણ જે રીતે લાગુ કરાઇ છે તેના લીધે સમસ્યા વધુ વકરી છે

-પૂર્વ નાણામંત્રીએ નોટબંધી માટે જેટલીને જવાબદાર ઠેરવ્યાં, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવાય તો,મોંઘવારી ઘટશે

અમદાવાદ,તા.14 નવેમ્બર 2017,મંગળવાર

વિધાનસભાની ચૂંટણી ટાણે જ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલાં પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહાએ દેશના ડામાડોળ અર્થતંત્રની આકરી ટિકા કરી મોદી સરકાર પર નિશાન તાક્યુ હતું. તેમણ સીધો આક્ષેપ કર્યો કે, જીએસટી-નોટબંધીને લીધે દેશનો વિકાસદર ઘટયો છે જયારે બેરોજગારીએ વિકરાળરૃપ ધારણ કર્યું છે. આગામી દિવસો હજુ બેકારી વધશે. તેમણે દેશની વર્તમાન અર્થવ્યવસ્થાની નાણાંમંત્રી અરૃણ જેટલીને જવાબદાર ઠેરવ્યા હતાં.

લોકશાહી બચાવ અભિયાન અંતગર્ત અમદાવાદની મુલાકાતે આવેલાં પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહાએ દેશની અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બેંકનું વધતું દેવું અને પેન્ડિંગ પ્રોજેક્ટ આ બે સમસ્યાએ ગંભીરરૃપ ધારણ કર્યું છે. આજે પોલીસી પેરાલિસીસ બની છે કેમ કે, વિવિધ સેક્ટરમાં ૧૮ લાખ કરોડના પ્રોજેક્ટ અટવાયાં છે. જેમણે બેંકોમાં લોન લીધી છે. બેકોંમાં પબ્લિક સેક્ટરના ૮ લાખ કરોડ બાકી છે પરિણામે પ્રાઇવેટ સેક્ટરનું રોકાણ અટ્કયું છે.

નોટબંધી-જીએસટીને લીધે બેરોજગારીએ દેશમાં વિકરાળરૃપ ધારણ કર્યું છે. ૩૦ લાખ લોકોએ રોજગારી ગુમાવી છે જે ખતરાની નિશાની છે. બેરોજગારીને કારણે દેશમાં કાયદો વ્યવસ્થા પર અસર થશે. સમાજમાં હિંસાનો વ્યાપ વધશે તેવી ભિતી વ્યક્ત કરતાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, નરેન્દ્ર મોદીએ બે કરોડ લોકોને રોજગાર આપવાનો ચૂંટણીમાં વાયદો કર્યો હતો તે પૂર્ણ કરી દેખાડે. નહીંતર,હજુ બેકારી વધશે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રને વેગ મળે તો જ,રોજગારી મળે.પણ ઔદ્યોગિક વિકાસદર પણ ઘટયો છે.

કાળુ નાણું પાછુ લાવવુ, આતંકવાદનો સફાયો કરવો એ નોટબંધીનો ઉદેશ્ય હતો પણ આજે તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે તવા તીખા પ્રહારો કરતાં પૂર્વ નાણાંમંત્રીએ જણાવ્યું કે,જીએસટી સારી કર પ્રણાલી છે પણ જે રીતે લાગુ કરાઇ છે જેના લીધે સમસ્યાનું સમાધાન થવાને બદલે સમસ્યા વધુ વકરી છે. નોટબંધીથી અર્થવ્યવસ્થાને જાણે આર્થિક શોક લાગ્યો છે.

નાના વેપારીઓને સૌથી વધુ ભોગવવાનો વારો આવ્યો છે. તેમણે એવી ભલામણ કરી કે, જાણીતા અર્થશાસ્ત્રી વિજય કેલકરની આગેવાનીમા એક ટીમની રચના થાય તે જીએસટી કાઉન્સીલ સાથે તાલમેલ સાધીને સરળ ટેક્સ સિસ્ટમ લાગુ કરે. જયારે બજેટ રજૂ થાય તેમાં આખીય વાત રજૂ થવી જોઇએ. આજે જીએસટી બદનામ થયું છે તેમાં સુધારો કરવો જરૃરી છે.

