Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાઇકમાં ક્રેશગાર્ડ અને કારમાં બુલબારના ઉપયોગ સામે કેન્દ્ર સરકારની ચિંતા

- કેન્દ્રના આદેશ છતાં વાહનોમાં પ્રતિબંધિત એસેસરીઝનો ઉપયોગ

- રાહદારીઓની સલામતી અને અકસ્માતોના પરિણામ વધુ ગંભીર ન આવે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો

અમદાવાદ,  તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

કેન્દ્રના માર્ગ-વાહનવ્યવહારે બાઇક અને કારમાં ક્રેશગાર્ડ કે બુલબાર તરીકે ઓળખાતી એસેસરીઝના બેરોકટોક ઉપયોગ વિરુદ્ધ પગલા લેવાની માગ તમામ રાજ્ય સરકારો ને કરી છે. રાહદારીઓની સલામતી અને અકસ્માતોના પરિણામો વધુ ગંભીર ન આવે તે માટે આ કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી ગુજરાતમાં આ બાબતે કોઈ પગલા નથી લેવામાં આવ્યા. રાજ્ય સરકારના સંબંધિત વિભાગો આ નિયમ બાબતે જાણીને પણ અજાણ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

કેન્દ્ર સરકારના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલયે સાતમી ડિસેમ્બર તમામ રાજ્યોના માર્ગ-વાહનવ્યવહાર સચિવો અને ટ્રાન્સપોર્ટ કમિશનરોને પત્ર પાઠવી આદેશ આપ્યો હતો કે તેમના સંબંધિત વિસ્તારમાં બાઇકમા આગળના ભાગેં ક્રેશબાર અને કારના આગળના ભાગેં બુલબાર ફિટ ન થયેલા હોવા જોઈએ. આવા વાહનોના માલિકો સામે પગલાં લેવાનો આદેશ કેન્દ્ર સરકારે કર્યો હતો. બાઇકના ક્રેશ બાર ને ક્રેશગાર્ડ કે લેગગાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીલ કે લોખંડનું આ ગાર્ડ રાહદારીઓને અને બાઇકસવારને નુકસાન કરી શકે તેમ હોવાનું કારણ મંત્રાલયે આપ્યું હતું. જો કે હજુ પણ ગુજરાતના કોઈ શહેરમાં આ બાબતે પગલા નથી લેવામાં આવ્યા. ક્રેશગાર્ડ અને બુલબાર ધરાવતા વાહનો રાજ્યભરમાં ફરી રહ્યા છે.

કારની આગળના ભાગે ફીટ કરવામાં આવતા લોખંડ કે સ્ટીલના ગાર્ડને બુલબારના નામે ઓળખવામાં આવે છે. કારના બુલબારના કારણે રાહદારીઓ, સાયકલવારો અને બાઇકસવારોને નુકસાન થવાનું જોખમ રહે છે. બુલબારના કારણે કારના એરબેગ સેન્સર પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતા ઉપરાંત અકસ્માત સમયે વાહનના ચેસિસ પર નુકસાન થઇ શકે છે. વાહનમાં આવી એસેસરીઝ હોય તો ચાલકને પહેલીવાર ૧૦૦૦ રૃપિયા અને બીજીવાર તથા તેના પછી ૨૦૦૦ રૃપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આવી એસેસઝરીઝનું અનાધિકૃત વેચાણ કરનારને ૫૦૦૦ રૃપિયાનો દંડ કરવાની જોગવાઇ પણ આ આદેશમાં કરવામાં આવે છે.

વર્ષ ૧૯૮૮ના મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે વાહનમાં આ પ્રકારની એસેસરીઝનો ઉમેરો કરવો એ પણ વાહનના મોડિફિકેશન તરીકે જ ગણવામાં આવે છે. જેના માટે અમુક પરવાનગી લઇ ફી ચૂકવવી પડે છે. રાહદારીઓની સલામતી અને અકસ્માતોના પરિણામો વધુ ગંભીર ન આવે તેના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે જાહેર કરેલા આ નિયમનો અમલ કરવામાં હાલ ગુજરાત સરકાર સુસ્ત હોય તેવું લાગી રહ્યું છે.

Post Comments