તેમણે એવી હિમાયત કરી કે, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવી લેવા જોઇએ જેથી મોંઘવારીમાં ઘટાડો થાય. જયારે મોદી સરકાર રચાઇ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ઘટયાં છતાંયે લોકોને તેનો કોઇ ફાયદો થયો નહીં.બલ્કે તેમની પાસેથી કરોડો રૃપિયા ટક્સ ઉઘરાવાયો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જ યશવંતસિંહાએ મોદી સરકારની ટિકા ટિપ્પણી કરી ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.પૂર્વ નાણા મંત્રી બુધવારે રાજકોટ અને ગુરૃવારે સુરતમાં જીએસટી અને નોટબંધીના મુદ્દે લોકસંવાદ કરશે.

દિલ્હીમાં સૌરભ પટેલે જીએસટીના મુદ્દે વિરોધ કર્યો હતો

પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહાએ ગુજરાત સરકારે આડે હાથ લેતાં કહ્યું કે, જયારે હુ નાણાંમંત્રી હતો ત્યારે ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલે દિલ્હીમાં જીએસટીની બેઠકમાં ભાગ લીધો હતો તે વખતે તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

તેમણે એવુ કહ્યું હતું કે, જીએસટીને લીધે ગુજરાતને ૯ હજાર કરોડનુ નુકશાન થશે. હવે આ મુદ્દે કેમ કોઇ હરફ ઉચ્ચારતું નથી. હવે આવી કાગારોળ મચાવાય છેકે, નોટબંધી-જીએસટી એ ૧૯૪૭ પછીનો સૌથી મોટો આર્થિક સુધાર છે.

મને ભાજપ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું કહેશે નહીં

હું ગુજરાતમાં કોઇપક્ષનો પ્રચાર કરવા આવ્યો નથી તેવો ઉલ્લેખ કરી યશવંતસિંહાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હું ભારત દેશનો નાગરિક છું.

દેશની અર્થવ્યવસ્થાની ચિંતા કરી શકું છું. લોકો સાથે વાત કરવા આવ્યો છું. મને લાગે છેકે, ભાજપ મને ગુજરાતમાં પ્રચાર કરવાનું કહેશેય નહીં.પણ ગુજરાતની જનતાએ હવે વાસ્તવિકતા જાણવી પડશે. તેમણે ભાજપના નેતાઓને આડે હાથે લેતાં કહ્યું કે, ભાજપને આ તબક્કે લઇ જવામાં અમારો ય ઘણો ફાળો રહ્યો છે. પક્ષના વડવાઓને ભૂલવા જોઇએ નહીં, સરકાર-પક્ષ વડવાઓની અવગણના પણ ન કરે.

અરૃણ જેટલી ગુજરાતના બોજરૃપ નાણાંમંત્રી છે

યશવંતસિંહાએ નોટબંધી-જીએસટીના મુદ્દે અરૃણ જેટલીને નિષ્ફળ નાણાંમંત્રી તરીકે જવાબદાર ઠેરવી એવો આરોપ મૂક્યો કે,પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી નહીં,નાણામંત્રી આ મુદ્દે જવાબ આપે છે. જેટલી ગુજરાત માટે બોજરૃપ મંત્રી છે કેમ કે, જો જેટલી ન હોત તો,કોઇ અન્ય ગુજરાતી નાણાંમંત્રી બનવાની તક મળી હોત.

મોદીની પ્રશંસા થાય તો ઢોલ પિટાય,ટિકા થાય તો હોબાળો

ઇઝ ઓપ ડુઇંગ બિઝનેસે ભારતના અર્થતંત્રના વિકાસની ભરપૂર પ્રશંસા કરી છે તે વાતને ટાંકીને યશવંતસિંહાએ કહ્યુ કે, વિદેશમાં કોઇ મોદી સરકારની વિશે પ્રશંસા કરે તો,તેનો ઢોલ પિટવામાં આવે છે. પણ યુએને સ્વચ્છ ભારત મિશનની ટિકા પણ કરી છે. ત્યારે ભારે હોબાળો મચાવાય છે. વિદેશની કોઇ સંસ્થા શું કહે છે તેના પર વિકાસની પરિભાષા નક્કી કરી શકાય નહીં.

Post Comments